… તો આખરે CM રૂપાણીએ સ્વીકારી જ લીધું કે રાજ્યનો આ વિભાગ છે સૌથી વધુ ભ્રષ્ટ! જુઓ VIDEO

|

Dec 27, 2018 | 10:25 AM

સરકારી વિભાગ એટલે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો! આવી એક જનસામાન્ય માનસિકતા પ્રજાની હોય છે. પરંતુ જો રાજ્યના મુખ્યપ્રધાન પોતે આવું જ કંઈક સ્વીકારે તો..? તો સવાલ ઉભો થાય અને એવું જ થયું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતે જ સ્વીકાર કરી રહ્યા છે… કે રાજ્યમાં મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ. આ બંને વિભાગો છે, ભ્રષ્ટાચારમાં અવ્વલ! ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યપ્રધાન […]

... તો આખરે CM રૂપાણીએ સ્વીકારી જ લીધું કે રાજ્યનો આ વિભાગ છે સૌથી વધુ ભ્રષ્ટ! જુઓ VIDEO

Follow us on

સરકારી વિભાગ એટલે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો! આવી એક જનસામાન્ય માનસિકતા પ્રજાની હોય છે. પરંતુ જો રાજ્યના મુખ્યપ્રધાન પોતે આવું જ કંઈક સ્વીકારે તો..? તો સવાલ ઉભો થાય અને એવું જ થયું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતે જ સ્વીકાર કરી રહ્યા છે…

કે રાજ્યમાં મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ. આ બંને વિભાગો છે, ભ્રષ્ટાચારમાં અવ્વલ!

ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીએ મોટું નિવેદન કર્યું છે. રૂપાણીએ જણાવ્યું છે કે, મહેસૂલ અને પોલીસ વિભાગ ભ્રષ્ટાચાર માટે સૌથી વધુ બદનામ છે. બધાને ખબર હોય છે કે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે. ભ્રષ્ટાચાર પર અંકુશ માટે સરકાર પ્રયાસ કરી રહી હોવાનો દાવો પણ તેમણે કર્યો. અમદાવાદમાં ઑનલાઈન બિનખેતીના હુકમોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો..આ કાર્યક્રમ દરમિયાન રૂપાણીએ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આડકતરી રીતે સ્વીકાર કર્યો. તો સાથે જ તેના પર લગામ કસવા સરકારના પ્રયાસોનો ઉલ્લેખ પણ કર્યો.

જુઓ વીડિયો :

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હા.. મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચાર માટે બદનામ છે તેવો સ્વીકાર ખુદ મુખ્યપ્રધાન કરી રહ્યા છે. પોલીસ વિભાગ પણ ભ્રષ્ટાચારમાં અગ્રેસર વિભાગ હોવાની તેઓ કબૂલાત કરે છે. બધાને ખબર હોય છે કે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે. ભ્રષ્ટાચાર પર અંકુશ માટે સરકાર પ્રયાસ કરી રહી હોવાનો દાવો પણ તેમણે કર્યો. જો કે મુખ્યપ્રધાનના આ નિવેદનથી સવાલો અનેક ઉભા થયા.

મુખ્યપ્રધાન ખુદ સ્વીકારી રહ્યા છે કે વિભાગોમાં એટલો તો ભ્રષ્ટાચાર ઘુસી ગયો છે કે લોકોએ તેને અપનાવી જ લીધો છે. અમદાવાદમાં ઑનલાઈન બિનખેતીના હુકમોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રૂપાણીએ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આડકતરી રીતે સ્વીકાર કર્યો તો સાથે જ તેના પર લગામ કસવા સરકારના પ્રયાસોનો ઉલ્લેખ પણ કર્યો.

જુઓ વીડિયો :

જો કે મુખ્યપ્રધાનની વાત જેટલી ચોંકાવનારી છે તેટલી સ્વીકારવા જેવી પણ છે.  સરકારી આંકડા બોલે છે કે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ પાડેલા દરોડામાં રાજ્ય સરકારનો ગૃહ વિભાગ સૌથી ભ્રષ્ટ જોવા મળ્યો છે તો બીજા નંબરે પંચાયત વિભાગ રહ્યો છે. એસીબીએ 2017-18ના વર્ષમાં 445 અધિકારીઓની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી છે. જે પૈકી 141 ઓફિસરો ગૃહ વિભાગના છે. જ્યારે બીજા નંબરે રહેલા પંચાયત વિભાગમાંથી 74 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી. તો ત્રીજા નંબરે મહેસૂલ વિભાગ છે. તેના 43 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી. બીજી તરફ અધિકારીઓની સાથે તેમના મિડલ મેન એટલે કે દલાલો પણ લાંચના કેસોમાં પકડાયા છે.

ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોની કચેરીએ લાંચ રૃશ્વતના કેસોના નિકાલ માટે સરકાર પાસે સ્પેશિયલ કોર્ટ અને પબ્લિક પ્રોસિક્યૂટરની માગણી કરી છે. એસીબી કેસોની સંખ્યા વધારવા માગે છે, અને તેથી આ દરખાસ્ત કરવામાં આવી છે. એસીબીને કાર્યક્ષમ કરવા માટે એસીબીના ડાયરેક્ટર આશિષ ભાટીયાએ નવા સ્ટાફની પણ માગણી કરી છે, કારણ કે હાલ એસીબીની કચેરી સ્ટાફની તંગી અનુભવે છે. એસીબીમાં જોડાવવા માગતા કર્મચારીઓ કે ઓફિસરોને સ્પેશ્યલ પેકેજ આપવું જોઇએ તેવું પણ તેમણે દરખાસ્તમાં કહ્યું છે. ભાટીયાનું કહેવું છે કે, એન્ટી કરપ્શન વિભાગના ઓપરેશન દરમિયાન વિડીયોગ્રાફી કરવામાં આવે છે કે, જેથી કોર્ટમાં મજબૂત પુરાવા ઉભા થઇ શકે. આ માગણીઓ જ સાબિત કરે છે કે, ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે.. તેને નાથવો જ રહ્યો.

કયો વિભાગ વધુ ભ્રષ્ટ ?

ACBના દરોડામાં ગૃહ વિભાગ સૌથી ભ્રષ્ટ જોવા મળ્યો
2017-18ના વર્ષમાં કુલ 445 અધિકારીઓની ધરપકડ
141 ઓફિસરો ગૃહ વિભાગના, પંચાયત વિભાગના 74 અધિકારીઓ
અધિકારીઓની સાથે દલાલોની પણ કરાઈ છે ધરપકડ
ACB પાસે સ્ટાફ ઓછો હોવાથી વધુ સ્ટાફની કરાઈ માંગણી

મહેસૂલ અને પોલીસ વિભાગ ભ્રષ્ટાચાર માટે સૌથી વધુ બદનામ
બધાને ખબર હોય છે કે ભ્રષ્ટાચાર ક્યાં થાય છેઃ રૂપાણી
ભ્રષ્ટાચાર પર અંકુશ માટે સરકાર કરી રહી છે પ્રયાસ

 

[yop_poll id=354]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:20 am, Thu, 27 December 18

Next Article