ભારતીય ક્રિકેટ ટીમની 10 વિકટ ઝડપી વિક્રમ સર્જનાર Ajaz Patel નું વતન ભરૂચનું ટંકારીયા ગામ, પરિવાર અને મિત્રોમાં ખુશીની લહેર

|

Dec 05, 2021 | 3:41 PM

એજાઝ જ્યારે તે આઠ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યુઝીલેન્ડ (New Zeland) માં સ્થાયી થયો હતો. ભરૂચના ટંકારીયા ગામમાં એજાઝ પટેલના અનેક સંબંધીઓ રહે છે. ગામમાં સિદ્ધિને ઉત્સવ તરીકે જોવામાં આવી રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમની 10 વિકટ ઝડપી વિક્રમ સર્જનાર Ajaz Patel નું વતન ભરૂચનું ટંકારીયા ગામ, પરિવાર અને મિત્રોમાં ખુશીની લહેર
Ajaz Patel

Follow us on

શનિવારનો દિવસ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક ઐતિહાસિક બન્યો હતો. ન્યુઝીલેન્ડના સ્પિનર ​​એજાઝ પટેલે (Ajaz Patel) ભારત સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટના 144 વર્ષના ઈતિહાસમાં આવું કરનારો માત્ર ત્રીજો બોલર બન્યો છે.એજાઝ એ મૂળ ભરૂચ(Bharuch)નો વતની છે અને તેના ગામમાં પરિવારજનો અને મિત્રોમાં તેની આ સિદ્ધિથી ખુશીની લહેર ફેલાઈ છે.

એજાઝ જ્યારે તે આઠ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યુઝીલેન્ડ (New Zeland) માં સ્થાયી થયો હતો. એવી ધારણા હતી કે ભારત વિકેટ બચાવી મોટા સ્કોર તરફ આગળ વધશે પરંતુ કિવી ટીમના બોલર એજાઝ પટેલે (Ajaz Patel) આવું થવા દીધું ન હતું. તેણે દિવસની બીજી ઓવરમાં જ ભારતને બે મોટા ઝટકા આપ્યા અને આ સાથે તેણે એવું કામ કર્યું જેનથી ઇતિહાસ રચાયો હતો.

એજાઝનું મૂળ વતન ભરૂચ છે. ભરૂચ જિલ્લાના ટંકારીયા અને કંથારીયા ગામમાં હજુ તેમના પરિવારજનો રહે છે. એજાઝના પારિવારિક સંબંધના દાદા મહમદ કાપડિયા ન્યુઝીલેન્ડથી હાલ વતન ભરૂચમાં આવ્યા છે જેઓ એજાઝની સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેમને ગઈકાલે રાતે એજાઝને ફોન ઉપર અભિનંદન પાઠવ્યા હતા સાથે વતન ટંકારીયા આવવા આમંત્ર પાઠવ્યું હતું જોકે કોરોના ગાઇડલાઇનના કારણે એજાઝે હાલ વતન આવવા અસમર્થતા દર્શાવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભરૂચના ટંકારીયા ગામમાં એજાઝ પટેલના અનેક સંબંધીઓ રહે છે. ગામમાં સિદ્ધિને ઉત્સવ તરીકે જોવામાં આવી રહી છે. પરિવારજનો ઉપર પણ એજાઝની સિદ્ધિ બદલ અભિનંદનની વર્ષા થઇ રહી છે. એજાઝ પટેલના પરિવારજનો અને મિત્રો તેના એચીમેન્ટ બદલ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે .

મહમદ કાપડિયાએ જણાવ્યું હતું કે એજાઝની આ સાતમી ટેસ્ટ મેચ છે. આ પહેલા તે કાનપુર ટેસ્ટમાં પણ રમ્યો હતો પરંતુ ત્યાં પણ તે પોતાની સ્પિનનો વધુ પ્રભાવ બતાવી શક્યો નહોતો પરંતુ મુંબઈમાં તેણે ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. એશિયામાં સૌથી વધુ પાંચ વિકેટ લેનારો એજાઝ ન્યુઝીલેન્ડનો ચોથો બોલર બન્યો છે.એજાઝે આખા પરિવારનું નામ રોશન કર્યું છે.

 

આ પણ વાંચો : IND vs NZ: મુંબઇમાં જન્મ્યો અને ‘મુંબઇ’ માં જ ભારતીયોને મુશ્કેલીમાં મુકી દીધા ! કિવી ટીમ વતી કર્યુ એ કામ જે પહેલા કોઇ નથી કર્યુ

આ પણ વાંચો : IND vs NZ: એજાઝ પટેલનો કમાલ IPL મેગા ઓક્શન દરમ્યાન કરાવી શકે છે સ્પર્ધા, 10 વિકેટનો કમાલ કરોડોની બોલી બોલાવશે !

Published On - 3:39 pm, Sun, 5 December 21

Next Article