તામીલનાડુ ભાજપ નેતા અને અભિનેત્રી ખુશ્બુ સુંદરની કારને અકસ્માત, અકસ્માત કે કાવત્રુ તેને લઇ હાથ ધરાઇ તપાસ

|

Nov 18, 2020 | 3:50 PM

તામીલનાડુ ના મલ્લમારુવથુર પાસે ભાજપ નેતા અને દક્ષિણી અભિનેત્રી ખુશ્બુ સુંદરની કાર અકસ્માતનો શિકાર થઇ હતી. સમાચાર એજન્સી મુજબ એક ટેન્કર ખુશ્બુ જે કારમાં સવાર હતી તે કાર પર ધસી આવીને અથડાઇ હતી. જોકે સદનસિબે ખુશ્બુને ને કોઇજ ઇજા પહોંચી નથી. સ્થાનિક પોલીસ દ્રારા ઘટનાને લઇને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભાજપ નેતા ખુશ્બુએ […]

તામીલનાડુ ભાજપ નેતા અને અભિનેત્રી ખુશ્બુ સુંદરની કારને અકસ્માત, અકસ્માત કે કાવત્રુ તેને લઇ હાથ ધરાઇ તપાસ

Follow us on

તામીલનાડુ ના મલ્લમારુવથુર પાસે ભાજપ નેતા અને દક્ષિણી અભિનેત્રી ખુશ્બુ સુંદરની કાર અકસ્માતનો શિકાર થઇ હતી. સમાચાર એજન્સી મુજબ એક ટેન્કર ખુશ્બુ જે કારમાં સવાર હતી તે કાર પર ધસી આવીને અથડાઇ હતી. જોકે સદનસિબે ખુશ્બુને ને કોઇજ ઇજા પહોંચી નથી. સ્થાનિક પોલીસ દ્રારા ઘટનાને લઇને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભાજપ નેતા ખુશ્બુએ ટ્વીટ કરીને પોતે સકુશળ હોવાની અને ઘટના અંગે પોલીસ દ્રારા તપાસ હાથ ધરાઇ  હોવાની જાણકારી આપી છે.

તેણે ટ્વીટ કરીને કહ્યુ છે કે, મલ્લમારુવથુર નજીક આ ઘટના ઘટી હતી. જેમાં તેની કારને એક ટેન્કરે ટક્કર મારી હતી. આપ સૌના આશિર્વાદ થી અને ભગવાનની કૃપા થી હું સુરક્ષીત છુ. અમે વેલયાત્રાઇમાં સામેલ થવા માટે કુડ્ડાલોર તરફનો પ્રવાસ જારી રાખીશુ. પોલીસ દ્રારા ઘટનાની તપાસ હાથ ધરાઇ છે. ભગવાન મુર્ગને અમને બચાવ્યા છે, મારા પતિને તેમની પર ખુબ ભરોસો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અન્ય એક ટ્વીટ દ્રારા સુંદર ખુશ્બુએ કહ્યુ છે કે, તેમની કાર યોગ્ય લાઇનમાં જ ચાલી રહી હતી, આ દરમ્યાનન ખોટી લાઇનમાં આવીને ટેન્કરે કારને ટક્કર મારી દીધી. ઘટનાને લઇને અટકળો ના લગાવવામાં આવે. પોલીસે ટેન્કર ના ચાલકની પુછપરછ હાથ ધરી છે, કારણ કે તે વાત જાણી શકાય કે આ ઘટના પાછળ કોઇ સાજીશ તો નથી ને.

બતાવી દઇએ કે દક્ષિણ ભારતીય અભિનેત્રી ખુશ્બુ ગત મહિને જ કોંગ્રેસ છોડીને ભાજપામાં સામેલ થઇ છે. તે કોંગ્રેસ પક્ષમાં છ વર્ષ થી રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચુકી છે. દરમ્યાન ખુશ્બુએ પણ કોંગ્રેસ પર ખુબ તીખા હુમલા પણ કર્યા હતા, પાર્ટીમાં સાચુ બોલવાની આઝાદી નથી. સાથએ જ તેણે પોતાનુ અપમાન કરવાનુ અને પાર્ટીના કાર્યક્રમમાં આમંત્રિત નહી કરવાના આરોપ પણ લગાવ્યા હતા.

બતાવવામાં આવી રહ્યુ છે કે, વર્ષ 2019 ની લોકસભાની સામાન્ય ચુંટણી દરમ્યાન કોંગ્રેસ તરફ થી ટીકીટ નહી મળવાને લઇને જ ખફા દેખાઇ રહી હતી. વર્ષ 2014 માં ડીએમકે છોડીને કોંગ્રેસમાં સામેલ થઇ હતી. તેનુ અસલી નામ નખત ખાન છે. તેણે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. આ ઉપરાંત તેણે મલયાલમ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article