લોકસભા ચૂંટણી 2019: વાયનડમાં રાહુલ ગાંધીની સામે ઉતરશે બીજા 3 ‘ગાંધી’
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા સીટ સિવાય કેરળની વાયનડ સીટ પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડથી રાહુલ ગાંધની સામે 3 ‘ગાંધી’ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જેમાંથી એકનું નામ રાહુલ ગાંધી છે. વાયનાડ સીટની સાથે સાથે કેરળની બધી જ સીટો પર 23 એપ્રિલે મતદાન થશે. TV9 Gujarati Web […]

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા સીટ સિવાય કેરળની વાયનડ સીટ પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે.
વાયનાડથી રાહુલ ગાંધની સામે 3 ‘ગાંધી’ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જેમાંથી એકનું નામ રાહુલ ગાંધી છે. વાયનાડ સીટની સાથે સાથે કેરળની બધી જ સીટો પર 23 એપ્રિલે મતદાન થશે.
આ સીટ પર ફોર્મ પાછુ લેવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ છે. રાહુલ ગાંધીની સામે 3 ઉમેદવાર કે. ઈ. રાહુલ ગાંધી, કે રઘુલ ગાંધી અને કે. એમ. શિવપ્રસાદ ગાંધી છે. તેમાંથી 2 ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારીમાં છે. 33 વર્ષના કે.ઈ. રાહુલ ગાંધી કોટ્ટાયમના રહેવાસી છે. ત્યારે અગિલ ઇન્ડિયા મક્કા કાજજમ પાર્ટીના ઉમેદવાર રઘુલ ગાંધી કોઈમ્બતુરના રહેવાસી છે. ત્રિશુરના રહેવાસી કે.એમ.શિવપ્રસાદ ગાંધી પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારીમાં છે.
ચૂંટણી પંચને આપેલા એફિડેવિટ પ્રમાણે, કે.ઈ રાહુલ ગાંધી સામાજીક કાર્યકર્તા છે અને તેમને M.Philની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ત્યારે તેમની પાસે ખાલી 5 હજાર રૂપિયા રોકડ છે અને 515 રૂપિયા બૅંક એકાઉન્ટમાં છે. કે રઘુલ ગાંધી એક પત્રકાર છે અને કે. એમ. શિવપ્રસાદ ગાંધી સંસ્કૃત શિક્ષક છે અને તેમની પત્ની કોમ્પ્યુટર ઓપરેટર છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]