AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છેલ્લા 1 વર્ષમાં આવેલા IPO પૈકી 75% એ રોકાણકારોના પૈસામાં વૃદ્ધિ કરી, એક વર્ષમાં 87 હજાર કરોડનું રોકાણ થયું

છેલ્લા 1 વર્ષ દરમિયાન લૉન્ચ થયેલા 47માંથી 15 IPO એવા છે જેણે તેમની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં બમણું વળતર આપ્યું છે. આમાં રોકાણકારોને 100% થી 366% વળતર મળ્યું છે.

છેલ્લા 1 વર્ષમાં આવેલા IPO પૈકી 75% એ રોકાણકારોના પૈસામાં વૃદ્ધિ કરી, એક વર્ષમાં 87 હજાર કરોડનું રોકાણ થયું
Medicare Ltd IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 8:44 AM
Share

છેલ્લા એક વર્ષથી પ્રાઇમરી માર્કેટમાં તેજીનો ધમધમાટ છે. ગયા વર્ષના નવેમ્બરથી અત્યાર સુધીમાં એટલે કે એક વર્ષ દરમિયાન 47 શેર શેરબજારમાં લિસ્ટ થયા છે. આ પૈકી 3 IPO ના શેર હજુ સુધી લિસ્ટેડ થયા નથી. 1 વર્ષ દરમિયાન જે 47 કંપનીઓના આઈપીઓ માર્કેટમાં લિસ્ટ થયા છે તેમાંથી 75 ટકા શેરોએ પોઝિટિવ રિટર્ન મેળવ્યું છે. આ પૈકી 15 એવા સ્ટોક છે જેણે રોકાણકારોના નાણાં બમણા કર્યા છે. પારસ ડિફેન્સે સૌથી વધુ 367 ટકા રિટર્ન આપ્યું છે જ્યારે માત્ર 12 યોજનાઓમાં રોકાણકારોને નેગેટિવ રિટર્ન મળ્યું છે.

આ Blockbuster ઇશ્યુએ 100% થી 366% રિટર્ન આપ્યું છેલ્લા 1 વર્ષ દરમિયાન લૉન્ચ થયેલા 47માંથી 15 IPO એવા છે જેણે તેમની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં બમણું વળતર આપ્યું છે. આમાં રોકાણકારોને 100% થી 366% વળતર મળ્યું છે. આ તમામ IPO ગયા વર્ષે નવેમ્બર બાદથી બજારમાં લિસ્ટેડ છે.

Paras Defence       : 366% Nureca                    : 338% Laxmi Organic      : 231% Barbeque Nat        : 227% MTAR Tech           : 205% Stove Kraft            : 179% Burger King          : 170% Tatva Chintan      : 163% Gland Pharma     : 145% Macrotech Dev    : 141% G R Infra              : 140% Clean Science      : 130% Sona BLW           : 129% Nazara                 : 109% Equitas Bank     : 100%

12 કંપનીએ આપ્યું નેગેટિવ રિટર્ન 1 વર્ષ દરમિયાન 12 નવા લિસ્ટેડ શેરોએ રોકાણકારોને નિરાશ કર્યા છે જેમાં રોકાણકારોના નાણાંમાં ઘટાડો થયો છે. આ નામો આ યાદીમાં ABSL AMC, Sansera Eng, APTUS VALUE, Nuvoco Vistas, CarTrade Tech, Krsnaa Diagnost, Windlas Biotech, Glenmark Life, Kalyan Jeweller, Suryoday Small, IRFC અને Antony Waste સામેલ છે.

87 હજાર કરોડ એકત્રિત કરાયા છેલ્લા 1 વર્ષ દરમિયાન 47 કંપનીઓના શેર શેરબજારમાં લિસ્ટ થયા છે. આ કંપનીઓએ IPO દ્વારા લગભગ 87000 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ગયા વર્ષના બીજા અર્ધ સાપ્તાહિક સમયગાળામાં આર્થિક રિકવરીના સંકેતોને કારણે પ્રાથમિક બજારમાં સારી સંખ્યામાં કંપનીઓ પ્રવેશી હતી. બજારમાં હાલની લિક્વિડિટીના કારણે પણ કંપનીઓનું આકર્ષણ વધ્યું છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન નવા જમાનામાં બિઝનેસ ધરાવતી તમામ કંપનીઓએ લિસ્ટિંગમાં રસ દાખવ્યો હતો. તે જ સમયે કંપનીઓએ પણ ભૂતકાળમાં બજારમાં આવેલી તેજીનો લાભ લીધો છે.

આ પણ વાંચો :  દેશમાં Cash Less સિસ્ટમની રચનાના પ્રયાસો વચ્ચે આર્થિક વ્યવહારોમાં વિક્રમી વધારો, લોકો પાસે 28.30 લાખ કરોડ રૂપિયા કેશ પડયા છે

આ પણ વાંચો :  Upcoming IPO : આગામી સપ્તાહે 3 કંપનીઓ લાવી રહી છે રોકાણની તક, સતત ત્રણ દિવસ IPO ખુલી રહ્યા છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">