AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand Crisis : સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે રાજીનામું આપ્યું

Uttarakhand Crisis : ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે  રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે જે વિધાનસભા પક્ષની બેઠક મળશે જેમાં વિધાનસભા પક્ષના નેતાની વરણી કરવામાં આવશે. તેમજ નવા સીએમ નામની જાહેરાત પણ કરવામાં આવશે.

Uttarakhand Crisis : સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે રાજીનામું આપ્યું
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 09, 2021 | 4:41 PM
Share

Uttarakhand Crisis : ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે  રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે જે વિધાનસભા પક્ષની બેઠક મળશે જેમાં વિધાનસભા પક્ષના નેતાની વરણી કરવામાં આવશે. તેમજ નવા સીએમ નામની જાહેરાત પણ કરવામાં આવશે.

આ પૂર્વે ત્રિવેન્દ્રસિંહ રાવત આજે દિલ્હીથી દહેરાદૂન પરત ફર્યા છે. સોમવારે તેમણે દિલ્હીમાં ભાજપના નિરીક્ષક પક્ષ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. જેમાં સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત આજે બપોરે 4 વાગ્યે રાજ્યપાલ બેબી રાણી મૌર્યાને મળ્યા હતા. તેમજ તેમણે રાજ્યપાલને  રાજીનામું સુપત્ર કર્યું હતું.  ત્રિવેન્દ્રસિંહ રાવત આજે દિલ્હીથી દહેરાદૂન પરત ફર્યા છે. દરમિયાન ધારાસભ્ય મુન્નાસિંહ ચૌહાણે મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા પછી કહ્યું છે કે હાલમાં ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી   મીડિયાને મળશે અને આગળ શું થશે તેની માહિતી આપશે.

જ્યારે સીએમ  પદની  રેસમાં સત્પાલ મહારાજ, રમેશ પોખરીયલ નિશાંક, અજય ભટ્ટ, ધનસિંહ રાવત નામ હાલ ચર્ચામાં છે. વિધાનસભા પક્ષની બેઠક માટે રમણ સિંહ અને દુષ્યંત ગૌતમની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ લોકો ધારાસભ્ય પક્ષના નવા નેતાની ચૂંટણી કરશે. રમણસિંહ છત્તીસગઠથી દિલ્હી એરપોર્ટ પહોંચી રહ્યા છે અને દિલ્હી એરપોર્ટથી સીધા દહેરાદૂન જવા રવાના થશે.

g clip-path="url(#clip0_868_265)">