West Bengal Poll 2021 : આખરે એવું તો શું થયું કે પ્રશાંત કિશોરે કહ્યું કે, 2જી મેના રોજ મારી જૂની ટવીટ વાંચી લેજો

|

Feb 27, 2021 | 7:19 PM

દેશમાં ચૂંટણી પંચે શુક્રવારે પશ્ચિમ બંગાળ સહિત અન્ય ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.આ દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી માટે ચૂંટણી વ્યૂહરચના કરનારા Prasant Kishor  એ  ટ્વીટ કરીને ભાજપ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે.

West Bengal Poll 2021 : આખરે એવું તો શું થયું કે પ્રશાંત કિશોરે કહ્યું કે, 2જી મેના રોજ મારી જૂની ટવીટ વાંચી લેજો
Prashant Kishor (File Image)

Follow us on

દેશમાં ચૂંટણી પંચે શુક્રવારે પશ્ચિમ બંગાળ સહિત અન્ય ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે આ તમામ ચૂંટણીલક્ષી રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે. આ દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી માટે ચૂંટણી વ્યૂહરચના કરનારા Prashant Kishor એ ટ્વીટ કરીને ભાજપ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે.

જેમાં Prashant Kishor એ શનિવારે પરોક્ષ રીતે ભાજપ પર નિશાન સાધતા પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું હતું કે, ભારતમાં લોકશાહી માટેની એક મહત્વપૂર્ણ લડાઈ પશ્ચિમ બંગાળમાં લડવામાં આવશે. બંગાળને ફક્ત તેની પુત્રી જોઈએ છે. બંગાળના લોકો આ સંદેશ સાથે તૈયાર છે અને તેમનું રાઇટકાર્ડ બતાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. બંગાળને માત્રને માત્ર બંગાળને પુત્રી જોઈએ છે. 2 મેના રોજ મારી જૂની ટવીટ જોઇ લેજો

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

છેલ્લું ટ્વીટ શું હતું
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 21 ડિસેમ્બરે પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું હતું કે મીડિયાનો એક વર્ગ ભાજપના સમર્થનમાં વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે સ્પષ્ટ છે કે ભાજપ અહી બે આંકડાને પાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે જો ભાજપ બંગાળમાં સારું પ્રદર્શન કરે તો હું ટ્વિટર છોડીશ.

પશ્ચિમ  બંગાળમાં આઠ તબક્કામાં મતદાન 

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન યોજવવાનું છે. પ્રથમ તબક્કામાં રાજ્યના પાંચ જિલ્લામાં 30 વિધાનસભા બેઠકો પર 27 માર્ચે, બીજા તબક્કામાં ચાર જિલ્લામાં 30 વિધાનસભા બેઠકો પર 1 એપ્રિલના રોજ, ત્રીજા તબક્કામાં 31 વિધાનસભા બેઠકો પર 6 એપ્રિલના રોજ, પાંચ જિલ્લામાંની 44 બેઠકો પર ચોથા તબક્કામા 10 એપ્રિલના રોજ , પાંચમાં તબક્કામાં 6 જિલ્લાની 45 બેઠકો પર 17 એપ્રિલના રોજ, છઠ્ઠા તબક્કામાં ચાર જિલ્લાની 43 બેઠકો પર 22 એપ્રિલના રોજ, સાતમા તબક્કામાં પાંચ જિલ્લાની 36 બેઠકો પર 26 એપ્રિલના રોજ અને આઠમા તબક્કામાં ચાર જિલ્લામાં 35 બેઠકો માટે 29 મી એપ્રિલના રોજ મતદાન થશે. જયારે 2 મેના રોજ મતગણતરી પછી તેના પરથી સ્પષ્ટ થઈ જશે કે 2021 માં ચૂંટણી કોણ જીતે છે.

 

Next Article