વાંચો .. પીએમ મોદીએ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં લખી આ વાત

|

Mar 12, 2021 | 6:16 PM

પીએમ મોદીએ સાબરમતી આશ્રમની વિઝીટર બુકમાં લખ્યુ છે કે સાબરમતી આશ્રમમાં આવીને પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે.

વાંચો .. પીએમ મોદીએ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં લખી આ વાત

Follow us on

PM MODI એ આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે ‘અમૃત મહોત્સવ’નો પ્રારંભ સાબરમતી આશ્રમ અમદાવાદથી કરાવ્યો હતો.આ મહોત્સવ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા સુધી ચાલશે. વડાપ્રધાન મોદીએ તેના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું આ શુભ પ્રસંગે બાપુના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. હું દેશની આઝાદીની લડતમાં પોતાને માટે હાકલ કરનાર તમામ મહાન હસ્તીઓનાં ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું.

PM MODI   એ વધુમાં જણાવ્યું હતું જે આ ઉત્સવના પાંચ સ્તંભો પર ભાર મૂકાયો છે. જેમાં ફ્રીડમ સ્ટ્રગલ-એક્શન-આઇડિયા જેવા કોલમ સામેલ છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, લોકો વધુમાં વધુ અમૃત મહોત્સવમાં ભાગ લે. આઝાદી થી જોડાયેલા વિવિધ કાર્યક્રમ સ્કૂલ કોલેજ કરે તેવી અપીલ છે.

આ ઉપરાંત સાબરમતી આશ્રમની મુલાકાત બાદ પીએમ મોદીએ સાબરમતી આશ્રમની વિઝીટર બુકમાં લખ્યુ છે કે સાબરમતી આશ્રમમાં આવીને પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીના પવિત્ર વાતાવરણ, અહીની સ્મૃતિઓથી જ્યારે એકાકાર થઇએ છીએ તો સ્વાભાવિક તપ અને ત્યાગની ભાવના વધી જાય છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મ સન્માનનો પણ સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે અને  પ્રેરણા માટે, આ પુણ્ય સ્થળ પર ફરી આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છું.

આઝાદી કા અમૃત મહોત્સવ, ભારતના સ્વતંત્રતા સંગ્રામને કૃતજ્ઞ દેશવાસીઓ દ્વારા આપવામાં આવી રહેલી કાર્યાજલિ છે. આ મહોત્સવ દરમિયાન દેશ પોતાની સ્વતંત્રતાના આંદોલનના દરેક પડાવ દરેક મહત્વની ક્ષણને તો યાદ કરશે જ સાથે ભવિષ્યના નિર્માણ માટે નવી ઉર્જા સાથે આગળ વધશે.

મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપુના આશીર્વાદથી, અમે ભારતવાસી પોતાના કર્તવ્યોનું પાલન કરતા અમૃત મહોત્સવના ઉદ્દેશોને  જરૂરથી સિદ્ધ કરીશું.

Next Article