AFGvsIRE: રાશિદ ખાને જાહેર કર્યુ ક્રિકેટમાં પોતાનુ સ્વપ્ન, કહ્યુ બેટીંગમાં કરીશ સુધાર

|

Jan 29, 2021 | 10:00 AM

અંતિમ વન ડે મેચમાં આયરલેન્ડ (Ireland) સામે રાશિદ ખાન (Rashid Khan) ના, ઓલરાઉન્ડ પ્રદર્શન ના દમ પર અફઘાનિસ્તાન (Afghanistan) ની જીત થઇ હતી. જે બાદ તેણે હવે કહ્યુ છે કે, તે પોતાને એક ઓલરાઉન્ડરના રુપમાં પ્રસ્થાપિત કરવા માંગે છે.

AFGvsIRE: રાશિદ ખાને જાહેર કર્યુ ક્રિકેટમાં પોતાનુ સ્વપ્ન, કહ્યુ બેટીંગમાં કરીશ સુધાર
આયરલેન્ડ સામે ડેબ્યુ મેચમાં જ લાઇમલાઇટ પોતાના તરફ ખેંચી લીધી હતી.

Follow us on

અંતિમ વન ડે મેચમાં આયરલેન્ડ (Ireland) સામે રાશિદ ખાન (Rashid Khan) ના, ઓલરાઉન્ડ પ્રદર્શન ના દમ પર અફઘાનિસ્તાન (Afghanistan) ની જીત થઇ હતી. જે બાદ તેણે હવે કહ્યુ છે કે, તે પોતાને એક ઓલરાઉન્ડરના રુપમાં પ્રસ્થાપિત કરવા માંગે છે. રાશિદ ખાને આયરલેન્ડ સામેની ત્રણ મેચની વન ડે સિરીઝમાં પોતાની બેટીંગમાં ઘણો સુધાર દર્શાવ્યો હતો. જરુરીયાત પડવા પર તેણે રન બનાવ્યા હતા. સાથે જ તે મોટા શોટ્સ પણ રમતો નજરે પડ્યો હતો.

પોતાના શાનદાર રમત સાથે આયરલેન્ડ સામે ડેબ્યુ મેચમાં જ લાઇમલાઇટ પોતાના તરફ ખેંચી લીધી હતી. રાશિદ ખાને મધ્યમ ક્રમ ફ્લોપ રહેવાના બાદ અફઘાનિસ્તાનની સ્થિતી સંભાળી હતી. રાશિદે 40 બોલમાં 48 રન કર્યા હતા. ત્યાર બાદ બોલીંગ કરતા 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આમ અંતે અફઘાનિસ્તાનને મેચમાં બનાવી રાખીને જીત મેળવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કરામાતી ખાન તરીકે જાણીતા બની રહેલા રાશિદ ખાન એ ક્રિક બઝ સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, બિલકુલ હું પોતાને એક ઓલરાઉન્ડરના રુપમાં જોઉ છુ. મેં અગાઉ કહ્યુ હતુ કે, મે એક બેટ્સમેનના રુપમાં પોતાનુ કેરીયર શરુ કર્યુ હતુ. જોકે બાદમાં મે પોતાની બોલીંગ પર વધારે કામ કર્યુ હતુ. જોકે હવે હું પોતાની બેટીંગ પર કામ કરવા માંગુ છુ. મને સુધાર કરવા માટે ક્ષેત્ર મળ્યુ છે, ભવિષ્યમાં હું એક પ્રોપર ઓલરાઉન્ડર બનવા માંગુ છુ.

Next Article