12 કેપ્ટન બદલાઇ ચુક્યા પરંતુ દિલ્હીનું કિસ્મત ના પલટી શકાયું, શ્રેયસે ઓછી ઉંમરના કેપ્ટન થઇ ટીમને ફાઇનલમાં પહોંચાડી

|

Nov 11, 2020 | 5:22 PM

T-20 લીગની 13 મી સિઝનમાં આ વખતે કોરોના વાયરસના કારણે યુએઇમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. ટી-20 લીગની મંગળવારે 10, નવેમ્બરે ટાઇટલ મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપીટલ્સને હરાવીને પાંચમી વાર લીગની ચમચમાતી ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. તો વળી ખિતાબની આટલી નજીક આવીને દિલ્હી કેપીટલ્સ પોતાના હાથમાં ટ્રોફીને સજાવી નહોતી શકી. જોકે દિલ્હીની કિસ્મતમાં આ […]

12 કેપ્ટન બદલાઇ ચુક્યા પરંતુ દિલ્હીનું કિસ્મત ના પલટી શકાયું, શ્રેયસે ઓછી ઉંમરના કેપ્ટન થઇ ટીમને ફાઇનલમાં પહોંચાડી

Follow us on

T-20 લીગની 13 મી સિઝનમાં આ વખતે કોરોના વાયરસના કારણે યુએઇમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. ટી-20 લીગની મંગળવારે 10, નવેમ્બરે ટાઇટલ મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપીટલ્સને હરાવીને પાંચમી વાર લીગની ચમચમાતી ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. તો વળી ખિતાબની આટલી નજીક આવીને દિલ્હી કેપીટલ્સ પોતાના હાથમાં ટ્રોફીને સજાવી નહોતી શકી. જોકે દિલ્હીની કિસ્મતમાં આ નવી બાબત નથી. 13 વર્ષના ઇતિહાસમાં 12 કેપ્ટન બદલવા છતા પણ ટીમ ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. વર્ષ દર વર્ષે શર્મનાક પ્રદર્શન પછી પણ ટીમ આ વખતે પ્રથમવાર ફાઇનલમાં જગ્યા બનવવામાં કામિયાબ રહી છે.

ટી-20 લીગની શરુઆતમાં દિલ્હી ફેંન્ચાઇઝીની ટીમ દિલ્હી ડેયરડેવિલ્સના નામથી શામેલ થઇ હતી. પરંતુ વર્ષ 2018 તેનુ નામ બદલીને દિલ્હી કેપીટલ્સ કરી દેવામાં આવ્યુ હતુ. પરંતુ  દર વર્ષે કેપ્ટન પણ બદલતા રહેવામાં આવ્યા છે, છતાં પણ ટીમની કિસ્મત બદલાતી નથી. વર્ષ 2008 પછી વર્ષ 2020 સુધીમાં વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, દિનેશ કાર્તિક, જેમ્સ હોપ્સ, માહેલા જયવર્ધને, રોઝ ટેલર, ડેવિડ વોર્નર, કેવિન પીટરસન, જેપી ડુમિની, ઝાહિર ખાન, કરુણ નાયર અને શ્રેયસ ઐયર દિલ્હીની ટીમના કેપ્ટન રહ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બેશક દિલ્હીની ટીમ ટાઇટલ જીતી શકી નથી, પરંતુ શ્રેયસ ઐયર ખુબ જ નજીક પહોચી ગયો હતો. શ્રેયસની કેપ્ટનશીપમાં દિલ્હી ની ટીમ પ્રથમ વાર ટી-20 લીગના ફાઇનલમાં પહોંચી ગઇ હતી. .

આ પહેલા સુધી દિલ્હીની ટીમ ક્યારેય ટાઇટલના મુકાબલામાં પહોચી શકી જ નથી. શ્રેયસ ઐયર આ સાથે જ ટી-20 લીગ ફાઇનલમાં કેપ્ટનશીપ કરવા વાળા સૌથી યુવાન કેપ્ટન બની રહ્યો છે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article