AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી આવશે ગુજરાત, અમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ મૂકાયો હોવાનો મેસેજ, જાણો ગુજરાતથી જોડાયેલ ટોપ 5 ખબરો

ટોપ ન્યૂઝ 1 : અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બૉમ્બ હોવાના મેસેજ મળતા જ પોલીસતંત્ર સર્તક બન્યું. એરર્પોટ ઓથોરિટીને જાણ થતા એરપોર્ટ તાત્કાલિક ખાલી કરાવ્યું. ટોપ ન્યૂઝ 2 : ક્રોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલના રાજીનામાને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે મને એમ લાગે છે કે આ ક્રોંગેસનો આંતરિક મામલો છે. આશાબહેનનું નિવેદન ક્રોંગેસથી નારાજ થઈ અપાયું […]

રાહુલ ગાંધી આવશે ગુજરાત, અમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ મૂકાયો હોવાનો મેસેજ, જાણો ગુજરાતથી જોડાયેલ ટોપ 5 ખબરો
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 03, 2019 | 5:21 AM
Share

ટોપ ન્યૂઝ 1 : અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બૉમ્બ હોવાના મેસેજ મળતા જ પોલીસતંત્ર સર્તક બન્યું. એરર્પોટ ઓથોરિટીને જાણ થતા એરપોર્ટ તાત્કાલિક ખાલી કરાવ્યું.

ટોપ ન્યૂઝ 2 : ક્રોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલના રાજીનામાને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે મને એમ લાગે છે કે આ ક્રોંગેસનો આંતરિક મામલો છે. આશાબહેનનું નિવેદન ક્રોંગેસથી નારાજ થઈ અપાયું છે. ક્રોંગેસમાં નેતાગીરીનો અભાવ છે તેના લીધે નેતાઓ નારાજ છે.

ટોપ ન્યૂઝ 3 : ઉંઝાના ધારાસભ્ય આશા પટેલના રાજીનામા અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે તેમને APMCમાં પદની લાલચ છે. હાર્દિકે વધુમાં કહ્યું હતું કે તાકાત હોય તો આશા પટેલ ફરી ચૂંટણી લડી બતાવે આશા પટેલનું ક્રોંગેસમાં વર્ષોથી સ્થાન હતું અને તેમણે ક્રોંગેસનું માન ન રાખ્યું.

ટોપ ન્યૂઝ 4 : જસદણનો જંગ જીત્યાબાદ કુંવરજી બાવળિયાએ ચોટીલાના સાંઘાણી ગામે અખિલ ભારતીય કોળી સમાજનું મહાસંમેલન યોજયું. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં. કોળી સમાજને સંબોધન કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કોળી સમાજ સંગઠિત થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સાથે જોડાશે.

ટોપ ન્યૂઝ 5 : ક્રોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 15 અથવા 16 ફ્રેબુઆરીએ ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતાઓ છે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત ઉતર ગુજરાતથી કરી શકે છે. મહેસાણા, ઊંઝા અને બેચરાજીમાં રાહુલ ગાંધી જનસભાને સંબોધશે.

[yop_poll id=1018]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">