સુધરે એ ચીન નહી, કહ્યું ભારતે LAC પાર કરીને કર્યો હતો હુમલો, ભારતે કહ્યું ગલવાન ઘાટી પરનો ચીનનો દાવો ખોટો

|

Jun 20, 2020 | 6:59 AM

લદ્દાખમાં LAC પર ખેલાયેલા લોહિયાળ જંગ પછી ચીનનાં વિદેશ મંત્રાલય દવારા દાવો કરાયો હતો કે ગલવાન ઘાટી ચીન LAC લાઈન તરફ છે. ભારતે ચીનને વાયદો કર્યો હતો કે તે ગલવાન નદીને પેટ્રોલિંગ તેમજ અન્ય સુવિધા માટે નિર્માણનાં કામે પાર નહી કરે. કમાંડર સ્તરે બેઠક કરીને તબક્કાવાર રીતે સૈનિકોને પાછા ખેંચવા પર ચર્ચા કરશે અને નિર્ણય […]

સુધરે એ ચીન નહી, કહ્યું ભારતે LAC પાર કરીને કર્યો હતો હુમલો, ભારતે કહ્યું ગલવાન ઘાટી પરનો ચીનનો દાવો ખોટો
http://tv9gujarati.in/sudhre-e-chin-na…karyo-hato-humlo/

Follow us on

લદ્દાખમાં LAC પર ખેલાયેલા લોહિયાળ જંગ પછી ચીનનાં વિદેશ મંત્રાલય દવારા દાવો કરાયો હતો કે ગલવાન ઘાટી ચીન LAC લાઈન તરફ છે. ભારતે ચીનને વાયદો કર્યો હતો કે તે ગલવાન નદીને પેટ્રોલિંગ તેમજ અન્ય સુવિધા માટે નિર્માણનાં કામે પાર નહી કરે. કમાંડર સ્તરે બેઠક કરીને તબક્કાવાર રીતે સૈનિકોને પાછા ખેંચવા પર ચર્ચા કરશે અને નિર્ણય લેશે. પરંતુ 15 જૂનની સાંજે કમાંડર સ્તરીય બેઠકમાં થયેલી સમજૂતિનું ઉલ્લંઘન કરીને ભારતીય સૈનિકોએ LAC પાર કર્યું હતું. જો કે આપને બતાવી દઈએ કે ચીને ગલવાન ઘાટી પોતાની તરફ હોવાના કરેલા દાવાને ભારતે એક દિવસે પહેલા જ ફગાવી હતો અને ચીનને તાકીદ કરી હતી કે તે તેની ગતિવિધિઓ લાઈનની પેલે પાર સુધી સિમિત રાખે.

                   આ તરફ ભારતનું કહેવું છે કે ચીન દ્વારા વધારી ચઢાવીને કરાઈ રહેલો દાવો છ જૂને ઉચ્ચ સ્તરીય સૈન્ય વાર્તાલાપથી વિરૂદ્ધ છે. ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિયાને 15 જૂને પૂર્વ લદ્દાખમાં ઘટેલી ઘટનામાં ભારતને જવાબદાર ગણાવીને ગલવાનની વાસ્તવિક સીમાં તેની તરફ હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. તેણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચીનનાં સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ સિવાય ચીનનાં વિદેશ મંત્રાલય પર મુકવામાં આવેલી વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે અત્યારની સ્થિતિને પહોંચી વળવા માટે કમાંડર સ્તરની બીજી એક બેઠક ઝડપથી બોલાવવી જોઈએ. બંને દેશ રાજકીય અને સૈન્ય સ્તર પર મળીને વિવાદ ઉકેલવા માટે વાતચીત કરી રહ્યા છે. જણાવવું રહ્યું કે 15 જૂને ગલવાન ઘાટીમાં ચીન અને ભારતની સેના વચ્ચે થયેલી ઝડપમાં ચીનનાં 40થી વધારે સૈનિકો ઘાયલ થયા હતા અથવા તો માર્યા ગયા હતા. ભારત તરફે 20 જેટલા સૈનિકોનાં મોત થયા હોવાનું બહાર આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
Next Article