Share Market : Sensex 600 પોઈન્ટથી વધુ તૂટ્યો, રોકાણકારોને રૂ. 2 લાખ કરોડનું નુકસાન

આજે બજારમાં ખાસ ગતિ જોવા મળી નથી. ગઈકાલના ઘટાડા પછી બજાર ફ્લેટ શરૂ થયું છે. જોકે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો વધુ થતો જણાય છે. 

Share Market : Sensex  600 પોઈન્ટથી વધુ તૂટ્યો, રોકાણકારોને રૂ. 2 લાખ કરોડનું નુકસાન
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 12:01 PM

વૈશ્વિક બજારમાં મોટા પ્રમાણમાં નકારાત્મક વલણ, વિદેશી ભંડોળના સતત આઉટફ્લોને કારણે સાપ્તાહિક F&Oની સમાપ્તિના દિવસે બજાર નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. એચડીએફસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ઈન્ફોસીસના શેરમાં ઘટાડાને કારણે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.

નબળી રહી હતી શરૂઆત  શેરબજારમાં આજે ફ્લેટ શરૂઆત જોવા મળી હતી. વીકલી એક્સપાયરી ડે અને વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે આજે બજારમાં ખાસ ગતિ જોવા મળી નથી. ગઈકાલના ઘટાડા પછી બજાર ફ્લેટ શરૂ થયું છે. જોકે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો વધુ થતો જણાય છે. સેન્સેક્સ આજે 60,291.70 પર ખુલ્યો હતો જયારે નિફટીએ 17,967.45 પર કારોબારની શરૂઆત કરી હતી.

Nykaa ના શેર 5 % તૂટ્યા ગઈ કાલે બમ્પર લિસ્ટિંગ કરનાર Nykaaનો શેર આજે સવારે 5% ઘટીને રૂ 2,095 પર આવી ગયો છે. આ IPO માં રોકાણકારોએ નફો કર્યો છે. આ સાથે તેનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી નીચે આવી ગયું છે. શેર બપોરે 12 વાગે 2,135.70 ના સ્તરે દેખાયો હતો

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આજે આ કંપનીઓના પરિણામ જાહેર થશે આજે Tata Steel, Balkrishna Industries, Bharat Dynamics, Engineers India, Godrej Consumer Products, HUDCO, Natco Pharma, NHPC, NMDC, Power Finance Corporation, Prestige Estates Projects, RailTel Corporation, Suryoday Small Finance Bank और Zee Entertainment Enterprisesસહિતની કંપનીઓ માટે આજે સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.

IPO Update બુધવારે Paytm નો IPO લગભગ અઢી ગણો ભરાઈને બંધ થયો. SAPPHIRE FOODS ના ઈશ્યુનો આજે છેલ્લો દિવસ છે. આ IPO બીજા દિવસ સુધી સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ કર્યું હતું. બીજી તરફ LATENT VIEW ANALYTICSના IPOને સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ દિવસે 6 ગણા થી વધુ સબ્સ્ક્રાઇબ કર્યું છે.

વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેત વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળ્યા હતા. એશિયામાં તેજી શરૂ થઇ છે પરંતુ SGX NIFTY 0.25 % નીચે ટ્રેડ કરી રહ્યો હતો. DOW FUTURES માં પણ ફ્લેટ બિઝનેસ થયો છે. ગઈ કાલે યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. ઓક્ટોબરમાં CPI મોંઘવારી 30 વર્ષની ટોચે પહોંચતાં ચિંતા વધી છે.

બુધવારે ઘટાડા સાથે બંધ થયું હતું શેરબજાર સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 80 પોઈન્ટ (0.13%) ઘટીને 60,352 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 પોઈન્ટ (0.15%) ઘટીને 27,080 પર બંધ થયો હતો. ઇન્ડસઇન્ડ બેન્કના શેર 3.21% ઘટીને બંધ થયા છે. ગયા અઠવાડિયે, શેર એક જ દિવસમાં 10% તૂટ્યો હતો.

આ  પણ વાંચો :  High Return Stock : 100 રૂપિયાથી સસ્તાં આ શેરે 1 વર્ષમાં આપ્યું 62% રિટર્ન, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?

આ પણ વાંચો :  ઇંધણના ઊંચા ભાવ મામલે રાહતના સમાચાર: હવે પ્લાસ્ટિકમાંથી બનશે પેટ્રોલ – ડીઝલ, જાણો શું હશે 1 લીટરની કિંમત

g clip-path="url(#clip0_868_265)">