West Bengal Election 2021 : મમતા બેનર્જી પરના હુમલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવે ઇલેક્શન કમિશન : માયાવતી

|

Mar 12, 2021 | 7:16 PM

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક થયેલા હુમલા અને ઘાયલ થવા પર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ દુખ વ્યક્ત કર્યું છે. માયાવતીએ શુક્રવારે ચૂંટણી પંચ સમક્ષ આ મામલાની ઉચ્ચ- સ્તરીય તપાસની માંગ કરી છે.

West Bengal Election 2021 : મમતા બેનર્જી પરના હુમલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવે ઇલેક્શન કમિશન : માયાવતી

Follow us on

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક થયેલા હુમલા અને ઘાયલ થવા પર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ દુખ વ્યક્ત કર્યું છે. માયાવતીએ શુક્રવારે ચૂંટણી પંચ સમક્ષ આ મામલાની ઉચ્ચ- સ્તરીય તપાસની માંગ કરી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા માયાવતીએ એક ટ્વિટમાં કહ્યું, ‘પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીની ચૂંટણી (પ્રચાર) દરમિયાન અચાનક થયેલો હુમલો અને ઇજાથી ખૂબ દુખી અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમજ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.  તેમણે કહ્યું કે  ચૂંટણી પંચે પણ તેને ગંભીરતાથી લેવાની અને ઉચ્ચ કક્ષાની તપાસ હાથ ધરવાની જરૂર કરી હતી.

માયાવતીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, આ ઉપરાંત આ તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને, હું પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના તમામ બસપા ઉમેદવારો, પદાધિકારીઓ અને કાર્યકરોને સંપૂર્ણ કાળજી લે અને તેમની જવાબદારી નિભાવવા અપીલ કરું છું.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ઉલ્લેખનીય છે કે , બુધવારે નંદીગ્રામના બિરુલિયા ગામે મમતા બેનર્જીને ઈજા પહોંચી હતી. ઈજા બાદ તેમણે આરોપ લગાવ્યો કે ચાર લોકોએ તેમને કાવતરા હેઠળ ધક્કો માર્યો હતો. તેમના પગ અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમણે કોલકત્તા લાવવામાં આવ્યા હતા. જેમને કોલકત્તાની એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે.

West Bengal ની રાજકીય સ્થિતિ

બંગાળમાં હાલમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. ગત ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને 294 માંથી 211 બેઠકો જીતી હતી.કોંગ્રેસ 44 અને લેફ્ટને 26 બેઠક મળી હતી અને ભાજપે માત્ર ત્રણ બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે અપક્ષોએ દસ બેઠકો જીતી હતી. વિધાનસભામાં બહુમતી માટે તેને 148 બેઠકોની જરૂર છે.

Next Article