અમેરીકન ક્રિકેટ લીગમાં પણ હવે ઝુકાવશે શાહરુખની ફેંન્ચાઇઝી નાઇટ રાઇડર્સ, રોકાણ સાથે નાઇટરાઇડર્સ વિશ્વના સૌથી મોટા મિડીયા માર્કેટમાં

|

Dec 02, 2020 | 11:04 AM

અમેરીકા ક્રિકેટ એંટરપ્રાઇઝે ઘોષણા કરી છે કે, નાઇટ રાઇડર્સ ફેંચાઇઝી તેમની મેજર લીગ ક્રિકેટ એટલે કે એમએલસી માં મોટા રોકાણકારની ભૂમીકા નિભાવશે. આ રોકાણ સાથે નાઇટરાઇડર્સ વિશ્વના સૌથી મોટા મિડીયા માર્કેટમાં ડગ માંડ્યુ છે. નાઇટ રાઇડર્સની ફેંચાઇઝી ની ટીમ આઇપીએલ અને કેરબીયન પ્રિમીયર લીગમાં રમે છે. નાઇટ રાઇડર્સ ફેંચાઇઝીના સહમાલીક બોલીવુડ સ્ટાર શાહરુખ ખાન છે. […]

અમેરીકન ક્રિકેટ લીગમાં પણ હવે ઝુકાવશે શાહરુખની ફેંન્ચાઇઝી નાઇટ રાઇડર્સ, રોકાણ સાથે નાઇટરાઇડર્સ વિશ્વના સૌથી મોટા મિડીયા માર્કેટમાં

Follow us on

અમેરીકા ક્રિકેટ એંટરપ્રાઇઝે ઘોષણા કરી છે કે, નાઇટ રાઇડર્સ ફેંચાઇઝી તેમની મેજર લીગ ક્રિકેટ એટલે કે એમએલસી માં મોટા રોકાણકારની ભૂમીકા નિભાવશે. આ રોકાણ સાથે નાઇટરાઇડર્સ વિશ્વના સૌથી મોટા મિડીયા માર્કેટમાં ડગ માંડ્યુ છે. નાઇટ રાઇડર્સની ફેંચાઇઝી ની ટીમ આઇપીએલ અને કેરબીયન પ્રિમીયર લીગમાં રમે છે. નાઇટ રાઇડર્સ ફેંચાઇઝીના સહમાલીક બોલીવુડ સ્ટાર શાહરુખ ખાન છે.

અમેરીકન ટી-20 લીગમાં છ ટીમો ન્યુયોર્ક, સૈન ફ્રાંન્સિસ્કો, વોશીંગ્ટન ડીસી, શિકાગો, ડલાસ અને લોસ એંજલસ હશે. સુત્રો મુજબ આ ટુર્નામેન્ટ 2022 થી શરુ થશે. જેમાં એક ટીમ શાહરુખ ખાનની પણ હશે., એઇસી ના કો ફાઉન્ડરમાંથી એક વિજય શ્રીવાસન નુ માનવુ છે કે, આ લીગ ક્રિકેટ થી અમેરીકામાં ક્રિકટને પ્રોત્સાહન મળશે. અમે આ વાતને લઇને ખૂબ જ ઉત્સાહિત છીએ કે નાઇટ રાઇડર્સ લીગનો હિસ્સો બની રહી છે. જેના થી અમેરીકામાં ક્રિકેટને ફાયદો મળશે. એ વાત સારી છે કે શરુઆતમાં જ અમારી સાથે જોડાઇ રહ્યા છે. અમેરીકામાં ક્રિકેટ ભવિષ્યને લઇને આ લાંબા સમયનુ રોકાણ છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

શાહરુખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ આઇપીએલમાં એક સફળ ટીમ છે. જેને પ્રશંસકો ની સંખ્યા પણ ઘણી મોટી છે. જે એક વાર આઇપીએલનુ ટાઇટલ પણ જીતી ચુક્યુ છે. જોકે 2020 ની સિઝનમાં તે પ્લે ઓફમાં પહોંચી શકી નહોતી. જ્યારે સીપીએલમાં ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ ના નામ થી તેમની ટીમ છે. જે ટીમ આઠ સીઝનમાં ચાર વાર ખિતાબ જીતી ચુકી છે. સિઝન 2020માં પણ સીપીએલમાં નાઇટ રાઇડર્સ ચોથી વાર ટાઇટલ મેળવવામાં સફળ રહી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article