Robert Vadraએ આપ્યા રાજકારણમાં પ્રવેશનાં સંકેત, કહ્યું કે ચૂંટણી હવે લડવી જ પડશે

|

Jan 08, 2021 | 2:30 PM

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ Robert Vadra  એ રાજનીતિમાં પ્રવેશ કરવાના સંકેત આપ્યા છે.  તેમજ ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવકવેરા વિભાગની તપાસ બાદ તેમણે કહ્યું કે મારી સાથે દુર્વ્યવહાર થયો છે

Robert Vadraએ આપ્યા રાજકારણમાં પ્રવેશનાં સંકેત, કહ્યું કે ચૂંટણી હવે લડવી જ પડશે

Follow us on

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ Robert Vadra એ રાજકારણમાં પ્રવેશ કરવાના સંકેત આપ્યા છે.  તેમજ ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવકવેરા વિભાગની તપાસ બાદ તેમણે કહ્યું કે મારી સાથે દુર્વ્યવહાર થયો છે કારણ કે  હું એક મુખ્ય રાજકીય પરિવાર  સાથે સબંધ ધરાવું છું.  આ એ પરિવાર સાથે સબંધ ધરાવું છું કે જેમણે પેઢીઓ સુધી દેશના લોકોની સેવા કરી અને વતન માટે બલિદાન પણ આપ્યું છે.

Robert Vadraએ નવી દિલ્હી સ્થિત પોતાના સુખદેવ વિહાર કાર્યાલયમા ન્યૂજ એજન્સીને જણાવ્યું કે  મે જોયું છે શીખ્યો છે અને અભિયાન ચલાવ્યું છે. મે દેશના મોટાભાગના હિસ્સામા સમય વિતાવ્યો છે. હું અનુભવી રહ્યો છું કે મારે તાકત સાથે લડવા માટે સંસદમા હાજર રહેવું પડશે.  મને લાગે છે મે સંસદ બહારની લડાઇ લાંબા સમય સુધી લડી લીધી છે. મે મારી જાતને ખૂબ સમજાવવાની કોશિષ કરી છે પરંતુ લોકો મને સતત પરેશાન કરી રહ્યા છે.  આવું એટલા માટે છે કારણ કે હું રાજકારણમાં નથી.

Robert Vadraએ કહ્યું કે મે રાજકારણથી દૂરી એટલા માટે  બનાવી રાખી છે કારણ કે મારા વિચાર અલગ છે. પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇશ. હું એક એવો વિસ્તાર  પસંદ કરીશ જ્યાંના લોકોના જીવનમા એક બદલાવ લાવી શકું અને લોકો મને એ માટે વોટ આપશે. તેમજ જો મને મારો પરિવાર આની મંજૂરી આપશે તો હું નિણર્ય લઇશ.  વાડ્રાએ કહ્યું કે મારા પરિવારમાં ખાસ કરીને પ્રિયંકા મારા નિર્ણયોનું સમર્થન કરે છે. મારો પરિવાર પણ મંજૂરી આપશે તો રાજકારણમા પ્રવેશ કરીશ.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

રોબર્ટ વાડ્રાએ કહ્યું હું રાજકારણમાં નથી છતાં પણ એક રાજકીય લડાઈ લડી રહ્યો છું.  જ્યારે સરકાર બેકફૂટ પર હોય છે ત્યારે મને પંચીગ બેગ તરીકે ઉપયોગ કરવામા આવી રહ્યો છે.  બેનામી સંપત્તિનેના આરોપોને નકારતા વાડ્રાએ કહ્યું કે મારા વિરુદ્ધ કશું નથી. આ તમામ બાબતો અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે છે.

 

Next Article