West Bengal :કોરોના રસી સર્ટિફિકેટ પરથી દૂર કરાયો પીએમ મોદીનો ફોટો, મમતા બેનર્જીએ પોતાનો ફોટો લગાવ્યો

|

Jun 04, 2021 | 11:11 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં રસીકરણના પ્રમાણપત્ર પરથી પીએમ મોદી (PM Modi) નો ફોટો હટાવી દીધી છે. હવે સર્ટિફિકેટમાં મમતા બેનર્જીનો ફોટો મૂકવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીના ફોટા પહેલાં તે સ્થળે પીએમ મોદી (PM Modi)નો ફોટો મૂકવામાં આવી રહ્યો હતો.

West Bengal :કોરોના રસી સર્ટિફિકેટ પરથી દૂર કરાયો પીએમ મોદીનો ફોટો, મમતા બેનર્જીએ પોતાનો ફોટો લગાવ્યો
પશ્ચિમ બંગાળમાં કોરોના રસી સર્ટિફિકેટ પરથી દૂર કરાયો પીએમ મોદીનો ફોટો

Follow us on

West Bengal : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલના પગલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં રસીકરણના પ્રમાણપત્ર પરથી પીએમ મોદી (PM Modi) નો ફોટો હટાવી દીધી છે. હવે સર્ટિફિકેટમાં મમતા બેનર્જીનો ફોટો મૂકવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીના ફોટા પહેલાં તે સ્થળે પીએમ મોદી (PM Modi)નો ફોટો મૂકવામાં આવી રહ્યો હતો. જેમાં સંદેશ લખવામાં આવ્યો હતો કે દવાઇ ભી ઓર કડાઈ ભી.

મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવાદ

West Bengal માં ત્રીજા તબક્કાના રસીકરણની શરૂઆત થયા પછી પીએમ મોદીનો ફોટો પ્રમાણપત્રમાંથી હટાવી દેવાયો છે. આ તબક્કામાં, 18-44 વર્ષની વયના લોકોને કોરોના સામે રસી આપવામાં આવી રહી છે. પીએમ મોદી (PM Modi) નો ફોટો નીકાળીને તેમાં પોતાના ફોટો સર્ટિફિકેટમાં મૂકવો મમતા બેનર્જી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હકીકતમાં, મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવાદ જોવા મળ્યો છે. જેમાં તાજેતરની West Bengal  ચૂંટણી દરમિયાન પણ પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કેન્દ્ર સરકાર પાસે મફતમાં રસી આપવા  માંગ કરી હતી

પીએમ મોદી (PM Modi) ના ફોટાને બદલે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ફોટો સાથેનું સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તાજેતરમાં જ તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી દરમિયાન પણ પીએમ મોદીના પ્રમાણપત્ર પરના ફોટા અંગે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીનો ફોટો ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે. આ સાથે મમતા બેનર્જી સતત કેન્દ્ર સરકાર પર રસીના વિતરણમાં પક્ષપાતનો આરોપ લગાવી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તેમને જરૂરીયાત મુજબની રસી પૂરી પાડતી નથી. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકાર પાસે મફતમાં રસી આપવા પણ માંગ કરી હતી.

Published On - 11:08 pm, Fri, 4 June 21

Next Article