Sonia Gandhi wrote to PM : સોનિયા ગાંધીએ PM MODIને લખ્યો પત્ર, જાણો પત્રમાં શું લખ્યું સોનિયા ગાંધીએ

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ PM MODI ને પત્ર લખી કહ્યું કોરોના રસીકરણમાં વયમર્યાદા દુર કરો

Sonia Gandhi wrote to PM : સોનિયા ગાંધીએ PM MODIને લખ્યો પત્ર, જાણો પત્રમાં શું લખ્યું સોનિયા ગાંધીએ
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 11:48 PM

Sonia wrote to PM : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ PM MODIને પત્ર લખી વિવિધ માંગણીઓ કરી છે. 10 એપ્રિલે સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોની વર્ચ્યુઅલ બેઠક કર્યા બાદ વડાપ્રધાન મોદીને આ પત્ર લખ્યો છે.

કોરોના રસીકરણમાં વયમર્યાદા દુર કરો કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી વિનંતી કરી છે કે તેઓ કોરોના રસીકરણમાં વય કરતાં જરૂરિયાત મુજબ રસીકરણનો વિસ્તાર કરે. તેમણે માંગણી કરી છે કે કોરોના રસીકરણમાં વયમર્યાદા દુર કરવામાં આવે અને કોરોના સંક્રમણની સ્થિતિ પ્રમાણે રસી પૂરી પાડવામાં આવે તેમજ અને અન્ય કંપનીઓની રસીનો ઈમરજન્સી ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે.

સોનિયાએ ગાંધીએ પત્રમાં શનિવારે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠકનો હવાલો આપીને જણાવ્યું હતું કે રસી એક મોટી આશા છે. દુર્ભાગ્યે મોટાભાગના રાજ્યોમાં ફક્ત ત્રણથી પાંચ દિવસની રસી બાકી છે. આવી સ્થિતિમાં આપણે અહીં રસી બનાવવાની ગતિને વેગ આપવાની જરૂર છે, સાથે સાથે કટોકટીમાં અન્ય કંપનીઓની રસીનો ઉપયોગ કરવા તાત્કાલિક મંજૂરી આપવાની જરૂર છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

જો કે આજે જ કેન્દ્ર સરકારે દેશમાં ત્રીજી વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસ માટેની રસીના સ્ટોકને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ કમિટીએ sputnik v ના ઈમરજન્સી ઉપયોગ અંગે સોમવારે એક બેઠક યોજી હતી જેમાં આ રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી અપાઈ હતી. ભારતના રસીકરણ મહાઅભિયાનમાં કોવેક્સીન અને કોવીશીલ્ડ સાથે હવે આ ત્રીજી કોરોના વેક્સીન જલ્દી જ જોડાઈ જશે.

દેશના ગરીબોને 6000 માસિક સહાય આપો સોનિયા ગાંધીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં માંગણી કરી છે કે દેશના ગરીબોને 6000 માસિક સહાય આપવામાં આવે. દેશમાં ભયંકર રૂપ લઈ કોરોના મહામારી વચ્ચે સોનિયા ગાંધીએ પીએમ મોદીને અપીલ કરી છે કે દેશમાં માસિક આવક ગેરંટી યોજના લાગુ કરવમાં અને આ અંતર્ગતપાત્રતા ધરાવતા દરેક નાગરિકના ખાતામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરવા જોઈએ.

કોંગ્રેસની વર્ચ્યુઅલ બેઠક સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરવા 10 એપ્રિલે વર્ચ્યુઅલ બેઠક યોજી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે સરકારે કોવિડ-19 રસી નિકાસ કરી અને ભારતમાં તેને ઓછી કરી.બેઠકમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના વાયરસના ચેપ સામે લડવાના પ્રયત્નોની સમીક્ષા કરી અને તપાસ, ચેપગ્રસ્ત લોકોની શોધ અને રસીકરણને પ્રાધાન્ય આપવાની વાત પર ભાર મૂક્યો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">