જેની એક ઓવરે ભારતની હારને જીતમાં ફેરવી દીધી, જાણો એ દીપ્તિ શર્માએ શું કહ્યું દબાણમાં રમવા વિશે

|

Jul 12, 2021 | 1:16 PM

ઇંગ્લેન સામેની બીજી T20 મેચમાં ભારતીય મહિલા ટીમે જીત મેળવી લીધી છે. આ મેચમાં જાદુ ચલાવ્યો ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ. જેમની એક ઓવરે આખી ગેમ ફેરવી દીધી.

જેની એક ઓવરે ભારતની હારને જીતમાં ફેરવી દીધી, જાણો એ દીપ્તિ શર્માએ શું કહ્યું દબાણમાં રમવા વિશે
Deepti Sharma said enjoying playing under pressure

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ (Indian Women Cricket Team) ટીમ હાલમાં ઇંગ્લેન્ડને (India Vs England) ખરાખરીની લડત આપી રહી છે. ભારતના સમય અનુસાર 12 જુલાઈના રોજ ઇંગ્લેન્ડમાં રમાયેલી બીજી T 20 આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડને હારનો સ્વાદ ચખાડ્યો. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 8 રનથી હરાવી દીધું. હવે આ T 20 સિરીઝ બરાબરના મુકાબલે પહોંચી ગઈ છે. કેમ કે આ સિરીઝની પહેલી મેચ ઇંગ્લેન્ડે જીતી હતી. જ્યારે બીજી મેચ ભારતે જીતી છે. હવે સિરીઝનો નિર્ણય ત્રીજી મેચ પર છે.

આ બીજી T20 મેચની જીત પાછળ જેનો હાથ રહ્યો તે નામ છે દીપ્તિ શર્મા. દીપ્તિ (Dipti Sharma) એક ઓલરાઉન્ડર ખેલાડી છે. દીપ્તિએ આ ટૂર વિશે નિવેદન આપ્યું છે કે હવે તે મેચની પરિસ્થિતિઓને વધુ સારી રીતે સંભાળી રહી છે અને દબાણ હેઠળ રમવાની મજા લઇ રહી છે.

ઇંગ્લેન્ડની ઇનિંગમાં જ્યારે ખેલાડી ટેમી બ્યુમોન્ટ (59) અને કેપ્ટન હિથર નાઈટ (30) પીચ પર હતા ત્યારે ભારત સામે હાર દેખાઈ રહી હતી. પરંતુ દીપ્તિએ પોતાનો જાદુ ચલાવ્યો અને 14 મી ઓવરમાં આ ભાગીદારી તોડી દીધી. આ ભાગીદારી તૂટતાં ભારતને જીતનો રસ્તો સાફ દેખાવા લાગ્યો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દીપ્તિએ 14 મી ઓવરમાં પહેલા બ્યુમોન્ટને આઉટ કરી અને ત્યારબાદ નાઈટને આઉટ કરીને ઇંગ્લેન્ડને મુશ્કેલીમાં મૂકી દીધું. આ બાદ ઇંગ્લેન્ડને જીતવા માટે 36 બોલમાં 43 રનની જરૂર હતી પરંતુ તે પછી ભારતીય સ્પિનરોએ ઇંગ્લેન્ડને પરસેવા પડાવી દીધા.

આ ઓવર વિશે દીપ્તિએ (Dipti Sharma) કહ્યું કે “તે એક મહત્વપૂર્ણ ઓવર અને મહત્વની વિકેટ હતી. અગાઉ પણ અમે ડીઆરએસ લઈ લીધા હતા પરંતુ નસીબ અમારી તરફેણ કરતું ન હતું. આ વખતે જ્યારે મેં બોલ ફેંક્યો ત્યારે વિકેટ વખતે અમ્પાયરનો નિર્ણય હતો અને બોલ સ્ટમ્પ્સને અડી રહ્યો હતો. આનાથી અમારા મનોબળમાં ઘણો વધારો થયો. તે પછી થયેલા રન આઉટથી ભારતને જીતવામાં મદદ મળી.

ભારતની જીત બાદ દીપ્તિએ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ત્યાં તમણે કહ્યું કે, ‘મને તણાવની પરિસ્થિતિમાં રમવાનું પસંદ છે, પછી તે ભલે બેટિંગ હોય, બોલિંગ. કે પછી ફિલ્ડિંગ જ કેમ ના હોય. હું મારા વિભાગમાં ફાળો આપીને ટીમને આગળ વધારવા માંગું છું. ”

દીપ્તિએ આગળ કહ્યું કે, ‘મને આગળ વધીને નેતૃત્વ કરવું પસંદ છે. જેવી રીતે ઘરેલું ટૂર્નામેન્ટ્સમાં હું સિનિયર ખેલાડી તરીકે રમું છું અને ટીમ માટે મેચ જીતું છું. ત્યાતે એક અલગ વિશ્વાસ પેદા થાય છે.

દીપ્તિએ રમત વિશે જણાવ્યું કે, ‘જ્યારે તમે એ વિશ્વાસ સાથે રમવા મેદાનમાં ઉતરો છો, નિશ્ચિત પાને તે આસાન નથી હોતું, પણ આ તેના પર નિર્ભર કરે છે કે તમે કેવી રીતે તેમાં પાર ઉતરો છો. હવે હું પરિસ્થિતિને સમજી તેનો ઉકેલ લાવવાનું જાણી ગઈ છું. તેથી હવે મને રમત આસાન લાગે છે, કેમ કે હવે હું તેને સોલ્વ કરતા શીખી ગઈ છું.

 

આ પણ વાંચો: Cricket: ઝાહિર ખાનને આ કારણથી વિરેન્દ્ર સહેવાગ આપવા લાગ્યો હતો ગાળો, જાણો સહેવાગે શું કહ્યુ

આ પણ વાંચો: Tokyo Olympics: હોકી ટીમથી ચાર દાયકાથી જોવાઇ રહી છે રાહ, આ વખતે મેડલ જીતવા આશા

Published On - 12:41 pm, Mon, 12 July 21

Next Article