રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓચિંતી મુલાકાત કરી છે.. મુલાકાત બાદ નીતિન પટેલે મોદી સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા. આ મુલાકાતના ફોટોગ્રાફ્સમાં વડાપ્રધાન મોદી અને નીતિન પટેલ બંને પ્રસન્ન મુદ્રામાં જણાય છે. આ મુલાકાત બાદ તેવી ચર્ચા વહેતી થઇ છે કે નીતિન પટેલને પીએમ મોદી કેન્દ્ર સરકાર તરફથી કોઇ મહત્વની જવાબદારી આપી શકે છે..
મહત્વનું છે કે અગાઉ સરકારમાંથી રાજીનામું આપ્યું તે વખતે નીતિન પટેલને કોઇ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવશે તેવી વાતો વહેતી થઇ હતી. પરંતુ તેવું કંઈ થયું નહોતું.જોકે આ મુલાકાત બાદ એવી વાત પણ જાણવામાં આવી છે કે નીતિન પટેલને કેન્દ્ર સરકારના મહત્વના વિભાગ કે કચેરીમાં હોદ્દો અપાય તેવી શક્યતા છે.. જોકે નીતિન પટેલે આ મુલાકાતને ઔપચારિક ગણાવી હતી. પીએમ મોદીને મળવા નીતિન પટેલે એક અઠવાડિયા પહેલા સમય માગ્યો હતો. જેથી પીએમ મોદીએ તેમને મળવા બોલાવ્યા હતા.
આજે તા. ૧૮/૧૦/૨૦૨૧ને સોમવારના રોજ દેશના લોકપ્રિય અને સતત પ્રજાલક્ષી નિર્ણયો કરનાર માન. વડાપ્રધાનશ્રી @narendramodi જી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાન સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી. pic.twitter.com/AgGUVmCqbs
— Nitin Patel (@Nitinbhai_Patel) October 18, 2021
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને નીતિન પટેલ સહિતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે
આ પણ વાંચો : Ahmedabad: આરોગ્ય તંત્રનો મોટો નિર્ણય, હોસ્પિટલમાં દર્દીઓના કેસની વિગતમાં વેક્સિનની માહિતી લખવી ફરજીયાત