ગુજરાતમાં પેટા ચૂંટણીનો જંગ: જાણો ભાજપમાં ચૂંટણી ઈન્ચાર્જની નિમણૂક પાછળ શું છે રાજકીય સમીકરણો?

|

Sep 26, 2020 | 3:47 PM

ભાજપ દ્વારા પેટા ચૂંટણી માટે કામગરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રીઓ તથા સંગઠનના પદાધિકારીઓ આવતીકાલથી સોંપવામાં આવેલી બેઠક પર પ્રવાસ શરૂ કરશે. આ વખતે ભાજપ માટે બેઠકો પર જીત મેળવવા કરતા વધુ આંતરિક સંઘર્ષ ખાળવાનો છે અને એ જ કારણ છે કે  વિધાનસભામાં ચૂંટણી નિરિક્ષકોની ટીમની પસંદગી કરવામાં આવી છે. Facebook પર તમામ […]

ગુજરાતમાં પેટા ચૂંટણીનો જંગ: જાણો ભાજપમાં ચૂંટણી ઈન્ચાર્જની નિમણૂક પાછળ શું છે રાજકીય સમીકરણો?

Follow us on

ભાજપ દ્વારા પેટા ચૂંટણી માટે કામગરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રીઓ તથા સંગઠનના પદાધિકારીઓ આવતીકાલથી સોંપવામાં આવેલી બેઠક પર પ્રવાસ શરૂ કરશે. આ વખતે ભાજપ માટે બેઠકો પર જીત મેળવવા કરતા વધુ આંતરિક સંઘર્ષ ખાળવાનો છે અને એ જ કારણ છે કે  વિધાનસભામાં ચૂંટણી નિરિક્ષકોની ટીમની પસંદગી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

મોરબીમાં મંત્રી સૌરભ પટેલ અને સંગઠનમાંથી આઈ કે જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. સૌરભ પટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને મોરબીમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે જેથી તેનું સમર્થન મળી રહે તો બીજી તરફ એ વિસ્તાર પહેલા ધ્રાંગધ્રા બેઠકમાં આવતો હતો.  આથી ત્યાં આઈ કે જાડેજા સારું પ્રભુત્વ ધરાવે છે અને ક્ષત્રિય હોવાના કારણે ત્યાંના મતદારોને રિઝવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ બેઠક પર ગત ચૂંટણીમા પાટીદાર ઈફેક્ટના લીધે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે પાર્ટીએ બ્રિજેશ મેરજાને ટીકીટ આપવાનું લગભગ નકકી છે ત્યારે કાંતિ અમૃતિયા નારાજ છે. આથી સ્વાભાવિક રીતે પાટીદાર વોટબેંક જો કોંગેસ તરફી જાય તો ભાજપને ફરી બેઠક ગુમાવવાનો વારો આવે. જેના કારણે સંગઠન સ્તરેથી તમામ સમીકરણો યોગ્ય રીતે બેસાડવા તેમજ અસંતોષ ખાળવા આઈ કે જાડેજાને જવાબદારી આપવામાં આવી છે.

લીમડી બેઠકની વાત કરીએ તો  આ બેઠક માટે મંત્રી આર સી ફળદુ અને નીતિન ભારદ્વાજને જવાબદારી સોંપવામાં આવી છે. આર સી ફળદુ સંગઠન પ્રમુખ હતા ત્યારથી જ તેમની પકડ આ વિસ્તારમાં સારી છે અને નીતિન ભારદ્વાજ સીએમની નજીકના માનવામાં આવે છે.  ઉપરાંત તેઓ રાજકોટના છે જેથી તે સૌરાષ્ટ્માં સારી પકડ ધરાવે છે અને આ બેઠક પર ઉમેદવારનું નામ પણ લગભગ નક્કી માનવામાં આવે છે.  જેના માટે આ બે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

કરજણ બેઠક પર પ્રદીપસિંહ જાડેજા અને શબ્દ શરણ બ્રહ્મભટ્ટને જવાબદારી સોંપાઈ છે. જેનું પણ ચોક્કસ કારણ છે એ સીટમાં ભાજપમાં આંતરિક વિખવાદ છે જેના કારણે જ 2017માં ભાજપે એ સીટ ગુમાવી હતી. આ ઘટનાનું પુનરાવર્તનના થાય એટલા માટે ગૃહ મંત્રી પ્રદીપસિંહને જવાબદારી સોંપાઈ છે તો શબ્દ શરણ બ્રહ્મભટ્ટ ત્યાંના સ્થાનિક નેતા છે જેના કારણે તે સ્થાનિક સમીકરણો ગોઠવી શકે તેટલા માટે તેને જવાબદારી અપાઈ છે.

જો કે લીમડી બેઠક પરથી અક્ષય પટેલને ઉતારવાનું પાર્ટીએ લગભગ મન બનાવી લીધુ છે ત્યારે 2017માં ભાજપના ઉમેદવાર સતિષ પટેલ નારાજ છે.  આ નારાજગી દૂર થાય અને પાટીદાર મતો વન સાઈડ થાય તો જ બેઠક પર જીત મેળવી શકાય છે.  જેના કારણે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ડાયરેક્ટ આ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.  જો કે ભૂતકાળના રાધનપુર અને બાયડની જવાબદારી પણ પ્રદીપસિંહ જાડેજા પાસે હતી પરંતુ બને બેઠકો પર પક્ષ પલટુ નેતાઓને જ ભાજપે ચહેરા બનાવ્યા હતા.  આ કારણથી બંનેમાંથી એક પણ બેઠક જીતાડવામાં પ્રદીપસિંહને સફળતા મળી ન હતી.  આમ આ કરજણ બેઠક ફરી એકવાર ગૃહમંત્રી માટે પણ લીટમસ ટેસ્ટ સમાન છે.

ડાંગ બેઠક પર ગણપત વસાવા અને પુર્ણેશ મોદીને જવાબદારી આપવામાં આવી છે. ભાજપમાં અત્યારે આદિવાસી નેતામાં એક માત્ર ગણપત વસાવા છે જે આદિવાસી વિસ્તારમાં સારી પકડ રાખે છે.  જો કે આ વિસ્તારમા પણ સ્થાનિકોના અનેક કામ પૂરા ન થયા હોવાના કારણે નારાજગી છે.  અહી પણ પાર્ટીએ ચહેરાની પસંદગી લગભગ કરી રાખી છે ત્યારે સ્થાનિક સ્તરે અસંતોષ સ્વાભાવિક છે. જેના કારણે ગણપત વસાવાને જવાબદારી સોપવામાં આવી છે તો પૂર્ણેશ મોદી દક્ષિણ ગુુજરાતની રાજનીતિથી વાકેફ છે.  સ્થાનિક પ્રશ્નોનું સીધું ધ્યાન પાર્ટીમા અને સરકારમા દોરી શકે એટલે તેમની પણ પંસદગી કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અબડાસા બેઠક માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે સી પટેલને જવાબદારી આપવામાં આવી છે. અબડાસા બેઠક પર ક્ષત્રિયનું પ્રભુત્વ છે સાથે જ કોંગી પૂર્વ ધારાસભ્યની કેટલીક ચોક્કસ માંગણીઓ શિક્ષણને લઈને હતી જેથી ભાજપે શિક્ષણ મંત્રીને જ મેદાને ઉતાર્યા છે. બીજી તરફ આ બેઠકની તાસીર પક્ષ પલટુઓને ન સ્વીકારવાની રહી છે ત્યારે સંગઠનમા ચોક્કસ રણનિતિ બનાવવી જરૂરી છે.  કે.સી.પટેલને સંગઠનનો બહોળો અનુભવ છે જેના કારણે કે.સી પટેલને પણ અબડાસાની જવાબદારી સોંપવામા આવી છે.

ગઢડા બેઠક પર કુંવરજી બાવળિયા અને ગોરધન ઝડફિયાને જવાબદારી સોંપવામાં આવી છે કારણ કે આ બેઠક ભલે આરક્ષિત કોટામાં હોય પરંતુ સોથી વધુ મતદાર પાટીદાર અને કોળી છે. પાટીદાર આંદોલન ઇફેક્ટના કારણે આ બેઠક 2017માં ભાજપને ગુમાવાવનો વારો આવ્યો હતો. જો કે પ્રવિણ મારુએ રાજીનામું આપતાં કોંગ્રસમાં પણ એક વેક્યુમ સર્જાયો છે. જેનો ફાયદો ભાજપને મળી શકે અને કોળી અને પાટીદાર વોટબેંક ભાજપ તરફી રહે એ માટે આ બંને નેતાઓને જવાબદારી સોપવામાં આવી છે. કોળી સમાજના ખૂબ મોટા નેતા છે કુંવરજી બાવળિયા સાથે જ આ વિસ્તારમાં પાટીદારો અને ધર્મ સાથે જોડાયેલા મતદારો છે જેના સાથે ગોરધન ઝડફિયાને ઘરોબો છે જેથી તેને ગઢડા મુકવામાં આવ્યા છે.

ધારી બેઠકની જવાબદારી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધનસુખ ભંડેરીને સોંપવામા આવી છે. આ બેઠક પર અત્યાર સુઘી મોટા ભાગે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે તેનું કારણ ભાજપનો જ આંતરિક વિખવાદ છે જેના કારણે ભાજપના ઉમેદાવારને હરાવવા ભાજપનું જ બીજુ જૂથ સક્રીય થઇ જાય છે. બીજી તરફ કોંગેસ ચોક્કસ રણનીતિ સાથે આ બેઠક પર આગળ વધે છે.

જાડેજા  ભૂતકાળમાં કોંંગ્રેસ સાથે હતા જેના કારણે કોંગ્રેસ કઈ રણનીતિ સાથે આગળ વધશે એ વાતનો ક્યાસ સરળતાથી લગાવી શકે છે. ઉપરાંત પોતે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ચૂંટણીમાં જીત મેળવી હતી જેથી જીત માટે કયા સમીકરણો જરૂરી છે એ તેઓ ગોઠવી શકે છે.   ધનસુખ ભંડેરીની જો વાત કરવામા આવે તો તેઓ સીએમની નજીકના લોકોમાંથી એક છે. જેના કારણે ચૂંટણી સમયની કામગીરી અથવા આંતરિક અસંતોષ તેમજ સ્પષ્ટ ચિતાર તેઓ સીએમ સમક્ષ મૂકવામા સક્ષમ છે.

આ બેઠક પર પાટીદાર અને ક્ષત્રિય મતદારોનું સારું પ્રભુત્વ છે. કોઈપણ સમાજના વોટ તૂટે તો હાર જીત થઈ શકે છે. આવા સમયે બંને સમાજને સાથે રાખવા જરૂરી છે તો બીજી તરફ અમરેલી જિલ્લામાં ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર છે. જેના કારણે ગત ચૂંટણીના દિલીપ સંઘાણીની હાર થઈ હતી. આમ તમામ વિસ્તારના જે સમીકરણો છે જેને ધ્યાનમાં રાખીને ભાજપે નિરીક્ષકોની નિમણૂક કરી હોવાનું ભાજપના જ વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 2:05 pm, Thu, 2 July 20

Next Article