Smriti Iraniએ લોકસભામાં કહ્યું, ભારતના ટુકડાના નારાને સમર્થન આપનારાઓએ સરકાર પર ખોટા આક્ષેપો કર્યા

|

Feb 12, 2021 | 12:03 AM

ત્રણ કૃષિ કાયદાઓ પર બોલતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે બજેટ પર બોલવાનું હતું, પરંતુ તેમણે ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.

Smriti Iraniએ લોકસભામાં કહ્યું, ભારતના ટુકડાના નારાને સમર્થન આપનારાઓએ સરકાર પર ખોટા આક્ષેપો કર્યા

Follow us on

ત્રણ કૃષિ કાયદાઓ પર બોલતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે બજેટ પર બોલવાનું હતું, પરંતુ તેમણે ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. જેની બાદ કેન્દ્રીય મંત્રી Smriti Iraniએ બજેટ વિશે વાત ન કરવા બદલ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. Smriti Iraniએ કહ્યું જ્યારે મેં રાહુલજીને કૃષિ કાયદાની ચર્ચા કરતા અને સરકાર વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતા જોયા, ત્યારે હું ચોંકી ગઈ. કારણ કે રાહુલજી ક્યારેય ચર્ચામાં ભાગ લેતા નથી. જ્યાંથી તેઓ સાંસદ હતા ત્યાંથી પણ તેમણે ચર્ચામાં ભાગ લીધો નથી.

 

સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં રાહુલ ગાંધીને નિશાન બનાવતા કહ્યું, રાહુલ ગાંધી માટે આ ગૃહમાં બજેટ અંગે ચર્ચા કરવી સ્વીકાર્ય નથી. બજેટ ભારતને જોડવા અને તેને આત્મનિર્ભર બનાવશે. જેમણે ભારતના ટુકડા કરનારાઓને સમર્થન આપ્યું છે તેથી તે ભારતને સમર્પિત બજેટને ક્યારેય સમર્થન આપી શકશે નહીં. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ ક્યારેય અમેઠી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન અને કલેક્ટર કચેરીની માંગ કરી નથી અને આજે સરકાર પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે Rahul Gandhiએ ત્રણ કૃષિ કાયદાઓ પર બોલતા બુધવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું બજેટ પર બોલવાનું હતું, પરંતુ તે બજેટ ઉપર બોલશે નહીં પરંતુ ખેડૂતોના મુદ્દે વાત કરશે. અહીં તેમણે ખેડૂત આંદોલનમાં પોતાનો જીવ ગુમાવનારા ખેડૂતો માટે મૌન રાખ્યું હતું. રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું હતું કે આ સરકાર ‘હમ દો હમારે દો’ નીતિનું પાલન કરી રહી છે તે ખેડૂતોનું ભલું કરી શકે નહીં.

 

આ પણ વાંચો: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસે 1.34 કરોડની રોકડ સાથે યુવકની કરી ધરપકડ

Next Article