West Bengal Assembly Election 2021: સંયુક્ત મોરચો બન્યા પહેલા જ CONGRESS-ISFમાં અણબનાવ, મંચ છોડી ભાગ્યા અધીરંજન ચૌધરી

|

Feb 28, 2021 | 6:27 PM

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમુલ કોંગ્રેસ (TMC) વિરુદ્ધ કોંગ્રેસ, ડાબેરી અને ભારતીય સેક્યુલર મોરચાના અબ્બાસ સિદ્દીકીનો સંયુક્ત મોરચો રચાયો છે.

West Bengal Assembly Election 2021: સંયુક્ત મોરચો બન્યા પહેલા જ CONGRESS-ISFમાં અણબનાવ, મંચ છોડી ભાગ્યા અધીરંજન ચૌધરી

Follow us on

West Bengal Assembly Election 2021: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમુલ કોંગ્રેસ (TMC) વિરુદ્ધ કોંગ્રેસ, ડાબેરી અને ભારતીય સેક્યુલર મોરચાના અબ્બાસ સિદ્દીકીનો સંયુક્ત મોરચો રચાયો છે. સંયુક્ત મોરચો આગળ વધે એ પહેલા જ CONGRESS-ISF વચ્ચે અણબનાવ ખુલીને સામે આવ્યા છે. 

 

CONGRESS-ISFમાં અણબનાવ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસ, ડાબેરી અને ISFની પહેલી બ્રિગેડસભા હતી. બ્રિગેડસભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ, ડાબેરીઓ અને ISF સમર્થકો એકઠા થયા હતા. સમર્થકોની હાજરીથી વિરોધી પક્ષો ઉત્સાહિત હતા, પરંતુ બ્રિગેડસભાના અંત સુધીમાં કોંગ્રેસ અને ISFએ આખું વાતાવરણ બગાડ્યું. આ સંયુક્ત મોરચામાં ડાબેરીઓએ અબ્બાસ સિદ્દીકીને 30 બેઠકો આપવાની ઘોષણા કરી છે, જ્યારે અબ્બાસ સિદ્દીકી કોંગ્રેસ પાસે વધુ 12 બેઠકોની માંગ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ તે આપવા તૈયાર નથી. અબ્બાસ સિદ્દીકીએ બેઠકો માટે મંચ પરથી જ કોંગ્રેસ પર દબાણ ઉભું કર્યું હતું.

 

મંચ છોડી ભાગ્યા અધીરંજન ચૌધરી

સંયુક્ત મોરચાની આ બ્રિગેડસભામાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરી ભાષણ આપી રહ્યા હતા. તે જ સમયે ISF નેતા અબ્બાસ સિદ્દીકી સ્ટેજ પર ઉભા થયા અને ડાબેરી નેતાઓએ અબ્બાસ સિદ્દીકીનું સ્વાગત કરવાનું શરૂ કર્યું. તેનાથી નારાજ થઈને અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે તેઓ આ સભાને સંબોધિત નહીં કરે અને મંચ પરથી નીચે ઉતરી ચાલતી પકડી હતી. ત્યાં હાજર વિમાન બાસુ અને ડાબેરી નેતાઓએ અધિરરંજન ચૌધરીને સમજાવવાના પ્રયત્નો કર્યા અને અંતે અધિરરંજન ચૌધરી માની ગયા અને ફરી સભાને સંબોધવાનું શરૂ કર્યું.

 

અબ્બાસ સિદ્દીકીએ કહ્યું, કોંગ્રેસ પાસે ભીખ નથી માંગતો

 
કોંગ્રેસ સાથે ખુલ્લા મતભેદ સ્વીકારતા ISFના નેતા અબ્બાસ સિદ્દીકીએ કહ્યું કે કોંગ્રેસ પાસે ભીખ નથી માંગી રહ્યા. બીજી બાજુ  જ્યારે અબ્બાસ સિદ્દીકીએ મંચ પરથી સભાને સંબોધન કરતી વખતે ડાબેરી નેતાઓની પ્રશંસા કરી, પરંતુ કોંગ્રેસની પ્રસંશા ન કરી. તેમણે કહ્યું કે બેઠક વહેંચણી અંગે ડાબેરીપક્ષો સાથે તેમનો કરાર છે, પણ તેઓ અન્ય કોઈ એટલે કે કોંગ્રેસ પાસે ભીખ નહીં પણ અધિકાર માંગે છે.

 

આ પણ વાંચો: West Bengalમાં ભાજપની પ્રચાર વાન તોડવાના કેસમાં કાર્યવાહી શરૂ, 5 આરોપીની ધરપકડ

 

Next Article