ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, પંચાયત વિભાગમાં વર્ગ 3ની ભરતીમાં 20ને બદલે 35 % વેઈટીગ લિસ્ટ રખાશે
ગુજરાતમાં પંચાયત સવંર્ગમાં વર્ગ 3ની ભરતીમાં હવેથી 20ના સ્થાને 35 ટકા લોકોની પ્રતિક્ષા યાદી બનાવાશે. પંચાયત સવંર્ગમાં નોકરી છોડી દેવાનુ પ્રમાણ વધુ હોવાથી, પૂરતી માત્રામાં મંજૂર મહેકમ ભરાઈ શકે તે માટે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. હવે પછી જે કોઈ ભરતી થશે તેમાં 20ને બદલે 35 ટકા લોકોની પ્રતિક્ષાયાદી બનશે. ગુજરાત સરકારે પ્રતિક્ષા યાદીમાં 15 […]

ગુજરાતમાં પંચાયત સવંર્ગમાં વર્ગ 3ની ભરતીમાં હવેથી 20ના સ્થાને 35 ટકા લોકોની પ્રતિક્ષા યાદી બનાવાશે. પંચાયત સવંર્ગમાં નોકરી છોડી દેવાનુ પ્રમાણ વધુ હોવાથી, પૂરતી માત્રામાં મંજૂર મહેકમ ભરાઈ શકે તે માટે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. હવે પછી જે કોઈ ભરતી થશે તેમાં 20ને બદલે 35 ટકા લોકોની પ્રતિક્ષાયાદી બનશે. ગુજરાત સરકારે પ્રતિક્ષા યાદીમાં 15 ટકા વધુ સમાવવાથી હવે પંચાયત સવંર્ગમાં ખાલી પડતી જગ્યાઓએ ત્વરીત જગ્યા ભરાઈ શકશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી સરકારી નોકરી ઈચ્છુકોને ખાલી પડનારી જગ્યાએ નોકરીની વિશાળ તક સાંપડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
