AB de Villiers Retires એબી ડી વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ , આઈપીએલમાં પણ નહીં રમે

|

Nov 19, 2021 | 1:21 PM

AB de Villiers Announces Retirement દક્ષિણ આફ્રિકાના ધૂંઆધાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ લીગ ક્રિકેટને અલવિદા કહી દીધું

AB de Villiers Retires  એબી ડી વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ , આઈપીએલમાં પણ નહીં રમે
AB de Villiers

Follow us on

AB de Villiers Announces Retirement દક્ષિણ આફ્રિકાના ધૂંઆધાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે (AB de Villiers) ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એબી ડી વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)ને અલવિદા કહી દીધું હતું પરંતુ હવે આ દિગ્ગજ ખેલાડીએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. મતલબ કે હવે એબી ડી વિલિયર્સ ન તો આઈપીએલ (Indian Premier League)માં રમશે અને ન તો તે બિગ બેશ, પીએસએલ કે અન્ય કોઈ લીગમાં રમતા જોવા મળશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એબી ડી વિલિયર્સે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. સન્યાસના ટ્વીટમાં ડી વિલિયર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ફોટામાં હિન્દીમાં પણ આભાર લખવામાં આવ્યું છે. ડી વિલિયર્સે લખ્યું, ‘મારી સફર શાનદાર રહી છે, હવે મેં ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે એબી ડી વિલિયર્સે  (AB de Villiers)પોતાની આખી T20 કારકિર્દીમાં 9424 રન બનાવ્યા છે. ડી વિલિયર્સ (AB de Villiers )ના બેટમાં 4 સદી, 69 અડધી સદી ફટકારવામાં આવી છે. 340 T20 મેચોમાં તેની બેટિંગ એવરેજ 37.24 હતી જે ખરેખર પ્રશંસનીય છે. મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા ડી વિલિયર્સે તેની ટી20 કારકિર્દીમાં 436 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે 230 કેચ પણ લીધા હતા.

 

ડી વિલિયર્સ (AB de Villiers )ની નિવૃત્તિ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) એક ઈમોશનલ ટ્વીટ કર્યું હતું. આરસીબીએ લખ્યું, ‘એબી ડી વિલિયર્સે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. એક યુગનો અંત. એબી તારા જેવું કોઈ નથી. અમે તમને RCB (Royal Challengers Bangalore)માં ખૂબ જ યાદ કરીશું. તમે ચાહકો માટે જે કર્યું તે ટીમ માટે પ્રેમ. હેપી રિટાયરમેન્ટ લેજેન્ડ.

આ પણ વાંચો :IND vs NZ, 2nd T20I, LIVE Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો

Published On - 1:12 pm, Fri, 19 November 21

Next Article