Uttarakhandના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે દિલ્હી હિંસાની નિંદા કરી, કહ્યું હિંસા અસામાજિક તત્વોનું કૃત્ય

|

Jan 27, 2021 | 3:58 PM

ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરી હતી. તેમજ કહ્યું કે ખેડૂતોના નામ પર જે કરવામાં આવ્યું તે અસામાજિક તત્ત્વોનું કૃત્ય હતું.

Uttarakhandના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે દિલ્હી હિંસાની નિંદા કરી, કહ્યું હિંસા અસામાજિક તત્વોનું કૃત્ય
File Photo Trivendra Singh Rawat

Follow us on

Uttarakhand ના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરી હતી. તેમજ કહ્યું કે ખેડૂતોના નામ પર જે કરવામાં આવ્યું તે અસામાજિક તત્ત્વોનું કૃત્ય હતું. ભારત વિકાસ પરિષદ આયોજિત સામુહિક વંદે માતરમ ગાન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા Uttarakhandના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે સંબોધનમાં કહ્યું કે ‘ ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોના નામ પર અસામાજિક તત્ત્વોએ જે કૃત્ય કર્યું તે યોગ્ય નથી.

તેમણે કહ્યું જે લોકો ૨૬ જાન્યુઆરી પર્વ પર આવું પગલું ઉઠાવે તે ખેડૂત ના હોય શકે. આ પ્રકારની ઘટના આપણા બધા માટે ચિંતાનો વિષય છે. રાવતે કહ્યું કે આ પ્રકારની કોઈ ઘટના ના ઘટે તે માટે સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અરાજકતા ફેલાવનાર અને હિંસાના ના જોડાયેલા ખેડૂતોને અમે નમન કરીએ છીએ.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીમાં જે પણ થયું તેનાથી ખેડૂત ભાઈઓ સમજી ગયા છે. આ પ્રકારથી સરકારી સંપત્તીને નુકશાન પહોંચાડવાનો કોઈ તર્ક ના હોઈ શકે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદા સંપૂર્ણ પણે ખેડૂતના સમર્થનમાં છે. તેમજ આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના વ્યાપક હિત માટે પ્રતિબદ્ધ છે.

Next Article