રાજકોટ ડેરીમાં ચેરમેન પદ માટેની ચાલી રહેલી રસાકસીનો અંત, ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતાં આજે ગોરધન ધામેલિયાને સર્વાનુમતે ચેરમેન,
રાજકોટ ડેરીમાં ચેરમેન પદ માટેની ચૂંટણી જાહેર થતાં ચાલી રહેલી રસાકસીનો આખરે અંત આવ્યો. રાજકોટ ડેરીના ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતાં આજે ગોરધન ધામેલિયાને સર્વાનુમતે ચેરમેન બનાવવામાં આવ્યાં છે.. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની આગેવાનીમાં વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધી ગોવિંદ રાણપરીયા ચેરમેન પદે શાસન ચલાવી રહ્યાં હતા હવે ગોરધન ધામેલિયાને નવા […]

રાજકોટ ડેરીમાં ચેરમેન પદ માટેની ચૂંટણી જાહેર થતાં ચાલી રહેલી રસાકસીનો આખરે અંત આવ્યો. રાજકોટ ડેરીના ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતાં આજે ગોરધન ધામેલિયાને સર્વાનુમતે ચેરમેન બનાવવામાં આવ્યાં છે.. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની આગેવાનીમાં વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધી ગોવિંદ રાણપરીયા ચેરમેન પદે શાસન ચલાવી રહ્યાં હતા હવે ગોરધન ધામેલિયાને નવા ચેરમેન બનાવવામાં આવ્યાં છે.
મહત્વનું છે કે રાજકોટ ડેરીના ચેરમેન પદ માટે રવિવારે આગેવાનોની બેઠક મળી હતી જેમાં વિઠ્ઠલભાઈ રાદડિયાના જૂના સાથીદાર એવા ગોરધન ધામેલીયાને ચેરમેન બનાવવા સહમતી બની હતી. સમગ્ર મામલે ગોવિંદ રાણપરિયાએ નિવેદન આપ્યું હતું કે ગોરધન ધામેલિયા પર આખરી મહોર મારવામાં આવી છે. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

