રવિશંકર પ્રસાદ- પ્રકાશ જાવડેકરને મળી શકે છે મોટી જવાબદારી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી રાષ્ટ્રીય સચિવો સાથે બેઠક

|

Jul 11, 2021 | 8:27 PM

આ બેઠક પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય મહાસચિવ  બી.એલ. સંતોષ અને પ્રમુખ જેપી નડ્ડા પીએમ મોદીને મળવા વડાપ્રધાન નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

રવિશંકર પ્રસાદ- પ્રકાશ જાવડેકરને મળી શકે છે મોટી જવાબદારી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી રાષ્ટ્રીય સચિવો સાથે બેઠક
Ravi Shankar Prasad Prakash Javadekar may get big responsibility BJP (File Photo)

Follow us on

ભારતીય જનતા પાર્ટી(BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda)એ રવિવારે પાર્ટી કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સચિવો સાથે બેઠક કરી હતી. આ દરમ્યાન જાણવા મળ્યું છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને ટૂંક સમયમાં ભાજપમાં વરિષ્ઠ સંગઠનાત્મક પદ મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ ટૂંક સમયમાં બંને નેતાઓ સંગઠનમાં નવી જવાબદારી આપી શકે છે.

જેપી નડ્ડા ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે

સૂત્રોએ સમાચાર એજન્સીને કહ્યું કે આ નેતાઓને પાર્ટીમાં રાષ્ટ્રીય મહાસચિવ અથવા ઉપપ્રમુખનો હોદ્દો મળી શકે છે. તેમને આગામી વિધાનસભાની ચૂંટણીને લગતી મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે. જેપી નડ્ડા ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. નડ્ડાએ રવિવારે બપોરે રાજધાની દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં રાષ્ટ્રીય સચિવો સાથે બેઠક યોજી હતી, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની રણનીતિ પર ચર્ચા થઇ હોવાની સંભાવના છે. આ બેઠક પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય મહાસચિવ  બી.એલ. સંતોષ અને પ્રમુખ જેપી નડ્ડા પીએમ મોદીને મળવા વડાપ્રધાન નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બે દિવસીય ગોવા મુલાકાત રદ કરી દીધી

આ બેઠક પૂર્વે જેપી નડ્ડાએ તેમની બે દિવસીય ગોવા મુલાકાત રદ કરી દીધી હતી કારણ કે તેની પાસે દિલ્હીમાં અન્ય કાર્યક્રમો હતા. પાર્ટીના ગોવાના એકમના પ્રમુખ સદાનંદ શેટ તાનાવડેએ રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે અધ્યક્ષ જેપી નડ્ડા સોમવાર અને મંગળવારે ગોવાની મુલાકાતે આવવાના છે અને આવતા વર્ષે યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના વિવિધ એકમો સાથે બેઠક યોજવાના હતા.

મંત્રીમંડળ વિસ્તરણ પૂર્વે રાજીનામા આપ્યા હતા

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના બીજા કાર્યકાળના પ્રથમ મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં 43 નેતાઓએ મંત્રીપદના શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રપતિ ભવનના યોજાયો હતો. આ દરમ્યાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર એ બાર મંત્રીઓમાં શામેલ હતા જેમણે 7 જુલાઇના રોજ મંત્રીમંડળ વિસ્તરણ પૂર્વે રાજીનામા આપ્યા હતા.

આ પણ વાંચો : Dance Deewane 3: માધુરી દીક્ષિતે એવો લગાવ્યો ‘સિંઘમ ઠુમકો’, કે રોહિત શેટ્ટી જોતા રહી ગયા, જુઓ Video

આ પણ વાંચો : બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર, દર વર્ષે 10 Surprise Leave મળશે, જાણો RBIએ શું આદેશ આપ્યો

 

Published On - 7:26 pm, Sun, 11 July 21

Next Article