High Return Stocks: 42 રૂપિયાના શેરે 5 વર્ષમાં 1850% આપ્યું રિટર્ન ,1 લાખના થયા 19.5 લાખ! જાણો સ્ટોક વિશે વિગતવાર

લગભગ 5 વર્ષ પહેલા 23 સપ્ટેમ્બર 2016 ના રોજ કંપનીના શેરની કિંમત 42.5 રૂપિયા હતી પરંતુ મંગળવારે કારોબારની શરૂઆતમાં શેરની કિંમત 820 રૂપિયા પ્રતિ શેર સુધી દેખાઈ છે.

High Return Stocks: 42 રૂપિયાના શેરે 5 વર્ષમાં 1850% આપ્યું રિટર્ન ,1 લાખના થયા 19.5 લાખ! જાણો સ્ટોક વિશે વિગતવાર
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 9:13 AM

High Return Stocks: શેરબજારની આ કંપનીએ તેના રોકાણકારોને 5 વર્ષમાં 1850 ટકાથી વધુ નફો આપ્યો છે. આ કંપનીનું નામ Raghav Productivity Enhancersછે. તે માઇક્રોકેપ સ્ટોક છે. જેની BSE પર છેલ્લી કિંમત 790 રૂપિયા છે.

5 વર્ષમાં 1852% રિટર્ન લગભગ 5 વર્ષ પહેલા 23 સપ્ટેમ્બર 2016 ના રોજ કંપનીના શેરની કિંમત 42.5 રૂપિયા હતી પરંતુ મંગળવારે કારોબારની શરૂઆતમાં શેરની કિંમત 820 રૂપિયા પ્રતિ શેર સુધી દેખાઈ છે. એટલે કે 5 વર્ષમાં આ સ્ટોકે તેના રોકાણકારોને 1852 ટકા વળતર આપ્યું છે. આ સ્ટોકે એક વર્ષમાં 652 ટકાનું વળતર આપ્યું છે. 6 મહિનામાં કંપનીએ 241 ટકાનું વળતર આપ્યું છે, જોકે છેલ્લા એક મહિનામાં તેના શેરમાં થોડી નરમાઈ હતી.

1 લાખ રૂપિયા 19.52 લાખ થયા તેથી જો તમે પાંચ વર્ષ પહેલા આ કંપનીના સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 19.52 લાખ રૂપિયા હોત. જો 5 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોત તો આજે તેની કિંમત 97.61 લાખ રૂપિયા હોત. જો તમે તેની સરખામણી સેન્સેક્સ સાથે કરો તો સેન્સેક્સે આ પાંચ વર્ષ દરમિયાન 101% વળતર આપ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કંપનીએ 2 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા 30.9 કરોડ રૂપિયાની કંપનીના 6 લાખ અનસિક્યોર્ડ કમ્પલસરી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (CCD) ખરીદશે. ત્યાર બાદ આ સ્ટોક રૂ. 716.9 થી 14.38 ટકા વધીને 820 રૂપિયા થયો હતો.

પ્રસંશનીય પ્રદર્શન Raghav Productivity Enhancersએ તેની સમકક્ષ કંપનીઓની તુલનામાં છેલ્લા પાંચ વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન ટાટા સ્ટીલનો હિસ્સો 239.48% વધ્યો છે, JSW સ્ટીલનો હિસ્સો 268.47% વધ્યો છે. આ સિવાય આ ઉદ્યોગના અન્ય મોટા પ્લેયર સેલનો શેર એક વર્ષમાં 147.43% ટકા ઉછળ્યો છે જ્યારે જિંદાલ સ્ટીલના સ્ટોકે આ સમયગાળામાં તેના શેરધારકોને 369.09% વળતર આપ્યું છે.

સારી વાત એ છે કે Raghav Productivity Enhancersના શેરનું પ્રદર્શન તેની આર્થિક સ્થિતિ અનુસાર છે. જયપુર સ્થિત આ કંપની મોટા પાયે ખનિજોનું ઉત્પાદન કરે છે અને પથ્થર સપ્લાયર તરીકે કામ કરે છે. કંપની ફેરો એલોય, રેમિંગ માસ, સિલિકા રેમિંગ મિક્સ અને પિગ આયર્નનું ઉત્પાદન અને નિકાસ કરે છે.

આ પણ વાંચો :  Vijaya Diagnostic IPO Allotment : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ અને ક્યારે થશે લિસ્ટિંગ ?

આ પણ વાંચો : IPO Allotment Status : શું તમે આ ગુજરાતી કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે ? આ બે રીતે તમારા શેરની સ્થિતિ ચકાસો

g clip-path="url(#clip0_868_265)">