IPL 2020ના 5 દિગ્ગજ ખેલાડીઓ કે જેમની કોઈ ફ્રેન્ચાઇઝીએ ન કરી ખરીદી

|

Feb 18, 2021 | 9:40 AM

આઈપીએલની 13 મી સીઝન માટે કોલકાતામાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આઇપીએલની આ સીઝનમાં સૌથી મોંઘી વિદેશી ખેલાડીઓ હતા, ત્યારે ફ્રેન્ચાઇઝીઓએ કેટલાક ખેલાડીઓ માટે બોલી જ લગાવી ન હતી.

IPL 2020ના 5 દિગ્ગજ ખેલાડીઓ કે જેમની કોઈ ફ્રેન્ચાઇઝીએ ન કરી ખરીદી
IPL

Follow us on

IPL 2021 સિઝનના ઓક્શન માટે કુલ 292 ખેલાડીઓ આવશે. જ્યારે 8 ટીમોને કુલ 61 પ્લેયરોની જરૂર છે. ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. આઈપીએલની 13 મી સીઝન માટે કોલકાતામાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આઇપીએલની આ સીઝનમાં સૌથી મોંઘી વિદેશી ખેલાડીઓ હતા, ત્યારે ફ્રેન્ચાઇઝીઓએ કેટલાક ખેલાડીઓ માટે બોલી જ લગાવી ન હતી.

યુસુફ પઠાણ (બેઝ પ્રાઈસ રૂ.1 કરોડ)
આઈપીએલના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ હરાજીમાં વેચાયા ન હતા. યુસુફ પઠાણની બેઝ પ્રાઈસ આઈપીએલ-2020 ની હરાજીમાં 1 કરોડ રૂપિયા હતી, પરંતુ કોઈ પણ ફ્રેંચાઇઝીએ તેના માટે પૈસા ખર્ચવાનું યોગ્ય માન્યું ન હતું. આઈપીએલમાં 37 બોલમાં સદી ફટકારનારા યુસુફ પઠાણે રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી કુલ 174 મેચ રમી છે. આ દરમિયાન તેણે 3204 રન બનાવ્યા હતા અને 42 વિકેટ પણ લીધી હતી.

માર્ટિન ગુપ્ટિલ (બેઝ પ્રાઈસ રૂ.1 કરોડ)
ન્યુઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલને પણ કોઈ ખરીદદાર મળ્યો ન હતો. ગુપ્ટિલને આઈપીએલનો કોઈ ખાસ અનુભવ નથી. તેણે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, કિંગ્સ 11 પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી 13 મેચ રમી છે અને 270 રન બનાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કોલિન મનરો (બેઝ પ્રાઈસ રૂ.1 કરોડ)
કોલિન મનરોને પણ આઈપીએલનો ઓછો અનુભવ છે. તેણે 13 મેચની 2 ઇનિંગ્સમાં માત્ર 15 રન બનાવ્યા હતા. તે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો છે.

ટિમ સાઉથી (બેઝ પ્રાઈસ રૂ.1 કરોડ)
ન્યુઝીલેન્ડના જાણીતા ઝડપી બોલર ટિમ સાઉથી પણ વેચાયા ન હતા. આઈપીએલમાં 40 મેચનો અનુભવ ધરાવનાર ટિમની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી. આઈપીએલમાં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી કુલ 28 વિકેટ ઝડપી છે.

એડમ જૈમ્પા (બેઝ પ્રાઈસ રૂ.1.5 કરોડ)
ઓસ્ટ્રેલિયાના કેટલાક એવા ખેલાડીઓ હતા, જેમાં ફ્રેન્ચાઇઝીઓએ કોઈ રસ દાખવ્યો ન હતો. તેમાંથી એક ઓસ્ટ્રેલિયાના લેગ-બ્રેક બોલર એડમ એડમ જૈમ્પા. તેણે આઈપીએલમાં રાઇઝિંગ પૂણે માટે 11 મેચમાં 19 વિકેટ ઝડપી હતી.

Next Article