SURAT : ભાજપે વય મર્યાદાના કારણે બે ઉમેદવારોને બદલ્યા

SURAT : સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6 અને નંબર-14 માં ભાજપે ઉમેદવારો બદલ્યા.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 05, 2021 | 7:19 PM

SURAT : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સુરત સહીત તમામ 6 મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરીએ નિયમ બનાવ્યો હતો કે 60થી વધુ વયના ઉમેદવારોને ટીકીટ ન આપવી. આમ છતાં સુરતમાં 60 વર્ષથી વધુ વયના બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આખરે ભાજપે વય મર્યાદાના કારણે આ બંને ઉમેદવારોના નામ હટાવ્યા છે.

* સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6માં અનિતાબેન દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, જેના સ્થાને સોનલબેન દેસાઈની પસંદગી કરવામાં આવી છે.

* વોર્ડ નંબર-14 માં લક્ષ્મણભાઈ બેલડીયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, જેના સ્થાને હવે નરેશભાઈ ધામેલિયાની પસંદગી કરવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">