Kamla Beniwal Profile: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના કાર્યકાળ દરમિયાન લોકાયુકત મુદ્દે વિવાદમાં રહેલા રાજયપાલ

Kamla Beniwal Profile: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના કાર્યકાળ દરમિયાન લોકાયુકત મુદ્દે વિવાદમાં રહેલા રાજયપાલ
Kamla Beniwal Gujarat Governor full profile in Gujarati

Kamla Beniwal Gujarat Governor Full Profile in Gujarati: માત્ર 11 વર્ષની વયે ઈન્દિરા ગાંધીએ 'તામ્રપત્ર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ગુજરાતના કાર્યકાળ દરમિયાન લોકાયુક્તના મુદ્દે વિવાદમાં આવ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Jun 24, 2022 | 10:34 AM

કમલા બેનીવાલ (Kamla Beniwal)ગુજરાત રાજ્યનાં  રાજયપાલ  (Gujarat Governor) બન્યા તે અગાઉ તેઓ ત્રિપુરાનાં રાજ્યપાલ પદે પણ રહી ચૂક્યા હતા. ૮૩ વર્ષની વયે તેઓ કોઇપણ ઉત્તર પૂર્વીય રાજ્યોના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ રાજસ્થાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા રહ્યા હતા અને ઘણી કોંગ્રેસ સરકારોમાં પ્રધાન તરીકે પણ સેવા આપેલી છે.તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌથી વરિષ્ઠ રાજકારણી છે. તેમણે લાંબા સમય સુધી રાજસ્થાન કોંગ્રેસ રાજ્ય સરકારમાં ઘણા મહત્વપૂર્ણ મંત્રી પદ સંભાળ્યા છે. સાથે જ ગુજરાતમાં રાજયપાલ તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ લોકાયુક્તની નિમણૂક કરીને વિવાદમાં આવ્યા હતા.

અગંત જીવન(Personal Life)

કમલા બેનીવાલ રાજસ્થાનના જાટ પરિવારમાં 12 જાન્યુઆરી 1927ના રોજ ગૌરીર ગામમાં જન્મ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ પૂર્ણ થયું હતું. તેમના લગ્ન રામચંદ્ર બેનીવાલ સાથે તયા હતા.

શિક્ષણ (Education)

જયપુરમાંથી તેમણે અર્થાશાસ્ત્ર, પોલિટીકલ સાયન્સ, અને સાહિત્યમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમજ હિન્દી અને સંસ્કૃત પણ તેમને ગમતા વિષ્ય હતા. ત્યાર બાદ તેઓ વનસ્થળી વિદ્યાપીઠમાંથી ઇતિહાસ વિષય સાથે M.A. થયા હતા.

ડો. કમલા બેનીવાલ કુશળ તરવૈયા, ઘોડેસવાર અને કળા પ્રેમી છે. તેમની વિશેષતા હતી કે માત્ર 11 વર્ષની ઉંમરે તેમણે ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો. આ માટે ભારતના ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ ‘તામ્રપત્ર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજકીય કારર્કિર્દી(Political Career)

અભ્યાસ પૂરો કર્યા બાદ કમલા બેનીવાલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. 1954માં 27 વર્ષના કમલા વિધાનસભા ચૂંટણી જીતીને રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા. ત્યાર બાદ તેઓએ અશોક ગેહલોત સરકારમાં ગૃહ, શિક્ષણ અને કૃષિ સહિત અનેક વિભાગોની મંત્રી તરીકે જવાબદારી સંભાળી. તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. દરમિયાન, રાજસ્થાનના વિપક્ષી નેતાઓ અને સામાજિક કાર્યકરોએ કમલા બેનીવાલ સહિત કોંગ્રેસના અનેક મંત્રીઓ પર જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીની રૂ. 1,000 કરોડની જમીન ગેરકાયદેસર રીતે વેચવાનો આરોપ મૂક્યો હતો. કમલા પર નકલી દસ્તાવેજો પર લોકોને સસ્તા દરે જમીન આપવાનો આરોપ હતો.

કમલાએ તે સમયે કહ્યું હતું કે અમને કિસાન સ્ટ્રેટેજિક કો-ઓપરેશન કમિટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો છેલ્લા 41,000 દિવસોથી સતત 16 કલાક ખેતરોમાં કામ કરે છે. કિસાન વ્યૂહાત્મક સહકારી સહકારી સમિતિ જયપુરની એક સહકારી સંસ્થા છે, જેને કમલા બેનીવાલે કૃષિ કાર્ય માટે જમીન ફાળવી હતી. આ ઘટના બાદ જયપુર કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટના રજિસ્ટ્રારે કડક પગલાં લઈને આ કમિટી સામે તપાસ શરૂ કરી હતી અને તપાસ બાદ જાણવા મળ્યું હતું કે કમિટીએ સરકારને ખોટો રિપોર્ટ આપીને જમીન પચાવી પાડી હતી. આ પછી રાજ્યસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં ભારે હોબાળો થયો હતો

લોકાયુક્તની નિમણૂક મુદ્દે ચર્ચાસ્પદ બન્યો ગુજરાતનો કાર્યકાળ

કમલાને 27 નવેમ્બર 2009ના રોજ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ કેન્દ્ર સરકારે તેમને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમનો ગુજરાતનો કાર્યકાળ લોકાયુક્તની નિમણૂક મુદ્દે ચર્ચાસ્પદ બન્યો હતો.

ઓગસ્ટ 2011માં કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં સરકારની દેખરેખ માટે લોકાયુક્તની નિમણૂક કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ પછી, કમલા બેનીવાલે રાજ્યના પૂર્વ જજ આર.એ. મહેતાને રાજ્યના પ્રથમ લોકાયુક્ત તરીકે નિયુક્ત કર્યા. તે સમયે તેમણે રાજ્ય સરકારની સલાહ લીધા વિના ગુજરાત લોકાયુક્ત એક્ટ 1986ની કલમ 3 હેઠળ લોકાયુક્તની નિમણૂક કરી હતી.  આ નિર્ણયથી રાજ્ય સરકારને ભારે આંચકો લાગ્યો અને લોકાયુક્તની નિમણૂક ન કરી. થોડા સમય બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સરકાર લોકાયુક્તની નિમણૂકને લઈને ગંભીર બની અને વિધાનસભામાં લોકાયુક્ત બિલ પસાર કરીને રાજ્યપાલને મોકલ્યું હતું, જેને રાજ્યપાલે અનેક કારણોને ટાંકીને બિલ પર સહી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

શું હતો લોકાયુક્તનો વિવાદ?

લોકાયુક્ત સરકારના નિરીક્ષણ માટે ખાસ તો ભ્રષ્ટાચાર પર દેખરેખ રાખતી રાજય સ્તરીય એકમ છે અને ઓગસ્ટ 2011માં કમલા બેનીવાલે ન્યાયમૂર્તિ આર.એ.મહેતાને લોકાયુકત તરીકે નિયુક્ચત કર્યા હતા. ગુજરાત સરકારે લોકાયુકતની નિમણૂકમાં વિલંબ કરાત કમલા બેનીવાલે તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારને ધ્યાનમાં ન લેતા લોકાયુક્તની નિમણૂક કરી હતી.

ઓગસ્ટ 2011માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા બાદ તેના પિતાએ હાઇ કોર્ટમાં જનહિતની અરજી કરી હતી. જેમાં લોકાયુક્તની નિમણૂકમાં વિલંબ માટે સરકારને કારણ બતાઓ નોટિસ પાઠવવામાં આવી હતી. જવાબમાં ગુજરાત સરકારે પાચં મંત્રીઓની એક સમિતિનું ગઠન કર્યું હતુ. રાજયપાલની એકતરફી કામગીરીને જોતા ગુજરાત સરકારે તે ઓર્ડરને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો. જોકે સુપ્રીમે પણ લોકાયુક્તને નિમણૂકને કાયદાકીય ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકાયુકતનું પદ 9 વર્ષથી ખાલી છે તે સારી પરિસ્થિતિ નથી. પીઠે કહ્યું હતું કે રાજયપાલ દ્વારા તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી તેવી સ્થિતિમાં લોકાયુક્તની નિમણૂક ગેરકાયદે નથી.

ત્યાર બાદ ડો. કમલા બેનીવાલની 6 જુલાઈ 2014ના રોજ મિઝોરમમાં બદલી કરવામાં આવી હતી. હાલમાં તે મિઝોરમના રાજ્યપાલ છે

કમલા બેનીવાલના રાજયપાલ તરીકેના કાર્યકાળ

  1. 15 ઓક્ટોબર 2009 – 26 નવેમ્બર 2009 ત્રિપુરા
  2. 27 નવેમ્બર 2009 – 6 જુલાઈ 2014 ગુજરાત
  3. 6 જુલાઈ 2014થી વર્તમાન સમય સુધી – મિઝોરમમાં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati