Women’s Day 2020: એક દિવસ માટે વિદ્યાર્થિનીને મળ્યો કલેક્ટર બનવાનો મોકો, જુઓ PHOTOS

|

Mar 05, 2020 | 12:16 PM

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ વિભાગો દ્વારા મહિલાઓની સિદ્ધીને પ્રોત્સાહન આપવા માટે અવનવી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક નવી જ રીતે મહિલા દિવસ પૂર્વે ઉજવણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેકટરે એક દિવસ તેજસ્વી મહિલા વિદ્યાર્થિનીને જિલ્લાની કમાન સોપી હતી. આ […]

Womens Day 2020:  એક દિવસ માટે વિદ્યાર્થિનીને મળ્યો કલેક્ટર બનવાનો મોકો,  જુઓ PHOTOS

Follow us on

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ વિભાગો દ્વારા મહિલાઓની સિદ્ધીને પ્રોત્સાહન આપવા માટે અવનવી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક નવી જ રીતે મહિલા દિવસ પૂર્વે ઉજવણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેકટરે એક દિવસ તેજસ્વી મહિલા વિદ્યાર્થિનીને જિલ્લાની કમાન સોપી હતી. આ દિવસે વિદ્યાર્થિનીઓને એક દિવસ માટે કલેકટર બનવાની તક આપવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચો :   આવું ખાશે ગુજરાત? સરકારી શાળામાં બાળકોને પિરસાતું હતું સડેલું ભોજન, જુઓ VIDEO

મહારાષ્ટ્રમાં આવેલાં બુલઢાણા જિલ્લામાં એક નવી પહેલ દ્વારા મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવી. જેમાં સ્કૂલની હોંશિયાર વિદ્યાર્થિનીને એક દિવસ કલેકટર બનવાનો મોકો આપવામાં આવ્યો હતો. જિલ્લા મજિસ્ટ્રેટ સુમન રાવત ચંદ્રે એક ટ્વીટ કરી જેને લોકોએ સોશિયલ મીડિયામાં વધાવી લીધી છે. આ ટ્વીટમાં તેમની ખુરશી પર વિદ્યાર્થિની નજરે પડે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેઓએ આ ટ્વીટ કરતાં લખ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે જ સ્કૂલોની કેટલીક તેજસ્વી વિદ્યાર્થિનીઓને કલેકટર બનવાનો મોકો આપવામાં આવી રહ્યો છે. આજે અમારી કલેકટર જિલ્લા પરિષદ સ્કૂલની વિદ્યાર્થિની પૂનમ દેશમુખ છે. લોકો કલેકટરની આ પહેલને સોશિયલ મીડિયા પર બિરદાવી રહ્યાં છે. દેશભરમાંથી આ પહેલને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો કહે છે ખરેખર આ પહેલ પ્રેરણાદાયક છે અને તેના લીધે વિદ્યાર્થિનીઓમાં એક આત્મવિશ્વાસ જાગે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article