AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Begnal Election Result 2021 : મમતા બેનર્જીનો વિપક્ષોને સંદેશ વર્ષ 2024 માટે એકજુથ થાઓ

West Begnal Election Result 2021 :પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ થયેલી હિંસાના પગલે બંગાળના સીએમ અને ટીએમસી સુપ્રીમો Mamata Banerjee એ શાંતિ માટે અપીલ કરતાં કહ્યું કે અમારી મુખ્ય અગ્રતા કોરોનાના વિરુદ્ધ લડાઇ છે. તેમણે લોકોને શાંતિ રાખવા અપીલ કરે છે.

West Begnal Election Result 2021 : મમતા બેનર્જીનો વિપક્ષોને સંદેશ વર્ષ 2024 માટે એકજુથ થાઓ
મમતા બેનર્જી
| Updated on: May 03, 2021 | 5:21 PM
Share

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ થયેલી હિંસાના પગલે બંગાળના સીએમ અને ટીએમસી સુપ્રીમો Mamata Banerjee એ શાંતિ માટે અપીલ કરતાં કહ્યું કે અમારી મુખ્ય અગ્રતા કોરોનાના વિરુદ્ધ લડાઇ છે. તેમણે લોકોને શાંતિ રાખવા અપીલ કરે છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીની  જીત બાદ સીએમ ઉદ્ધવ ઠાકરે, નવીન પટનાયક, રજનીકાંત, અખિલેશ સિંહ યાદવ, અરવિંદ કેજરીવાલ, અમરિન્દરસિંહે ફોન કર્યા હતા.પરંતુ પીએમએ હજી સુધી ફોન કરીને શુભેચ્છા પાઠવી નથી. પરંતુ કોવિડ બાદ અમે બધા સાથે મળીને કામ કરીશું,  અમે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને લોકો સંબંધિત મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા માંગીએ છીએ, પરંતુ એક હાથ તાળી પડતી નથી.

Mamata Banerjee એ કાલિઘાટ સ્થિત તેમના નિવાસ સ્થાને પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, “મેં વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે. કોવિડ પરિસ્થિતિ અંગે કડક અમલ કરવો પડશે. આ અમારી પ્રાથમિકતા છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે નંદિગ્રામમાં ગડબડ થઈ હતી. રીટર્નિંગ અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. નંદિગ્રામના ચૂંટણી પરિણામો સામે કોર્ટમાં અપીલ કરશે.

રીટર્નિંગ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

Mamata Banerjee એ વોટ્સએપ બતાવતાં કહ્યું કે રીટર્નિંગ અધિકારીએ કહ્યું કે જો ગણતરી કરવામાં આવશે તો જીવન અને મૃત્યુની સમસ્યા થશે. મશીન રિકાઉંનટીગનો ડર કેમ છે. ચૂંટણી પંચે મંજૂરી આપી નથી. બંદૂકની અણીએ  કામ કરવું પડ્યું. ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી. આટલી બધી માફિયાગીરી યોગ્ય નથી. અમે કોર્ટમાં જઈશું કોર્ટમાં જ નિર્ણય લેવામાં આવશે.

તેમણે કહ્યું કે નંદીગ્રામમાં આંદોલન ચાલુ રહેશે ત્યાં સુધી વોટિંગ મશીન અને વીવીપેટ અલગ રાખવાની લેખિત વાતચીત કરવામાં નહીં આવે ત્યા સુધી તેને એક બાજુ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરીશું અમને ન્યાય જોઈએ છે. અમે હિંસા નથી ઇચ્છતા. પરંતુ ભાજપને શરમ આવવી જોઈએ.

બંગાળ શાંતિપૂર્ણ અને સંસ્કૃતિનું સ્થાન છે

મમતા બેનર્જીએ કહ્યું, “બંગાળ શાંતિપૂર્ણ, સંસ્કૃતિનું સ્થાન છે.” ચૂંટણી યોજાઈ છે. પરિણામ પણ આવ્યું છે. ભાજપ અને સેન્ટ્રલ ફોર્સ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો છે. તેમ છતાં કહીશ શાંત રહો કોઈ હિંસા ન કરો. હવે કોરોના વિરુદ્ધ લડવાનું છે. જો કોઈ સામે આક્ષેપ થાય છે તો તેઓ પોલીસને કહેશે. કેટલાક પોલીસે ભાજપ માટે કામ કર્યું હતું. અત્યારે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જરૂર છે. અત્યારે પરિસ્થિતિ આપણા હાથમાં નથી. રાજ્યપાલ પાસે 7 વાગ્યે સમય માંગ્યો છે. પહેલા રાજીનામું આપવાનું છે. બધાએ રાજધર્મનું પાલન કરવું પડશે. “

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">