ટીમ ઇન્ડીયા સાથે વન ડેમાં પણ સામેલ થવા ઇચ્છે છે અજીંક્ય રહાણે, લાંબા સમયથી છે બહાર

|

Jan 27, 2021 | 8:46 AM

ભારતીય ટીમ (Team India) ને ઓસ્ટ્રેલીયા (Australia) માં શાનદાર વિજય અપાવનારા અને ટેસ્ટમાં કેપ્ટનશીપ નિભાવતા, ક્યારેય નહી હારેલા કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ની નજર હવે વન ડે ક્રિકેટ પર છે.

ટીમ ઇન્ડીયા સાથે વન ડેમાં પણ સામેલ થવા ઇચ્છે છે અજીંક્ય રહાણે, લાંબા સમયથી છે બહાર
Ajinkya Rahane

Follow us on

ભારતીય ટીમ (Team India) ને ઓસ્ટ્રેલીયા (Australia) માં શાનદાર વિજય અપાવનારા અને ટેસ્ટમાં કેપ્ટનશીપ નિભાવતા, ક્યારેય નહી હારેલા કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ની નજર હવે વન ડે ક્રિકેટ પર છે. અજીંક્ય રહાણે લાંબા સમયથી મર્યાદીત ઓવરોના ક્રિકેટથી બહાર છે, પરંતુ તેને ટેસ્ટ ક્રિકેટમાં વાઇસ કેપ્ટન (Vice Captain) તરીકે મોકો મળે છે. જોકે હવે તેણે એક ઇન્ટરવ્યુમાં સારા પ્રદર્શન સાથે વન ડેમાં સ્થાન પાકુ કરી લેવાનો પ્રયાસ કરવાનો એકરાર કર્યો છે. રહાણે પોતાની છેલ્લી વન ડે ભારતીય ટીમ માટે ફેબ્રુઆરી 2018માં રમ્યો હતો.

રહાણેએ ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યુ હતુ કે, હાલમાં ટેસ્ટ ટીમ પર મારુ ધ્યાન કેન્દ્રીત છે. મારો વન ડેમાં રેકોર્ડ પણ સારો રહ્યો છે. સારુ પ્રદર્શન કરતા વન ડે ક્રિકેટમાં પોતાની જગ્યા પાકી કરવા માટે પણ પ્રયાસ કરીશ. રહાણે અત્યાર સુધીમાં 90 વન ડે મેચ રમ્યો છે. જોકે હાલમાં તેને 2018 બાદથી હજુ સુધી વન ડે ટીમ માટે કન્સીડર કરવામાં આવતો નથી. 90 વન ડે મેચોમાં તે 87 ઇનીંગ રમી ચુક્યો છે. જેમાં તે 35 ની સરેરાશ થી 2962 રન બનાવી ચુક્યો છે. જેમાં તેના 3 શતક અને 24 અર્ધ શતક સામેલ છે. વન ડે ક્રિકેટમાં તેનો સ્ટ્રાઇક રેટ 80 ની આસપાસ છે.

2011માં વન ડે ક્રિકેટમાં ડેબ્યુ કરનારા અજીંક્ય રહાણે, તે સમયે લગાતાર ભારતીય ટીમનો હિસ્સો રહ્યા હતા. જોકે બાદમાં તે કેપ્ટન વિરાટ કોહલીએ તેને ફક્ત ઓપનરના રુપમાં જ તેને જોયો અને ટીમથી તેને ડ્રોપ કરી દીધો હતો. અજીંકય રહાણે માને છે કે, તે વન ડે ટીમમાં મધ્યમ ક્રમમાં બેટીંગ કરવા માટે સક્ષમ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જે દેશોમાં દર્શકો ટેસ્ટ ક્રિકેટ જોવા માટે મેદાનમાં નથી આવતા, આવા પ્રદર્શન મેચને મેદાન તરફ ખેંચશે. હવે શ્વાસ રોકી દેવા વાળી ટેસ્ટ સિરીઝ થઇ રહી થે. ડ્રો મેચોની સંખ્યા ઓછી થઇ ગઇ છે, હવે પરિણામ આવવા લાગ્યા છે. જે ખેલાડી IPL રમીને આવી રહ્યા છે, તે જીત માટે ટેસ્ટમાં પણ લક્ષ્ય સાથે જઇ રહ્યો છે. ભારત એ હવે એક બેંચમાર્ક સેટ કરી દીધો છે, કે મોટા મોટા ખેલાડીને ઇજા થવાના બાદ પણ ઓસ્ટ્રેલીયામાં તેના ઘરમાં જ હરાવી શકાય છે. અમે ઓસ્ટ્રેલીયામાં ત્રિરંગો લહેરાવીને બતાવી દીધુ છે કે, ટેસ્ટ ક્રિકેટ પણ રોમાંચક હોઇ શકે છે. હવે જો આવા જ પરિણામ રહ્યા તો લોકો ટેસ્ટ ક્રિકેટથી દુર જઇ રહ્યા છે, તે હવે મેદાનમાં પરત આવી જશે.

Next Article