AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી T-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે, ટિકિટ ખરીદનારાને રીફંડ મળશે

| Updated on: Mar 15, 2021 | 11:00 PM
Share

Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 મેચ હવે દર્શકો વગર રમાશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસોને પગલે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 મેચ હવે દર્શકો વગર રમાશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસોને પગલે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

કોરોનાના વધતા જતા કેસોને કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી બાકીની ટી-20 મેચો પ્રેક્ષકો વગર બંધબારણે રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રેક્ષકોએ માર્ચ 16, માર્ચ 18 અને માર્ચ 20, 2021ની મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે.

કોરોનાના વધતા જતા કેસોને કારણે જી.સી.એ. દ્વારા બી.સી.સી.આઇ. સાથે ચર્ચાવિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચો બંધ બારણે રમાડવાનો અને દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે. જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે.તેમને સ્ટેડિયમ નહીં આવવા માટે વિનંતી કરવામાં આવે છે, એમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું છે.

Published on: Mar 15, 2021 10:09 PM
g clip-path="url(#clip0_868_265)">