રુપાણી સરકારના એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો, જાણો શું છે તેની પાછળનું કારણ?

|

Dec 03, 2019 | 2:18 PM

આગામી સપ્તાહમાં ગુજરાત રાજ્યનું 3 દિવસીય વિધાનસભા સત્ર હાથ ધરાશે. જ્યાં ફરી એક વાર સરકાર તથા વિપક્ષ પ્રજાના મુદ્દે આમને સામને આવે અને ચર્ચાઓ ઉગ્ર બને એવી સંભાવનાઓ છે.  જો કે તમામ રાજકીય ઉઠાપટલ વચ્ચે છેલ્લા 2 મહિનામા રાજ્ય સરકારે 15 જેટલા પ્રજા લક્ષી નિર્ણય લીધા છે. ત્યારે સરકારના અચાનક કરાયેલા ગીયરઅપ મોડ તથા એક્શન […]

રુપાણી સરકારના એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો, જાણો શું છે તેની પાછળનું કારણ?

Follow us on

આગામી સપ્તાહમાં ગુજરાત રાજ્યનું 3 દિવસીય વિધાનસભા સત્ર હાથ ધરાશે. જ્યાં ફરી એક વાર સરકાર તથા વિપક્ષ પ્રજાના મુદ્દે આમને સામને આવે અને ચર્ચાઓ ઉગ્ર બને એવી સંભાવનાઓ છે.  જો કે તમામ રાજકીય ઉઠાપટલ વચ્ચે છેલ્લા 2 મહિનામા રાજ્ય સરકારે 15 જેટલા પ્રજા લક્ષી નિર્ણય લીધા છે. ત્યારે સરકારના અચાનક કરાયેલા ગીયરઅપ મોડ તથા એક્શન પાછળનું કારણ જાણવા પ્રયત્ન કરીશું.

કોઇ પણ રાજ્ય સરકાર માટે પ્રજાહીત સર્વોપરી હોય છે અને જ્યારે પ્રજા અને સત્તાધારી પક્ષ વચ્ચે નાતો તેટૂ છે અથવા તો પ્રજા સત્તાપક્ષથી હતાશ અને નારાજ હોય છે ત્યારે હારનો સામનો કરવો પડે છે.  આવુ જ કંઇક થયું ગુજરાતની પેટાચૂંટણીમા પરિણામમાં. જેમા ભાજપને 3 બેઠકો પર કારમી રીતે હારનો સામનો કરવો પડ્યો અને જો હજુ પણ સરકાર અને સંગઠનનુ સોશિયલ એન્જિયરીંગ પ્રજા સાથે નહી સુધરે તો આગામી દિવસોમા આવનારા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે કોર્પરેશન કે પછી વિધાનસભાની ચૂંટણી હોય આકરા પરિણામ આવી શકે છે.

પરિણામને લઈને આ વાતથી ભાજપ ખૂબ સારી રીતે વાકેફ છે અને આ જ કારણ છે સરકાર અને વહીવટી તંત્ર સફાળુ જાગ્યુ છે.  પ્રજાલક્ષી મુદ્દાઓ પર હવે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે ક્યાંક ને કયાંક સરકારનો રાજ્યમા આવી રહેલા આગામી ચૂંટણી માટે ઇમેજ બિલ્ડીંગનો પણ પ્રયાસ છેે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જોઈએ ક્યાંં ક્યાં મહત્વના નિર્ણયો સરકારે લીધા છે?

કમોસમી વરસાદથી પરેશાન ખેડૂતો માટે રૂ. 3795 કરોડનું રાહત પેકેજ

 સમગ્ર રાજ્યમાં મગફળીની ટેકાનાં ભાવે ખરીદી, ભેજવાળી મગફળીની પણ સૂકવણી બાદ ખરીદી

રાજ્યની 16 આરટીઓ ચેકપોસ્ટની કાયમી ધોરણે નાબૂદી

આરટીઓના ધક્કા ખાવામાંથી લોકોને રાહત આપવાનો પ્રયાસ

લર્નિંગ લાયસન્સ, ડુપ્લિકેટ દસ્તાવેજો સહિત વિવિધ કામો માટે આરટીઓએ ન જવું પડે તે હેતુસર આરટીઓની નવી 7  સેવાઓ ઓનલાઈન કરાઈ

નવી શરતની જમીન સીધી બિનખેતી કરાવી શકાશે, એક અરજીમાં તમામ કામ મંજૂર થઇ શકશે.

બિનખેતી પ્રક્રિયા ઓનલાઈન અને તાત્કાલિક થઈ શકશે

મહેસૂલી તંત્રમાં ધરખમ ફેરફારો કરી લોકોની હાલાકી ઘટાડવાનો પ્રયાસ

મહેસૂલી કચેરીઓમાં નોંધાતી અરજીઓની ટ્રેકીંગ અને મોનીટરીંગની સુવિધા

ઓનલાઈન બિનખેતી પરવાનગી તથા ખેડૂત ખાતેદાર ખરાઈની કાર્યપદ્ધતિમાં ધરખમ સુધારો

અમદાવાદ – રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની તૈયારીઓ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

1900 કરોડ રૂપિયાના ખર્ચે ભાવનગર બંદર વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપવા મંજૂરી

નવલખીમાં 192 કરોડ રૂપિયાનાં ખર્ચે નવી આધુનિક જેટીને મંજૂરી

દક્ષિણ ગુજરાતમાં કપરાડા તાલુકામાં 11 ચેકડેમના 9985 કરોડ રૂપિયાના બાંધકામ માટે મંજૂરી

પંચમહાલના 85 આદિવાસી ગામો માટે 250 કરોડની સિંચાઈ યોજના મંજૂરી

ઉદ્યોગો માટે વીજ શુલ્ક માફી અરજીઓ ઓનલાઈન મંજૂર કરતું વેબપોર્ટલ લોન્ચ

MSME એકમોને વિવિધ મંજૂરી લેવામાંથી ૩ વર્ષ સુધી મુક્તિ, ઓનલાઈન પોર્ટલ લોન્ચ

વિરમગામ ડેવલપમેન્ટ પ્લાનને માત્ર 2 માસમાં જ મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેમ પેટાચૂંટણીના પરિણામો એ ભાજપ પર વિપરીત અસર કરી છે ક્યાક ને ક્યાક બેકફૂટ પર જવાનો વારો આવ્યો છે.  ત્યારે કોગ્રેસમાં ફરી એક વાર પ્રાણ પૂરાયા છે અને એના જ કારણે ગુજરાત કોંગ્રેસ નિષ્ક્રીય વિપક્ષની ભૂમિકામાંથી સક્રિય રોલમાં આવી છે. ખેડૂતોની નુકસાનીનો મુદ્દો હોય કે પેપર લીકનો મુદ્દો હોય તમામ પર કોંગેસ ભાજપને મજબૂત રીતે ઘેરી રહી છે કોંગ્રેસ દ્વારા સતત સરકારની કાર્યદક્ષતા પર સવાલ ઉભા કરવામા આવ્યા છે.   ખેડુતોનો મુદ્દો હોય કે પછી પેપરલીક સરકાર તમામ મોર્ચે નિષ્ફળ હોવાનો આક્ષેપ થાય છે.

ભાજપ આ તમામ બાબતોને રદીયો આપ્યો છે સરકારે છેલ્લાં 3 વર્ષમા 1300થી 1400 નિર્ણય પ્રજા લક્ષી લીધા હોવાનુ જણાવ્યુ છે. મહત્વનુ છે લોકસભા ચૂંટણીના પરિણામોથી ભાજપના નેતાઓ ઉત્સાહિત હતા. જો કે 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામોએ સ્થિતિ બદલી છે ત્યારે મુખ્યમંત્રીએ પોતે કેટલાક નિર્ણયો ઝડપથી લઇને ભાજપ સરકાર લોકો માટે કામ કરતી હોવાનો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. તે તમામની વચ્ચે મહારાષ્ટ્રના સત્તામાંથી બહાર થયેલા ભાજપની અસર ગુજરાતમાં આવે એ પણ સ્વાભાવિક છે ત્યારે સરકાર અને ખાસ કરીને CM વિજય રૂપાણી પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયાસ કરી રહ્ચા છે જો કે આ પ્રયાસ કેટલો સાર્થક નિવડશે એ જોવુ રહ્યું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:02 pm, Tue, 3 December 19

Next Article