AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 08 જાન્યુઆરી: પરિવારના સભ્યો સાથે કોઈપણ ધાર્મિક કાર્ય કરવામાં આવશે, તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેશે

Aaj nu Rashifal: કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થવાની સંભાવના, સલામતીના નિયમોનું પાલન કરો

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 08 જાન્યુઆરી: પરિવારના સભ્યો સાથે કોઈપણ ધાર્મિક કાર્ય કરવામાં આવશે, તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેશે
Horoscope Today Libra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:05 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અશાંત દિનચર્યામાંથી થોડી રાહત મળશે. જે કામ માટે તમે આશા છોડી દીધી હતી, આજે તેનાથી સંબંધિત કામ થઈ શકે છે. યુવાનોએ પોતાના ભવિષ્ય માટે આયોજન કરવું જોઈએ, સમય સાનુકૂળ છે.

રૂપિયા અને પૈસાના ચોપડાને લઈને થોડી મૂંઝવણ રહેશે. મિત્ર સાથે જોડાયેલો જુનો વિવાદ ફરી ઉભો થઈ શકે છે. ઉશ્કેરાઈ જવાને બદલે શાંતિથી ઉકેલ શોધો. બિનજરૂરી કામોમાં ખર્ચ પણ વધી શકે છે.

વ્યવસાયિક ગતિવિધિઓ યથાવત રહેશે. સહકર્મીનું નકારાત્મક વલણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી તમારા નિર્ણયને અનુસરો. પબ્લિક ડીલિંગ અને લિન્કેજને મજબૂત કરવામાં પણ સમયનું રોકાણ કરો.

લવ ફોકસઃ- પરિવારના સભ્યો સાથે કોઈપણ ધાર્મિક કાર્ય કરવામાં આવશે, તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેશે. અને પરસ્પર પ્રેમ અને સંવાદિતાની લાગણી પણ હશે.

સાવચેતી- કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થવાની સંભાવના છે. સલામતીના નિયમોનું પાલન કરો, બેદરકાર ન બનો.

લકી કલર- બ્રાઉન લકી અક્ષર- O ફ્રેંડલી નંબર – 9

g clip-path="url(#clip0_868_265)">