આરોપ લાગતા બીસીસીસઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી બોલ્યા, 500 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છુ, યુવાઓને સલાહ આપવાનો મને અધિકાર

|

Sep 29, 2020 | 4:41 PM

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન, અને હાલમાં બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, હાલમાં ભારતીય પ્રીમીયર લીગને લઇને યુએઇમાં છે. આ દરમ્યાન જ ગાંગુલી પર બીસીસીઆઇના અધ્યક્ષ હોવાને લઇને, ટી-20 લીગ ફ્રેંચાઇઝીના ખેલાડીયોને મદદ કરવા સંબંધીત, હિતોને લઇને ગંભીર આરોપ લાગ્યા છે. ગાંગુલીએ પણ આ આરોપોને લઇને કરારા, જવાબ સાથે કહી દીધુ છે કે, મને 500 આંતરરાષ્ટ્રીય […]

આરોપ લાગતા બીસીસીસઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી બોલ્યા, 500 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છુ, યુવાઓને સલાહ આપવાનો મને અધિકાર

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન, અને હાલમાં બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, હાલમાં ભારતીય પ્રીમીયર લીગને લઇને યુએઇમાં છે. આ દરમ્યાન જ ગાંગુલી પર બીસીસીઆઇના અધ્યક્ષ હોવાને લઇને, ટી-20 લીગ ફ્રેંચાઇઝીના ખેલાડીયોને મદદ કરવા સંબંધીત, હિતોને લઇને ગંભીર આરોપ લાગ્યા છે. ગાંગુલીએ પણ આ આરોપોને લઇને કરારા, જવાબ સાથે કહી દીધુ છે કે, મને 500 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ છે. મને યુવા ખેલાડીઓને સલાહ આપવાનો પુરો અધીકાર છે.

એક ક્રિકેટ સંબંધીત સંસ્થા દ્રારા સમાચાર પ્રસિધ્ધ કરાયા મુજબ દિલ્હી કેપીટલ્સ ના કેપ્ટન શ્રેયસ ઐયરે, સિઝનની શરુઆત પહેલા જ સ્ટાર સ્પોર્ટસને એક ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. જેમા તેણે કહ્યુ હતુ કે, તેને એક સારો ખેલાડી અને કેપ્ટન બનાવવામાં ટીમના હેડ કોચ રિકી પોંન્ટીંગ અને સૌરવ ગાંગુલીનુ યોગદાન મહત્વનુ છે. વર્ષ 2019 માં સૌરવ ગાંગુલી દિલ્હીની ટીમના મેન્ટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. જોકે આલોચકોને શ્રેયસની વાત પસંદ પડી નહોતી, અને તેમણે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર હિતોના ટકરાવનો ગંભીર આરોપ લગાવી દીધા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

સૌરવ ગાંગુલીએ પણ આ મામલે એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન આલોચકોને કરારા જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, મે શ્રેયસ ઐયરને પાછલા વર્ષે મદદ કરી હતી. હુ ભલે બીસીસીઆઇ નો અધ્યક્ષ છુ, પરંતુ એ પણ ના ભુલો કે મે ભારત માટે લગભગ 500 મેચ રમી છે. એટલે હું યુવા ખેલાડીઓને વાત કરી ને તેમની મદદ કરી શકુ છુ. પછી એ શ્રેયસ ઐયર હોય કે વિરાટ કોહલી. જો તેમને મદદ જોઇએ તો મદદ કરીશ

દિલ્હી કેપીટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે આ મામલે પોતાની સફાઇ રજુ કરી ચુક્યો છે. કે તે ટી-20 લીગની વર્ષ 2019 ની પાછળની સિઝનની વાત કરતો હતો. આવામં દિલ્હી કેપિટલ્સના મેંટર રહેવા દરમ્યાન સૌરવ ગાંગુલી દ્રારા ટીમના ખેલાડીઓને મદદ કરવી એ કોઇ પણ રીતે હિતોના ઘર્ષણનો મામલો હોઇ શકે નહી. મામલામાં પોતાનો પક્ષ રજુ કરતા ઐયરે ટ્વીટ કર્યુ હતુ. કે એક યુવાન કેપ્ટન હોવાને લઇને હુ રીકી અને દાદાનો શુક્રગુજાર છુ. જેમણે ક્રિકેટર અને કેપ્ટન તરીકે પાછલા વર્ષે મારા કેરીયરમાં મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. મારુ બયાન તેમનો આભાર દર્શાવવા માટે હતુ. કારણ કે આ બંને એ કેપ્ટન તરીકે મારા જીવનમાં અને વિકાસ માટે યોગદાન આપ્યુ છે

આ પણ વાંચોઃT-20 SRH vs DC: હેદરાબાદ સનરાઈઝર્સને ટુર્નામેન્ટમાં પ્રથમ જીતની રાહ, દિલ્હી સતત વિજય જાળવી રાખવા મેદાને ઉતરશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article