Football મેદાન પર મહાભારત, મેચ પુરી થયા બાદ ટીમો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જુઓ :VIDEO

|

Jan 15, 2022 | 2:55 PM

આ લડાઈ એટલી બેકાબૂ બની ગઈ હતી કે, તેને રોકવા માટે સુરક્ષાકર્મીઓએ કામે લાગવું પડ્યું હતું. તેમજ ઘટના બાદ તરત જ આરોપી ખેલાડી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

Football મેદાન પર મહાભારત, મેચ પુરી થયા બાદ ટીમો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જુઓ :VIDEO
After the football match was over, there was a fierce fight between the teams

Follow us on

Football : ફૂટબોલ(Football)ના મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઝઘડો કોઈ નવી વાત નથી. આવું વારંવાર જોવા મળે છે. પરંતુ, મારપીટ, તે પણ જેમાં તે ઈજા પહોંચાડી શકે છે, ભાગ્યે જ જોવા મળે છે. આફ્રિકા કપ ઓફ નેશન્સ (Africa cup of Nations)ટૂર્નામેન્ટમાં આવી જ એક ભયાનક ઘટના બની છે. ફૂટબોલ મેચ બાદ મધ્ય મેદાનમાં થયેલી લડાઈનો વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ લડાઈ (Fight) એટલી બેકાબૂ બની ગઈ હતી કે તેને રોકવા માટે સુરક્ષાકર્મીઓએ કામે લાગવું પડ્યું હતું. તેમજ ઘટના બાદ તરત જ આરોપી ખેલાડી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

આફ્રિકા કપ ઓફ નેશન્સ ની મેચ બાદ ઘાના અને ગબોનની ટીમો વચ્ચે આ લડાઈ થઈ હતી. બંને ટીમો વચ્ચેનો મુકાબલો 1-1ની બરાબરી પર સમાપ્ત થયો હતો, પરંતુ મેચ પછી મેદાન પર જે રમત શરૂ થઈ હતી તેનો અંદાજો લગાડવો મુશ્કેલ હતો.

મેચ પૂરી થયા પછી ટીમો વચ્ચે ઝપાઝપી થઈ

14 જાન્યુઆરીની સાંજે રમાયેલી આ મેચ બાદ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, આ અથડામણનું કારણ મેચના પરિણામને કારણે સર્જાયેલ frustration છે. ઘાનાની ટીમ લગભગ અંત સુધી મેચમાં 1-0થી આગળ હતી. પરંતુ ત્યારબાદ ગબોને 88મી મિનિટે ગોલ કરીને મેચને બરોબરી પર પહોંચાડી દીધી હતી. ઘાનાના નોકઆઉટ પરિણામોને અસર કરતી મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ. તેની જ અસર મેદાન પર જોવા મળી હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વીડિયોમાં જોઈ શકાય છે આ અથડામણ

વીડિયોમાં તમે ઘાના અને ગબોનના ખેલાડીઓ વચ્ચેની આ અથડામણ જોઈ શકો છો. આ ઘટનામાં દોષિત ઘાનાના સ્ટ્રાઈકર બેન્જામિન ટેટેહ હોવાનું જાણવા મળ્યું છે, જેણે ગબોનના ખેલાડીના મોં પર જોરદાર પંચ માર્યો હતો. બેન્જામિન ટેટેહને તેની ભૂલની સજા આપતી વખતે રેફરીએ રેડ કાર્ડ બતાવ્યું હતું.

દોષિત ખેલાડી ઘાનાના સ્ટ્રાઈકરને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું

24 વર્ષીય સ્ટ્રાઈકર ટેટેહના રેડ કાર્ડનો અર્થ એ છે કે, તે હવે કોમોરોસ સામેની આગામી મંગળવારની મસ્ટ-વિન મેચમાં ઘાના તરફથી રમી શકશે નહીં. એટલે કે મેચ ડ્રો થવાને કારણે ઘાનાની મુશ્કેલીઓ વધી ગઈ હતી.

Next Article