ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે છે, જાણો કેમ?

ઇલેક્ટ્રિક કેબ સ્ટાર્ટઅપ બ્લુસ્માર્ટ કંપની પર આર્થિક સંકટ સંડોવાયેલું છે. બ્લુસ્માર્ટ કંપનીના કો-ફાઉન્ડર પર નાણાંકીય ગરબડી કર્યા હોવાના સમાચાર બહાર આવ્યા છે. આ અંગે સેબી દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે છે, જાણો કેમ?
| Updated on: Apr 20, 2025 | 1:38 PM

ઇલેક્ટ્રિક કેબ સ્ટાર્ટઅપ બ્લુસ્માર્ટ કંપની પર આર્થિક સંકટ સંડોવાયેલું છે. બ્લુસ્માર્ટ કંપનીના કો-ફાઉન્ડર પર નાણાંકીય ગરબડી કર્યા હોવાના સમાચાર બહાર આવ્યા છે. આ અંગે સેબી દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ, હાઈ-પ્રોફાઇલ રોકાણકારોની ચિંતા વધી ગઈ છે અને કંપનીએ ઘણા શહેરોમાં તેની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું છે કે, કંપની પર પૈસાના દુરુપયોગનો અને નાણાંકીય અનિયમિતતાનો આરોપ લાગ્યો છે. કંપનીએ દિલ્હી-એનસીઆર, મુંબઈ અને અન્ય શહેરોમાં તેની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. હવે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

બ્લુસ્માર્ટના કો-ફાઉન્ડર્સ સામે લાગ્યા ગંભીર આરોપો

બ્લુસ્માર્ટના કો-ફાઉન્ડર અનમોલ સિંહ જગ્ગી અને તેમના ભાઈ પુનિત સિંહ જગ્ગી, જેઓ જેન્સોલ એન્જિનિયરિંગના પ્રમોટર પણ છે. તેમના પર જેન્સોલ કંપનીના નામે લીધેલી લોનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. સેબીની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ નાણાંનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓને બદલે મોટા ફ્લેટ, મોંઘા ગોલ્ફ કિટ્સ, ટ્રાવેલ અને અન્ય બ્રાન્ડેડ વસ્તુઓ પર કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ 262 કરોડ રૂપિયાનો ખોટી રીતે ઉપયોગ થયો છે, જેનો હજુ સુધી કોઈ સ્પષ્ટ હિસાબ મળ્યો નથી.

બેંગલુરુ સ્થિત બ્લુસ્માર્ટ કંપનીએ રોકાણકારો પાસેથી 4,100 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જેમાં ઘણી સેલિબ્રિટીઓએ રોકાણ કરેલું છે. આમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, અભિનેત્રી દીપિકા પાદુકોણ, ખ્યાતનામ ઉદ્યોગપતિ સંજીવ બજાજ અને ભારત-પેના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરનો પણ સમાવેશ થાય છે. દીપિકા પાદુકોણ કંપનીના શરૂઆતના રોકાણકારોમાંની એક હતી. દીપિકાની ફેમિલી ઓફિસમાંથી 2019માં આ કંપનીમાં $3 મિલિયનનું રોકાણ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, કંપનીના એન્જલ ફંડિંગ રાઉન્ડમાં $3 મિલિયનનું રોકાણ કરવામાં આવ્યું હતું.

 

‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના ભૂતપૂર્વ જજ અને રોકાણકાર અશ્નીર ગ્રોવરે પણ બ્લુસ્માર્ટમાં રોકાણ કર્યું હતું. તેમણે X પર લખ્યું હતું કે, તેમણે વ્યક્તિગત રીતે 1.5 કરોડ રૂપિયા અને મેટ્રિક્સ દ્વારા 25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમણે આ પરિસ્થિતિમાં પોતાને એક ‘પીડિત રોકાણકાર’ ગણાવ્યા અને આશા વ્યક્ત કરી છે કે, કંપની ટૂંક સમયમાં આ કટોકટીમાંથી બહાર નીકળશે.

બિઝનેસના લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Published On - 1:35 pm, Sun, 20 April 25