T-20 League: દિગ્ગજોને મુંઝવી નાખનાર અક્ષર પટેલ સાબિત થઈ રહ્યો છે કિફાયતી બોલર, સિઝનમાં 84 બોલમાં આપ્યા છે માત્ર 64 રન

|

Oct 08, 2020 | 7:51 AM

અઢી વર્ષ પહેલા ભારતીય ટીમથી વિદાય થયા બાદ ગુમનામી ખોવાઇ ગયો હતો. આ સ્પિનર, જોકે હવે ટી-20 લીગ તેના માટે હવે વરદાન બનતી જોવા મળી રહી છે. આ બોલર છે અક્ષર પટેલ. અત્યાર સુધી રવિન્દ્રસિંહ જાડેજા, પિયુષ ચાવલા, સુનિલ નરેન અને કુલદીપ યાદવ જેવા દિગ્ગજ સ્પિનર અસફળ રહ્યા છે. આવી સ્થિતીમાં પણ અક્ષર પટેલ, 14 […]

T-20 League: દિગ્ગજોને મુંઝવી નાખનાર અક્ષર પટેલ સાબિત થઈ રહ્યો છે કિફાયતી બોલર, સિઝનમાં 84 બોલમાં આપ્યા છે માત્ર 64 રન

Follow us on

અઢી વર્ષ પહેલા ભારતીય ટીમથી વિદાય થયા બાદ ગુમનામી ખોવાઇ ગયો હતો. આ સ્પિનર, જોકે હવે ટી-20 લીગ તેના માટે હવે વરદાન બનતી જોવા મળી રહી છે. આ બોલર છે અક્ષર પટેલ. અત્યાર સુધી રવિન્દ્રસિંહ જાડેજા, પિયુષ ચાવલા, સુનિલ નરેન અને કુલદીપ યાદવ જેવા દિગ્ગજ સ્પિનર અસફળ રહ્યા છે.

આવી સ્થિતીમાં પણ અક્ષર પટેલ, 14 ઓવર અત્યાર સુધી કરી છે. અને તેમાં 04.57 રન પ્રતિ ઓવર ખર્ચ કરીને ચાર વિકેટ ઝડપી છે. તેણે અત્યાર સુધી માત્ર 64 રન જ આપ્યા છે. આમ ટી-20 સિઝનમાં એક દમ, કિફાયતી બોલર તરીકે અક્ષર ઉભરી રહ્યો છે. અક્ષરે સિઝનમાં ચાર મેચ રમ્યો છે, પરંતુ એક પણ મેચમાં તે 18 રનથી વધુ રન નથી આપ્યા. કંજુસાઇના મામલામાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન પર પણ ભારે પડ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રાશિદ ખાને પાંચ મેચમાં અત્યાર સુધી 20 ઓવર કરી છે. જેમાં તેણે 05.20 રન પ્રતિ ઓવર સાથે 104 રન આપ્યા છે. તે લીગમાં કિફાયતી બોલરોની યાદીમાં ત્રીજા સ્થાન પર ચાલી રહ્યો છે. તેમના ઉપર એક બાજુ ભારતીય બોલર વોશીંગ્ટન સુંદરે પોતાની કંજુસ બોલીંગ કરી રહ્યો છે. તેણે 04.80 રન પ્રતિ ઓવર 15 ઓવરમાં 72 રન આપ્યા છે.

પ્રથમ ટી-20 લીગમાં 06.13 રન પ્રતિ ઓવર આપ્યા હતા.

કિફાયતી બોલીંગના હિસાબ થી અક્ષર પટેલ માટે વર્ષ 2014 ની ટી-20 લીગમાં કિંગ્સ ઇલેવન માટે પ્રથમ સત્ર સારુ થયુ હતુ. જ્યા તેમણે 17 મેચોમાં 06.13 રન પ્રતિ ઓવર ના હિસાબ થી આપ્યા હતા. જેમાં તેણે 17 વિકેટ ઝડપી હતી.  અક્ષરે આ સિઝનમાં મોકા પ્રમાણે વિવિધતા લાવી રહ્યો છે. સોમવારે તેણે પાવર પ્લેમાં પોતાના સ્વભાવ થી વિપરીત ધીમી બોલ નાંખી હતી, જેમાં એરોન ફીંચ ને આઉટ પણ કર્યો હતો. તેણે અશ્વિન સાથે વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે તે નેટ પર કૈરમ બોલ સારી નાંખી રહ્યો છે, પરંતુ આનો પ્રયોગ જરૂર થવા પર જ કરશે. એટલે કે જ્યારે છગ્ગા ઉડવા લાગશે ત્યારે બેટ્સમેન સામે આ પ્રકારનો બોલ નાંખશે.

રવિન્દ્રસિંહ જાડેજા એ ખર્ચ્યા 09.55 રન.

રન ઓછો આપવાના હિસાબમાં સ્પિનર આ સિઝનમાં આગળ ચાલી રહ્યા છે. જોકે કેટલાંક દિગ્ગજ સ્પિનર આ આઇપીએલમાં ખુબ મોંઘા સાબિત થઇ રહ્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સના રવિન્દ્રસિંહ જાડેજાએ 09.55 રન પ્રતિ ઓવર, ચેન્નાઇ ના પિયુષ ચાવલાએ 08.88, કલકત્તાના સુનિલ નરેને 08.50 અને કલકત્તાના કુલદીપ યાદવે 08.22 પ્રતિ ઓવર ના હિસાબ થી રન આપ્યા છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના યુઝવેન્દ્ર ચહલે 07.57, દિલ્હી કૈપિટલ્સના આર અશ્વિને 07.71 અને કેપિટલ્સના અમિત મિશ્રાએ 07.20 રન પ્રતિ ઓવર ખર્ચ રન કર્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article