Adelaide Testમાં હાર્યા બાદ, કર્યો એવો નિર્ણય કે જેનાથી મળી ભારતને સફળતાઃ રવિન્દ્ર જાડેજા

|

Jan 24, 2021 | 5:28 PM

ઓસ્ટ્રેલિયા (Australia) ને તેના જ ઘરમાં હરાવીને ઐતિહાસિક જીત મેળવીને લગાતાર બીજી વાર બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ભારતે પોતાને નામે કરી હતી. સિરીઝની પ્રથમ ટેસ્ટમા શરમજનક હાર મળી હતી, ત્યાબાદ ભારતે જબરદસ્ત વાપસી કરી સિરીઝને 2-1 થી જીતી લીધી હતી.

Adelaide Testમાં હાર્યા બાદ, કર્યો એવો નિર્ણય કે જેનાથી મળી ભારતને સફળતાઃ રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાએ એડિલેડમાં મળેલી હાર બાદ સિરીઝમાં ટીમની વાપસીને લઇ ખુલાસો કર્યો.

Follow us on

ઓસ્ટ્રેલિયા (Australia) ને તેના જ ઘરમાં હરાવીને ઐતિહાસિક જીત મેળવીને લગાતાર બીજી વાર બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ભારતે પોતાને નામે કરી હતી. સિરીઝની પ્રથમ ટેસ્ટમા શરમજનક હાર મળી હતી, ત્યાબાદ ભારતે જબરદસ્ત વાપસી કરી સિરીઝને 2-1 થી જીતી લીધી હતી. સાથે જ ટીમ ઇન્ડીયા (Team India) એ બ્રિસબેન (Brisbane) માં ઓસ્ટ્રેલીયાને હરાવીને ગાબા મેદાન (Gabba Ground) નો 32 વર્ષનો તેનો અજેય રહેવાનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. આ દરમ્યાન મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) ની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનારા રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ, એડિલેડ (Adelaide) માં મળેલી હાર બાદ સિરીઝમાં ટીમની વાપસીને લઇ ખુલાસો કર્યો છે.

રવિન્દ્ર જાડેજાએ સ્પોર્ટસ ટુડે સાથે વાતચિત કરતા બતાવ્યુ હતુ કે, અમે આ સિરીઝને 3 મેચોની ટેસ્ટ સિરીઝના સ્વરુપે જોવાનો નિર્ણય કરી લીધો હતો. પ્રથમ ટેસ્ટને ભૂલી જાઓ અને ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ માની લો. અમે નિર્ણય કર્યો કે અમે પોઝિટીવ એનર્જી લાવીશુ મેદાન પર અને વાત કરીને એક બીજાને પ્રોત્સાહન આપતા રહીશું. એડિલેડ ટેસ્ટના વિશે ના વિચારીશુ કે ના વાત કરીશું. મેં ખુદ પણ એ ફેંસલો કર્યો હતો કે, હું બેટીંગની પ્રેક્ટીશ કરીશ. મારો માઇન્ડ સેટ પોઝિટીવ હતો કે, મને જ્યારે પણ મોકો મળશે હું ટીમ માટે યોગદાન આપીશ. ઓસ્ટ્રેલીયામાં ઓસ્ટ્રેલીયાની જ સામે રમવુ ખૂબ જ મુશ્કેલ હતુ, તેમનુ બોલીંગ એટેક ખૂબ જ મજબૂત છે. આ વાતચીતો થઇ હતી. ટીમ મિટીંગની અંદર જ.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

રવિન્દ્ર જાડેજા સિડની ટેસ્ટની પ્રથમ પારીમાં બેટીંગ કરતી વખતે ઇજા પામ્યો હતો, જેને લઇને તે ટેસ્ટ સિરીઝ થી બહાર થઇ ગચો હતો. મિશલ સ્ટાર્કનો એક બોલ હાથ પર તેને વાગતા અંગૂઠા પર ઇજા પહોંચી હતી. તેના બાદ તેણે સર્જરી પણ કરાવવી પડી હતી. જાડેજા હાલના દિવસોમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહૈબ પુર્ણ કરી રહ્યો છે. ઇંગ્લેંડ સામેની રમાનારી ટેસ્ટ સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચમાં ઇજાને લઇને તે બહાર થઇ ચુક્યો છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝ આગામી ફેબ્રુઆરી માસની 5 મી એ ચેન્નાઇ થી શરુ થનારી છે.

Next Article