યોગી પ્રધાનમંડળના વિસ્તરણની અટકળો તેજ, ચૂંટણીને અનુલક્ષીને કરાશે પ્રધાનમંડળનું વિસ્તરણ

|

Jul 19, 2021 | 8:41 PM

UP Government Expansion ઉતર પ્રદેશમાં આગામી વર્ષે, વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે યોગી આદિત્યનાથ ચૂંટણીને ધ્યાને લઈને પ્રધાનમંડળના વિસ્તરણનો ( cabinet expansion ) ગંજીપો ચિપશે.

યોગી પ્રધાનમંડળના વિસ્તરણની અટકળો તેજ, ચૂંટણીને અનુલક્ષીને કરાશે પ્રધાનમંડળનું વિસ્તરણ
CM Yogi Aditya nath

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રીય પ્રધાન મંડળના વિસ્તરણ (Cabinet expansion) બાદ હવે ઉતરપ્રદેશમા યોગી સરકારના ( Yogi government ) પ્રધાનમંડળના વિસ્તરણ માટેની અટકળ તેજ બની છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં નવુ પ્રધાન મંડળ અસ્તિત્વમાં આવી શકે છે. પ્રધાનમંડળના વિસ્તરણ અંગે ટૂંક સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ઉતર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ અને યુપી ભાજપના સંગઠન મહામંત્રી સુનિલ બંસલ બેઠક યોજી શકે છે.

પ્રધાનમંડળના વિસ્તરણમાં નવા કયા ચહેરાને સ્થાન મળશે અને કોને પડતા મુકાશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. કેન્દ્રીય પ્રધાનમંડળની માફક જ, યોગી સરકારના કેટલાક પ્રધાનોને પડતા મુકીને પક્ષની કામગીરી સોપવામાં આવે તેવી સંભાવના છે. નવા પ્રધાનમંડળમાં ઓછામાં ઓછા છ નવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેમ મનાઈ રહ્યું છે.

ઉતર પ્રદેશમાં ( Uttar Pradesh ) આગામી વર્ષે, વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે યોગી આદિત્યનાથ ( Yogi Adityanath ) ચૂંટણીને ધ્યાને લઈને પ્રધાનમંડળનો ગંજીપો ચિપશે. જે પ્રધાનોની કામગીરી સંતોષકારક નહી હોય તેવા પ્રધાનોને સ્થાને નવા પ્રધાનોને સ્થાન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તેમના પ્રધાનમંડળના વિસ્તરણમાં ઉતરપ્રદેશની ચૂંટણીને ધ્યાને લઈને જ્ઞાતિ, જાતિને ધ્યાને લઈને કેટલાક પ્રધાનોને સ્થાન આપ્યુ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણમાં ભાજપના સાથીપક્ષ અપના દળના અનુપ્રિયા પટેલ, મોહનલાલગંજના કૌશલ કિશોર, ભાનુ પ્રતાપ વર્મા, બી એલ વર્મા, એસ પી સિંઘ બઘેલ, અજય મિશ્રા અને પકંજ ચૌધરીનો સમાવેશ થાય છે.

ઉતરપ્રદેશના રાજકીય વિશ્લેષકોના મતે, ઉતરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે પ્રધાનમંડળનુ વિસ્તરણ કરીને ભાજપની બગડી રહેલી છાપને સુધારવાનો પ્રયાસ કરાશે. ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં ફરી જીતવા માટે, જ્ઞાતિ અને જાતિના સમિકરણને ધ્યાને લઈને નવા ચહેરાને સ્થાન આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Next Article