AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapphire Foods IPO: Devyani International બાદ વધુ એક KFC -Pizza Hut ઓપરેટર કંપની લાવશે રોકાણની તક , જાણો વિગતવાર

હાલના સમયમાં રોકાણકારોનો સૌથી વધુ IPO તરફ ઝુકાવ દેખાઈ રહ્યો છે. દેવયાની ઇન્ટરનેશનલ પછી વધુ એક KFC, પિઝા હટ ઓપરેટર કંપનીએ IPO માટે SEBI સમક્ષ દસ્તાવેજ સબમિટ કર્યા છે. સેફાયર ફૂડ્સ(Sapphire Foods)ની IPO પ્રક્રિયા ઝડપથી આગળ વધરવા પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સેફાયર ફૂડ્સ ભારતીય ઉપખંડમાં આવકની દ્રષ્ટિએ YUM બ્રાન્ડની સૌથી મોટી […]

Sapphire Foods IPO: Devyani International બાદ વધુ એક KFC -Pizza Hut ઓપરેટર કંપની લાવશે રોકાણની તક , જાણો વિગતવાર
Sapphire Foods IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 8:19 AM
Share

હાલના સમયમાં રોકાણકારોનો સૌથી વધુ IPO તરફ ઝુકાવ દેખાઈ રહ્યો છે. દેવયાની ઇન્ટરનેશનલ પછી વધુ એક KFC, પિઝા હટ ઓપરેટર કંપનીએ IPO માટે SEBI સમક્ષ દસ્તાવેજ સબમિટ કર્યા છે. સેફાયર ફૂડ્સ(Sapphire Foods)ની IPO પ્રક્રિયા ઝડપથી આગળ વધરવા પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સેફાયર ફૂડ્સ ભારતીય ઉપખંડમાં આવકની દ્રષ્ટિએ YUM બ્રાન્ડની સૌથી મોટી ફ્રેન્ચાઈઝ ઓપરેટર છે.

નાણાકીય વર્ષ 2022 માં કંપનીની આવક તુલનાત્મક રીતે સૌથી વધુ હતી. 1,75,69,941 ઇક્વિટી શેર Sapphire Foodsના IPOઓ હેઠળ વેચવામાં આવશે. આ IPO વેચાણ માટે સંપૂર્ણ ઓફર ફોર સેલ રાખશે. આ શેર કંપનીના હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે.

ઓફર ફોર સેલ ઓફર ફોર સેલમાં QSR મેનેજમેન્ટ ટ્રસ્ટ( QSR Management Trust) 8.5 લાખ ઇક્વિટી શેર વેચશે જ્યારે સેફાયર ફૂડ્સ મોરેશિયસ(Sapphire Foods Mauritius) 55,69,533 ઇક્વિટી શેર વેચશે. WWD RUBY 48,46,706 ઇક્વિટી શેરનું વેચાણ કરશે.

એમિથિસ્ટ(Amethyst) 39,61,737 ઇક્વિટી શેર વેચશે જ્યારે AAJV Investment Trust 80,169 ઇક્વિટી શેર વેચશે. એડલવાઇસ ક્રોસઓવર ઓપર્ચ્યુનિટીસ (Edelweiss Crossover Opportunities) દ્વારા 16,15,569 ઇક્વિટી શેર વેચશે. એડલવાઇસ ક્રોસઓવર(Edelweiss Crossover) 6,46,227 ઇક્વિટી શેર વેચશે.

તાજેતરમાં શર્મા કેપિટલ અને YUM બ્રાન્ડના સૌથી મોટા ફ્રેન્ચાઇઝી ઓપરેટર દ્વારા પ્રમોટ કરેલા સેફાયર ફૂડ્સે(Sapphire Foods) ખાનગી ઇક્વિટી રોકાણકારો પાસેથી 1.15 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

આ રોકાણકારોમાં Creador, NewQuest Capital Partners और TR Capitalનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય કે Sapphire Foods KFC, Pizza Hut અને Taco Bell નામથી 437 રેસ્ટોરન્ટ ચલાવે છે. કંપનીમાં Samara Capital, Goldman Sachs, CX Partners, Creador અને Edelweiss રોકાણ ધરાવે છે.

Devyani International નું લિસ્ટિંગ 56% પ્રીમિયમ પર થયું હતું . દેવયાની ઇન્ટરનેશનલ શેર 56% પ્રીમિયમ પર લિસ્ટ થઇ છે. BSE પર તે 141 રૂપિયા લિસ્ટ થઇ હતી.. કંપનીની ઈશ્યુ પ્રાઈસ 90 રૂપિયા હતી. આજે NSE પર લિસ્ટીંગ 56 ટકા પ્રીમિયમ સાથે 140.90 રુપિયા પર થઇ હતી.

ચાલુ વર્ષે 40 નવી કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ આ વર્ષે અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 40 નવી કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ છે. આ કંપનીઓએ લગભગ 68,000 કરોડ એકત્ર કર્યા છે. RBIના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો સ્થાનિક યુનિકોર્ન સાહસો આઈપીઓ સાથે મૂડી બજારમાં પ્રવેશ કરે તો વર્ષ 2021 આઈપીઓ વર્ષ (IPO Year) બની શકે છે. આ આઈપીઓ સાથે જ્યારે સ્થાનિક શેરબજારોમાં તેજી છે ત્યારે તેઓ વૈશ્વિક રોકાણકારોને પ્રેરિત કરવા માટે કામ કરી રહ્યા છે. યુનિકોર્ન એક અબજ ડોલરની માર્કેટ મૂડી સાથેના સ્ટાર્ટ-અપ્સ છે.

આ પણ વાંચો :  IPO માર્કેટમાં રિટેલ ઇન્વેસ્ટર્સ મોટા ખેલાડી સાબિત થઇ રહ્યા છે, નવી કંપનીઓની લિસ્ટિંગમાં ઝડપી વધારો

આ પણ વાંચો :  Emcure Pharma IPO : આવી રહી છે કમાણીની તક, આ ફાર્મા કંપની 4500 કરોડનો IPO લાવશે , જાણો કંપની અને યોજનાઓ વિશે અહેવાલમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">