આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારતમાં ક્રિકેટ સીરીઝનું આયોજન, ઈંગ્લેન્ડ આવશે ભારત પ્રવાસે

|

Dec 08, 2020 | 7:15 PM

કોરોના વાઈરસ મહામારીને લઈને લાંબા સમયથી ભારતમાં કોઈ ક્રિકેટ સીરીઝ યોજી શકાઈ નથી. સાઉથ આફ્રીકા સામેની ઘરેલુ મેદાન પર યોજાનારી સીરીઝ પણ આ જ કારણે રદ કરી દેવાઈ હતી. ત્યારબાદ લોકડાઉન થવાને લઈને કોઈપણ મેચનું આયોજન પણ થઈ શક્યુ નહોતુ. ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ પર પણ ખતરો મંડરાઇ રહ્યો હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે […]

આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારતમાં ક્રિકેટ સીરીઝનું આયોજન, ઈંગ્લેન્ડ આવશે ભારત પ્રવાસે

Follow us on

કોરોના વાઈરસ મહામારીને લઈને લાંબા સમયથી ભારતમાં કોઈ ક્રિકેટ સીરીઝ યોજી શકાઈ નથી. સાઉથ આફ્રીકા સામેની ઘરેલુ મેદાન પર યોજાનારી સીરીઝ પણ આ જ કારણે રદ કરી દેવાઈ હતી. ત્યારબાદ લોકડાઉન થવાને લઈને કોઈપણ મેચનું આયોજન પણ થઈ શક્યુ નહોતુ. ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ પર પણ ખતરો મંડરાઇ રહ્યો હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આઈપીએલની માફક જ યુએઇમાં રમતનું આયોજન કરી શકાય છે. ભારતીય ક્રિકેટ ફેન્સના માટે એક સારા સમાચાર છે કે બીસીસીઆઈ એ પ્રયાસમાં છે કે ઈંગ્લેન્ડ સામેની સીરીઝ યુએઈને બદલે ભારતમાં જ યોજવામાં આવે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ અને ત્રણ વન ડે મેચ તથા પાંચ ટી20 મેચ રમાનારી છે. એક અહેવાલ મુજબ ઈસીબી અને બીસીસીઆઈ પ્રવાસને લઈને તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. સલાહ પણ આપવામાં આવી રહી છે કે કોઈ એક જ વેન્યુ અથવા તેના આસપાસના શહેરોમાં જ રમતનું આયોજન કરવામાં આવે. જો કે સમાચારોની વાતને માનીએ તો બીસીસીઆઈ તેને વધારે શહેરોમાં આયોજીત કરવાની તૈયારીઓ કરી રહ્યુ છે. સીરીઝની કેટલીક મેચ અમદાવાદના નવા મોટેરા સ્ટેડીયમમાં આયોજીત કરવામાં આવી શકે છે. મોટેરા સ્ટેડીયમ હાલમાં દુનિયાનું સૌથી મોટુ સ્ટેડીયમ છે. ટેસ્ટ સીરીઝ ફેબ્રુઆરીમાં રમાનારી છે, વન ડે અને ટી20 સીરીઝ માર્ચ માસમાં રમાશે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પહેલા જ કહી ચુક્યા છે કે, ઇંગ્લેન્ડ ચાર ટેસ્ટ મેચ, ત્રણ વન ડે અને પાંચ ટી20 માટે ભારતનો પ્રવાસ કરી રહ્યો છે. બાઈલેટરલ સીરીઝ કરવી ખૂબ આસાન છે, કારણ કે તેમાં લોકોની સંખ્યા ખૂબ ઓછી હોય છે. તેમણે કહ્યુ હતુ કે, જ્યારે આઠ, નવ કે દશ ટીમ હોય તો એ મુશ્કેલ બની જાય છે. આગળના વર્ષે ભારતે પણ ઈંગ્લેન્ડ પ્રવાસ કરવાનો છે. ટીમ ઇન્ડીયા ઈંગ્લેન્ડ પ્રવાસનો પુર્ણ કાર્યક્રમ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ જારી કરી ચુક્યો છે. ભારતને આગળના વર્ષે ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. પ્રવાસ દરમ્યાન શરુઆત ભારતીય ટીમ ટ્રેંટ બ્રિઝ ટેસ્ટથી 4 ઓગષ્ટથી કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


 

Next Article