T-20: વિરાટ કોહલીની ઈનીગ્સ જોઈને યુવરાજે યુવા ખેલાડીઓને આપી સલાહ, જુઓ અને શીખો

|

Oct 11, 2020 | 5:14 PM

ટી-20 લીગના ચેન્નાઇ સુપર કિંગ્સ સામેના મુકાબલા દરમ્યાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીની 90 રનની અણનમ ઇનીંગ્સ રહી હતી. ટીમ ઇન્ડીયાના પુર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ને વિરાટ કોહલીની ઇનીગ્સ એટલે હદે પસંદ આવી હતી હતી કે, તેના થી યુવા ખેલાડીઓએ શીખવા માટે સલાહ આપી દીધી હતી. તો વળી યુવરાજ સિંહ ચેન્નાઇને વધુ મહેનત કરવા […]

T-20: વિરાટ કોહલીની ઈનીગ્સ જોઈને યુવરાજે યુવા ખેલાડીઓને આપી સલાહ, જુઓ અને શીખો

Follow us on

ટી-20 લીગના ચેન્નાઇ સુપર કિંગ્સ સામેના મુકાબલા દરમ્યાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીની 90 રનની અણનમ ઇનીંગ્સ રહી હતી. ટીમ ઇન્ડીયાના પુર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ને વિરાટ કોહલીની ઇનીગ્સ એટલે હદે પસંદ આવી હતી હતી કે, તેના થી યુવા ખેલાડીઓએ શીખવા માટે સલાહ આપી દીધી હતી. તો વળી યુવરાજ સિંહ ચેન્નાઇને વધુ મહેનત કરવા માટે સલાહ આપી દીધી હતી. કોહલીના શાનદાર દેખાવ સાથે ની ઇનીંગ્સ ના દમ પર બેંગ્લોર 20 ઓવરમાં ચાર વિકેટ ખોઇને 169 રન બનાવ્યા હતા. જ્યારે ચેન્નાઇ પુરી 20 ઓવર રમવા છતાં પણ 132 રન બનાવી શક્યુ હતુ.

યુવરાજે ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, વિરાટ કોહલીની કેપ્ટન ઇનીંગ્સને જોવી શાનદાર હતી, યુવાન બેટ્સમેનોએ જોઇને શિખવુ જોઇએ કે બોલને હિટ કરવા માટે પોતાના માથા અને ફુટવર્કનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે. ચેન્નાઇ માટે પણ તેણે કહ્યુ હતુ કે થોડી વધુ મહેનત કરે અને સિઝનમાં પરત ફરે. મારો ભરોસો કરો કે આ પોઇન્ટ ટેબલ જલદી થી બદલાઇ જતો હોય છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કેપ્ટન કોહલીએ મુશ્કેલી સ્થિતીમાં ફસેલી પોતાની ટીમને સંભાળી અને ફક્ત 52 બોલમાં 90 રનની અણનમ રમત રમી હતી. કોહલીનુ સિઝનમાં બીજુ અર્ધ શતક હતુ અને બંને વખત કે અણનમ રહ્યા હતા. કોહલીએ આ રમત દરમ્યાન આરસીબી માટે 6000 રન પુરા કર્યા હતા. આ 6000 રન ટી-20 લીગ અને ચૈમ્પીયન્સ લીગ બંનેના મળી ને છે. જેમાથી 5635 રન કોહલીએ ટી-20 માં કર્યા હતા. ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં એક જ ટીમ માટે 6000 રન બનાવનાર કોહલી દુનિનાયાનો પ્રથમ બેટ્સમેન છે. 2008માં ટી-20 લીગની શરુઆત થી કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો હિસ્સો છે.

આ પણ વાંચોઃપ્રદુષિત કચરા સાથેના જહાજને અલંગમાં લાવવા સામે વિરોધ થતા, હવે જહાજને દુબઈમા ચોખ્ખુ કરાયા બાદ અલંગ લવાશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article