પ્રાયમરી અને સેકન્ડરી માર્કેટ વચ્ચે શું તફાવત છે?

TV9 GUJARATI

|

Updated on: Sep 29, 2022 | 5:40 PM

જો તમે શેરબજારમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારે પહેલા પ્રાયમરી અને સેકન્ડરી માર્કેટ (Primary and secondary market) વચ્ચેનો તફાવત સમજવો જોઈએ.

પ્રાયમરી અને સેકન્ડરી માર્કેટ વચ્ચે શું તફાવત છે?
Primary And Secondary Market

Follow us on

શેરબજારના નિષ્ણાતો સામાન્ય રીતે પ્રાયમરી અને સેકન્ડરી માર્કેટ (Secondary Market) જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. તમે પણ ઘણી વાર પ્રાઈમરી (Primary Market) અને સેકન્ડરી માર્કેટ વિશે ઘણી વાર સાંભળ્યું હશે. શું તમે જાણો છો કે તેનો અર્થ શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે? ખરેખર શેરબજારો બે પ્રકારના હોય છે – પ્રાયમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. શું તમે જાણો છો કે તેઓ એકબીજાથી કેવી રીતે અલગ છે?

પ્રાયમરી માર્કેટ

નવી સિક્યોરિટીઝ જેમ કે નવા શેર અને બોન્ડ પ્રાઈમરી માર્કેટમાં જાહેર કરવામાં આવે છે. પ્રાઈમરી માર્કેટમાં કંપનીઓ રોકાણકારોને શેર વેચે છે અને પૈસા ભેગાં કરે છે. પ્રાયમરી માર્કેટમાં કંપની અને રોકાણકારો વચ્ચે સીધા વ્યવહારો થાય છે. એવી ઘણી જુદી જુદી રીતો છે જેના દ્વારા કંપની પ્રાયમરી માર્કેટમાં મૂડી ભેગી કરી શકે છે. જેમાં પબ્લિક ઈશ્યુ (IPO), પ્રાઈવેટ પ્લેસમેન્ટ અને રાઈટ્સ ઈશ્યુનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ કંપની સ્ટોક એક્સચેન્જ દ્વારા તેનો કેટલોક હિસ્સો વેચીને પહેલી વખત રોકાણકારો પાસેથી પૈસા ભેગાં કરે છે, ત્યારે તેને તેના માટે IPO શરૂ કરવો પડશે.

પ્રાયમરી માર્કેટમાં રોકાણ કરવા માટે તમારી પાસે ડીમેટ ખાતું હોવું જરૂરી છે, જે બ્રોકરેજ અથવા બેંકો સાથે ખોલી શકાય છે. આવું જ એક પ્લેટફોર્મ છે 5paisa (https://www.5paisa.com/open-demat-account) જ્યાં ડીમેટ ખાતું ખોલી શકાય છે. આ પ્રક્રિયા દ્વારા કંપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. પ્રાયમરી માર્કેટમાં પ્રવેશવાનો કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય પૈસા ભેગાં કરવાનો છે. પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારો માત્ર શેર ખરીદી શકે છે અને તેને વેચી શકતા નથી. ખરીદેલા શેર વેચવા માટે તેમને સેકન્ડરી માર્કેટમાં જવું પડશે.

સેકન્ડરી માર્કેટ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) જેવા સ્ટોક એક્સચેન્જ – સેકન્ડરી માર્કેટ છે, જ્યાં તમે IPO દરમિયાન ખરીદેલા શેર વેચી શકો છો. આ માર્કેટમાં લિસ્ટેડ કંપનીના શેરની ખરીદી અને વેચાણ થાય છે. જ્યારે આપણે સ્ટોક એક્સચેન્જ પર શેર ખરીદીએ છીએ અને વેચીએ છીએ, ત્યારે આપણે સેકન્ડરી માર્કેટમાં ટ્રેડિંગ કરીએ છીએ.

સેકન્ડરી માર્કેટમાં રોકાણકારો (ખરીદનારા અને વેચનાર) વચ્ચે પૈસા અને શેરની આપ-લે થાય છે. સેકન્ડરી માર્કેટમાં થઈ રહેલા વ્યવહારોમાં કંપની સામેલ નથી. સેકન્ડરી માર્કેટને “આફટર માર્કેટ” તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે જે શેર પહેલાથી જાહેર કરવામાં આવ્યા છે તે અહીં ટ્રેડ થાય છે.

પ્રાયમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ વચ્ચેનો તફાવત

– પ્રાઈમરી માર્કેટમાં નવા શેર અને બોન્ડ જાહેર કરવામાં આવે છે, જ્યારે સેકન્ડરી માર્કેટમાં પહેલાથી જાહેર કરાયેલા શેર અને બોન્ડનું ખરીદી-વેચાણ થાય છે.

– પ્રાઈમરી માર્કેટમાં વ્યવહારો કંપની અને રોકાણકાર વચ્ચે થાય છે, જ્યારે સેકન્ડરી માર્કેટમાં વ્યવહારો રોકાણકારો વચ્ચે થાય છે. કંપની આમાં સામેલ નથી.

-પ્રાઈમરી માર્કેટમાં કરવામાં આવેલા વ્યવહારો દ્વારા પૈસા સીધા કંપનીને જાય છે, જ્યારે સેકન્ડરી માર્કેટમાં રોકાણકારો વચ્ચે વ્યવહારો થાય છે.

વધુ જાણવા માટે 5Paisa પર જાઓ. (https://www.5paisa.com/open-demat-account)

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati