AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Exit Poll Result Today : પાંચ રાજ્યોમા કોની, ક્યાં રચાશે સરકાર ? જાણો આજે સાંજે ટીવી9ના એક્ઝિટ પોલમાં

Exit Poll Result 2021 Today Time : ટીવી 9 ગુજરાતી ન્યૂઝ ચેનલ પર તમને, પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે એક્ઝિટ પોલ દર્શાવાશે. પાંચેય રાજ્યની દરેક નાની અને મોટી બેઠક વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે, કોણ કયા મુદ્દા પર આગળ રહેશે અને કોણ પાછળ રહેશે. આ બધું જ તમને આજે સાંજના 7.30 વાગ્યાથી ટીવી 9 ગુજરાતી ન્યૂઝ ચેનલ પર મળવાનું શરૂ થઈ જશે. તો આપ સૌ જોડાઈ જજો આજે સાંજે 7.30 કલાકે, ટીવી9 ગુજરાતી સાથે.

TV9 Exit Poll Result Today : પાંચ રાજ્યોમા કોની, ક્યાં રચાશે સરકાર ? જાણો આજે સાંજે ટીવી9ના એક્ઝિટ પોલમાં
TV9 Exit Poll Result Today : પાંચ રાજ્યોમા કોની, ક્યાં રચાશે સરકાર ?
| Updated on: Apr 29, 2021 | 2:56 PM
Share

દેશના પાંચ રાજ્યો ( આસામ, કેરળ, તામિલનાડુ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ) માં વિધાનસભાની ચૂંટણીઓ આજે એટલે કે 29 મીએ સમાપ્ત થશે. પશ્ચિમ બંગાળમાં આઠમા અને અંતિમ તબક્કાના મતદાન થતાની સાથે જ તમામ ન્યુઝ ચેનલો પર એક્ઝિટ પોલ્સ દેખાવા માંડશે, પરંતુ જો તમને સૌથી ઝડપી અને સચોટ એક્ઝિટ પોલ જોવાની અને જાણવાની ઈચ્છા હોય તો આજે સાંજે 7.30 વાગ્યે ટીવી 9 ગુજરાતી સાથે અચૂક જોડાઈ જજો. ટીવી 9 ગુજરાતી તમને પાંચ પૈકી દરેક રાજ્યની વિધાનસભાની બેઠકોની સચોટ માહિતી પૂરી પાડશે. આ સાથે, ટીવી 9 ગુજરાતી પરના તમામ એક્ઝિટ પોલ્સનાં પરિણામો જોવા અને જાણવા મળશે.

ટીવી 9 ગુજરાતી પર તમને દરેક મોટી અને નાની બેઠક વિશે સંપૂર્ણ રસપ્રદ વિગતોસભર માહિતી આપવામાં આવશે, કોણ કયા મુદ્દા પર આગળ રહેશે, કોણ પાછળ રહેશે. ક્યા કસોકસની લડાઈ રહેશે. કયા રાજ્યમાં કયા મુદ્દે મતદાન થયુ છે. કોણ કોને ભારે પડશે. આ બધું જ તમને આજે સાંજના 7.30 વાગ્યાથી ટીવી 9 ગુજરાતી ન્યૂઝ ચેનલ પર મળવાનું શરૂ થઈ જશે. 27 માર્ચથી પ્રથમ તબક્કાના મતદાન સાથે, આસામ, કેરળ, તામિલનાડુ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ આ પાંચ રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી. પશ્ચિમ બંગાળની 30 બેઠકો અને આસામની 47 વિધાનસભા બેઠકો પર મતદાન 27મી માર્ચના રોજ યોજાયું હતું. અને પશ્ચિમ બંગાળની 35 બેઠકો ઉપર આઠમા અને અંતિમ તબક્કાનુ મતદાન આજે સાંજે છ વાગ્યા સુધી થશે. જો કે, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં છ એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં તમામ બેઠકો એક જ વારમાં મતદાન યોજાયુ હતું.

પશ્ચિમ બંગાળની 294 બેઠકો પર ચૂંટણી પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કાની સૌથી લાંબી ચૂંટણી યોજાઇ હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠકોમાંથી 292 બેઠકો પર મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા બેઠકોની સંખ્યા 294 છે, પરંતુ કોરોના ચેપ લાગવાના કારણે બે ઉમેદવારોનાં મોત નીપજ્યાં છે. મુર્શિદાબાદ જિલ્લાની જંગીપુર અને શમશેરગંજ વિધાનસભા બેઠકો પર 16 મેના રોજ મતદાન યોજાશે. બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 27 માર્ચે યોજાઈ હતી, જ્યારે બીજો તબક્કો 1 એપ્રિલના રોજ, ત્રીજો તબક્કો 6 એપ્રિલના રોજ, ચોથો તબક્કો 10 એપ્રિલના રોજ, પાંચમો તબક્કો 17 એપ્રિલના રોજ, છઠ્ઠો તબક્કો 22 એપ્રિલના રોજ હતો. 26 એપ્રિલે સાતમાં અને આઠમા અને છેલ્લા તબક્કાનું મતદાન 29 મી એપ્રિલના રોજ એટલે કે આજરોજ થઈ રહ્યું છે.

આસામની 126 વિધાનસભા બેઠકો પર ચૂંટણી આસામમાં 2021 ની વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં સમાપ્ત થઈ. 27 માર્ચે 47 વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. આ તબક્કામાં 81.09 લાખ મતદારો સાથે 72.10 ટકા મતદાન થયું હતું. આસામની 126 વિધાનસભા બેઠકો પર ચૂંટણી 6 એપ્રિલે ત્રણ તબક્કામાં સંપન્ન થઈ હતી. અહીં શાસક પક્ષ ભાજપ અને કોંગ્રેસ + એઆઈયુડીએફ જોડાણ વચ્ચે સીધી લડાઈ જોવા મળશે.

તામિલનાડુની 232 વિધાનસભા બેઠકો પર ચૂંટણી 6 એપ્રિલે તમિળનાડુની 232 વિધાનસભા બેઠકો પર એક સાથે એક જ તબક્કામાં મતદાન સમાપ્ત થયું. આ વખતે અહીંની ચૂંટણી વિશેષ છે કારણ કે એઆઈએડીએમકે ( AIADMK ) અને ડીએમકે ( DMK) બંને પક્ષો પાસે તેમના ચમત્કારિક ચહેરાઓ નથી (જયલલિતા અને એમ કરુણાનિધિ). અહીંની દરેક વખતની જેમ, AIADMK અને DMK વચ્ચે કાંટેની ટક્કર જોવા મળશે.

કેરળની 140 વિધાનસભા બેઠકો પર ચૂંટણી કેરળમાં પણ 6 એપ્રિલે મતદાનના ત્રીજા તબક્કામાં, 140 વિધાનસભા બેઠકો પર મતદાન સમાપ્ત થયું. અહીંની સીધી લડત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) ની મદદવાળી એલડીએફ ( LDF) અને કોંગ્રેસ સમર્થિત યુડીએફ (UDF) વચ્ચે છે. જો કે ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોએ પણ અહીં સંપૂર્ણ ભાર મૂક્યો છે.

પુડુચેરીની 30 વિધાનસભા બેઠકો પર ચૂંટણી કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની 30 વિધાનસભા બેઠકો પર 6 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં મતદાન સમાપ્ત થયું. આ વખતે પુડુચેરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. ચૂંટણી પહેલા અહીં કોંગ્રેસની સરકાર હતી, જો કે, પરસ્પર વિખવાદને કારણે વી નારાયણસ્વામી સરકાર વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ પડી હતી. ત્યારથી અહીં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">