WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ જીતનારી ટીમ થશે માલામાલ, જાણો કેટલી રકમનું છે ઇનામ

|

Jun 14, 2021 | 9:15 PM

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World test championship) ફાઇનલ મે 18 જૂનથી શરુ થશે. બે વર્ષની લાંબી સફર બાદ હવે ચેમ્પિયનશીપ તેના અંતિમ અને નિર્ણાયક તબક્કે પહોંચી છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) બંને ટેસ્ટ ટોપર ટીમો છે. બંને ટીમો ટ્રોફીને હાંસલ કરવા એકબીજાને ટક્કર આપશે.

WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ જીતનારી ટીમ થશે માલામાલ, જાણો કેટલી રકમનું છે ઇનામ
Virat Kohli-Ken Williamson

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World test championship) ફાઇનલ મે 18 જૂનથી શરુ થશે. બે વર્ષની લાંબી સફર બાદ હવે ચેમ્પિયનશીપ તેના અંતિમ અને નિર્ણાયક તબક્કે પહોંચી છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) બંને ટેસ્ટ ટોપર ટીમો છે. બંને ટીમો ટ્રોફીને હાંસલ કરવા એકબીજાને ટક્કર આપશે. પરંતુ જે ટીમ ટ્રોફી ઉઠાવશે, તે ટીમ માલામાલ ટીમ પણ થશે.

બંને દેશો વચ્ચે સાઉથમ્પ્ટનમાં રમાનારી મેચ સામાન્ય ટેસ્ટ મેચની માફક જ રમાશે. પરંતુ તે એક ફાઇનલ મેચના રુઆબ સાથે રમાશે. મેચ માટે એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. પાંચ દિવસ દરમ્યાન કુદરતી આફત કે અન્ય સમયને બગાડતી સ્થિતી સર્જાય તેવા સંજોગોમાં રિઝર્વ ડેનો ઉપયોગ કરાશે. જો મેચનું પરિણામ ડ્રો આવે તો, સંયુક્ત વિજેતા ઘોષિત કરવામાં આવશે.

વિજેતા ટીમને અપાશે આટલી રકમ
ટુર્નામેન્ટના આયોજક ICC એ સોમવારે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચની ઇનામની રકમનો ખુલાસો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સનુસાર ICC ના સીઇઓ જ્યોફ એલરડાઇસના હવાલાથી ઇનામી રકમની જાણકારી સામે આવી છે. ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ વિજેતા ટીમને 1.6 મીલીયન અમેરિકન ડોલર ઇનામ મળશે. ભારતીય રુપિયા પ્રમાણે તે આંકડો 11.71 કરોડ રુપિયા થવા પામે છે. તો વળી ઉપવિજેતા ટીમને 8 લાખ ડોલર, એટલે કે 5.85 કરોડ રુપિયાની રકમ મળશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વિજેતા ટીમને અપાશે ગદા

જેવી રીતે ICC દ્રારા મેચ ડ્રો પરિણામને લઇને અગાઉ સુયંક્ત વિજેતાની વાત કહી છે. તેવી જ રીતે ઇનામી રકમને બરાબર હિસ્સે વહેંચવામાં આવશે. તેમજ વિજેતા ટ્રોફીના રુપે ટેસ્ટ ચેમ્પિયનશીપ ગદા પણ આપવામાં આવશે. જે ગદા દર વર્ષે ટેસ્ટ રેન્કીંગમાં ટોચ પર રહેનારી ટીમને આપવામાં આવી રહી છે.

‘ગદા’ આપીને ટેસ્ટ ચેમ્પિયનનુ સન્માન કરાશે

અન્ય ટીમોને શુ મળશે

તો વળી ત્રીજા સ્થાન પર રહેલ ઓસ્ટ્રેલીયાની ટીમને 4.50 લાખ ડોલર એટલે કે 3.29 કરોડ રુપિયા અપાશે. ચોથા સ્થાને રહેલ ઇંગ્લેંડની ટીમને 3.50 લાખ ડોલર એટલે કે, 2.56 કરોડ રુપિયા મળશે. પાંચમાં નબરની ટીમને 1.46 કરોડ રુપિયા અપાશે. જ્યારે બાકી રહેલ ચારેય ટીમોને એક એક લાખ ડોલર એટલે કે, 73 લાખ રુપિયા આપવામાં આવશે.

Published On - 9:15 pm, Mon, 14 June 21

Next Article